Home /News /ahmedabad /અમદાવાદમાં ઠગાઈનો વિચિત્ર કિસ્સો: જીવિત વ્યક્તિના મોતનો ક્લેમ પાસ થયો, કોઈ 32.50 લાખ ઉપાડી ગયા!

અમદાવાદમાં ઠગાઈનો વિચિત્ર કિસ્સો: જીવિત વ્યક્તિના મોતનો ક્લેમ પાસ થયો, કોઈ 32.50 લાખ ઉપાડી ગયા!

સાઇબર ક્રાઇમ (ફાઇલ તસવીર)

Ahmedabad news: અમદાવાદના નીશીત પટેલ નામના શખ્સનું બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવી ગઠિયાએ વીમા કંપનીમાંથી 32.50 લાખ રૂપિયાનો ક્લેમ પાસ કરી લીધો.

અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા યુવકનું ખોટું ડેથ સર્ટિફિકેટ (Fake death certificate) રજૂ કરી 32.50 લાખ રૂપિયા પડાવી લીધાનો કિસ્સા સામે આવ્યો છે. યુવકના ખોટા દસ્તાવેજ બનાવી તેને સાચા તરીકે રજૂ કરીને વીમા કંપનીમાં ડેથ કલેમ (Death claim) પાસ કરાવીને પોલિસીના રૂ.32.50 લાખ પડાવી યુવક સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો છે. આ અંગે યુવકને જાણ થતા તેણે ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશન (Crime branch police station)માં અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. સામાન્ય રીતે ઠગાઈના કિસ્સા સામે આવતા હોય છે પરંતુ આ કિસ્સો કંઈક જુદા જ પ્રકારનો છે. પોલીસ પણ આ કેસમાં ઊંડી તપાસ કરી રહી છે.

ઘાટલોડિયાના સીપી કોલોની વિભાગ-2માં રહેતા અને કિષ્ના આઈસ એન્ટર પ્રાઈઝ નામની બરફની દુકાન ધરાવી વેપાર કરતા નીશીત પટેલે આદિત્ય બીરલા સન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાં તેમના પિતાના નામે ડ્રીમ પ્લાન હેઠળ પોલીસી લીધી હતી. બાદમાં નીશીતભાઈએ બીજી બે પોલીસી ફોરેસાઈટ પ્લાન હેઠળ તેમના જ નામે લીધી હતી, જેનું વાર્ષિક પ્રિમીયમ રૂ.1 લાખ ભરતા હતા. તેઓએ છેલ્લે ફેબ્રુઆરી 2020માં પોલીસીનું સ્ટેટસ જોયું હતું. બાદમાં 21 જાન્યુઆરીએ તેમની પોલીસનું સ્ટેટસ જાણવા માટે આંબાવાડી પાસે આવેલા પંચરત્ન કોમ્પ્લેક્ષમાં ગયા હતા અને મેનેજર પ્રતિકને મળ્યા હતા. આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે, તેમની બંન્ને પોલીસીમાં ડેથ ક્લેમ પાસ કરી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: જામનગર: હૉસ્પિટલના વોર્ડમાં ઇલુ ઇલુ, કસરત વિભાગની મહિલાકર્મી પુરુષ મિત્ર સાથે રૂમમાં પૂરાતા ચકચાર

જોકે, નીશીતભાઈએ પોતે જીવિત હોવા છતાં કંપની કેવી રીતે ડેથ ક્લેમ પાસ કરી શકે તેની પૂછપરછ કરી હતી. મેનેજરે આ અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નીશીતભાઈની પોલીસી પાસ કરાવવા માટે નીશીતભાઈનું ખોટું ડેથ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. નીશીતબાઈને લગતા ખોટા દસ્તાવેજ બનાવી તેને સાચા તરીકે વીમાં કંપની સમક્ષ રજૂ કરી કોઈ ડેથ કલેમ પાસ કરાવી ગયું હતું. આ રીતે અજાણ્યા શખ્સે રૂ.32.50 લાખ મેળવીને ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હતો.
નીચે વીડિયોમાં જુઓ, રાજ્યમાં વરસાદની આગાહી: 

" isDesktop="true" id="1130740" >

આ અંગેની જાણ થતા નીશીતભાઈએ અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસે વિશ્વાસઘાત, ઠગાઈ સહીતનો ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ગુનો, ઠગાઇ, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन