VIDEO : અમદાવાદમાં દવા લેવા નીકળેલી મહિલાએ 10માં માળેથી લગાવી મોતની છલાંગ

અમદાવાદમાં મહિલાએ 10માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. નીચે પટકાતા મહિલાનું મોત નીપજ્યું હતું.

News18 Gujarati
Updated: January 30, 2019, 4:15 PM IST
VIDEO : અમદાવાદમાં દવા લેવા નીકળેલી મહિલાએ 10માં માળેથી લગાવી મોતની છલાંગ
મહિલાના આપઘાત કર્યા પહેલાની તસવીર
News18 Gujarati
Updated: January 30, 2019, 4:15 PM IST
હર્મેશ સુખડીયા, અમદાવાદ 

સામાન્ય રીતે નાની નાની બાબતોમાં લોકો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. અમદાવાદમાં મહિલાએ 10માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. નીચે પટકાતા મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠાં થયા હતા. સાથે સાથે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. મહિલાના આત્મહત્યા પહેલાની અને પછીની ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના શાસ્ત્રીનગરમાં 38 વર્ષીય સુમિતાબેન આજે બુધવારે સવારે ઘરેથી દવા લેવા માટે નીકળ્યા હતા. તેઓ ઘર પાસે આવેલા હાઉસિંગના 14 માળના બિલ્ડિંગમાં  ગયા હતા. જ્યાં તેઓ 12માં માળે પહોંચ્યાં હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે 12માં માળે તેઓ થોડા સમય સુધી વિચાર કર્યા બાદ  નીચેના  બ્લોકમાં જઇને નીચે પડતું મુક્યું હતું. જેના પગલે નીચે પટકાતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મહિલા બીમાર હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ-ગર્લફેન્ડને મળવા પહોંચેલા યુવકને યુવતીના ભાઈઓએ પતાવી દીધો

મહિલાના આપઘાતની આ ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આપઘાત પહેલાના દ્રશ્યોમાં દેખાઇ રહ્યું છે કે, મહિલા 12માં માળે આવી છે અને આમ તેમ આંટા મારી કંઇક વિચારી રહી છે. થોડા સમય પછી મહિલાએ પોતાની પાસે રહેલા પર્સ સહિતની વસ્તુઓ નીચે મુકી બ્લોકમાં જઇ કૂદી પડી હતી. જ્યારે પછીના દ્રશ્યોમાં મહિલા રસ્તા બાજુમાં પાર્ક કરેલા વાહનો પાસે જમીન પર નીચે પટકાતી નજરે ચેડ છે. આ સાથે  લોકોના ટોળા પણ એકઠાં થવા લાગે છે.

આ પણ વાંચોઃ-છોકરીનાં કપડાં પહેરી સગીર ઘરમાં ઘૂસ્યો, દંપતીની હત્યા બાદ 'સૂટબૂટ'માં ભાગ્યો

પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે લાશનો કબજો લેવાની તેમજ સીસીટીવી કબજે કરવાની કામગીરી ચાલું છે અને આગળની કાર્યવાહી હાથધરાશે.
First published: January 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...