Home /News /ahmedabad /Ahmedabad: બાળકોએ ક્રાફ્ટ વર્કથી બનાવ્યો અનોખો રાવણ; જુઓ વીડિયો

Ahmedabad: બાળકોએ ક્રાફ્ટ વર્કથી બનાવ્યો અનોખો રાવણ; જુઓ વીડિયો

ક્રાફ્ટ

ક્રાફ્ટ વર્ક દ્વારા 4-15 વર્ષ સુધીના બાળકોએ બનાવ્યો રાવણ

આ વર્કશોપમાં 4 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ખાસ દશેરા પર્વ પર 50 થી પણ વધારે બાળકોએ રાવણ દહન વર્કશોપમાં ભાગ લીધો હતો. બાળકોએ કાર્ડબોર્ડ દ્વારા દસ માથાવાળા રાવણનું પૂતળું બનાવ્યું હતું.

    Parth Patel, Ahmedabad : 079 સ્ટોરીઝ (079 Stories) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમની આર્ટ વર્ક (Art Work) પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. આ પ્રદર્શન ગેલેરીમાં (Gallery) સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે. જેમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, ચિત્રોનું એક્ઝિબિશન, વર્કશોપ યોજવામાં આવે છે.

    ક્રાફ્ટ વર્ક દ્વારા 4-15 વર્ષ સુધીના બાળકોએ બનાવ્યો રાવણ

    આ વખતે રાવણ દહન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં 4 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ખાસ દશેરા પર્વ પર 50 થી પણ વધારે બાળકોએ રાવણ દહન વર્કશોપમાં ભાગ લીધો હતો. બાળકોએ કાર્ડબોર્ડ દ્વારા દસ માથાવાળા રાવણનું પૂતળું બનાવ્યું હતું. આનાથી બાળકોમાં આર્ટ પ્રત્યે ડિઝાઇન, કલા અને સર્જનાત્મકતાની સમજ પૂરી પાડે છે.

    શરૂઆતથી જ આ ગેલેરીએ યુવા ઉભરતા કલાકારોને એક પ્લેટફોર્મ આપ્યું છે. આ શાંત જગ્યામાં આર્ટ ગેલેરી, વર્કશોપની જગ્યા અને એમ્ફીથિયેટરનો સમાવેશ થાય છે. દશેરાના દિવસે કુલ 2 વર્કશોપ રાખવામાં આવ્યા છે. જે પૌરાણિક કથાઓની વાર્તાઓ અને દશેરાના મહત્વ વિશે બાળકોને માહિતી આપે છે.

    આપણી સંસ્કૃતિ, કલ્ચર, દશેરાનું મહત્વ વગેરે જેવી માહિતી બાળકોને મળે તે હેતુ

    ક્રાફ્ટ આર્ટિસ્ટ ક્ષમા પટેલ સાથે વાત કરતા જણાવ્યું કે બાળકોએ મિક્સ મિડીયા આર્ટ દ્વારા રાવણનું પૂતળું બનાવ્યું છે. તેમાં 50 જેટલા કલર પેપર, એક્રેલિક વોટર કલર, કાર્ડ, પેઈન્ટિંગ, વુડનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રાવણ બનાવવાનો હેતુ આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણું કલ્ચર શું છે, કેમ આપણે દશેરા મનાવીએ છીએ વગેરે જેવી માહિતી બાળકોને મળે અને ધાર્મિક તહેવારોથી વંચિત ન રહી જાય. આ સાથે બાળકોને જુદી જુદી ધાર્મિક વાર્તાઓ પણ કહેવામાં આવી હતી.

    જ્યારે પ્રાયમરી શિક્ષક પ્રિયા નરસિંઘાની એ જણાવ્યું હતું કે તેમણે ખાસ બાળકોને વાર્તા કહી હતી. બાળકોએ ક્રાફ્ટ વર્ક દ્વારા જુદા જુદા કલરિંગ, પેઈન્ટિંગ, વુડનના પીસ લઈને રાવણ બનાવ્યો હતો. જેમાં દસ માથા બનાવવામાં આવ્યા હતા. આ દસ માથાને અલગ અલગ ચિન્હો સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે અને તેના પરથી વાર્તાઓ રજૂ હતી. અંતે રાવણ દહન કરી તેની વાર્તા પણ રજૂ કરી હતી.

    સરનામું : રાજપથ રંગોલી રોડ, શાશ્વત બંગ્લોઝની સામે, પીઆરએલ કોલોની, બોડકદેવ, અમદાવાદ.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Art Gallery Exhibition

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन