Home /News /ahmedabad /Ahmedabad: વિશ્વ ઉમિયા ધામ ચોકમાં 30 ટીમોએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી; જુઓ વીડિયો

Ahmedabad: વિશ્વ ઉમિયા ધામ ચોકમાં 30 ટીમોએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી; જુઓ વીડિયો

આજે

આજે 20 હજાર લિટર ગંગાજળ મંદિર લવાશે

અમદાવાદમાં જાસપુરમાં આવેલા વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદાર મહિલાઓ માટે ત્રિદિવસીય ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય ગરબા સ્પર્ધામાં વિશ્વ ઉમિયાધામ મહિલા સંગઠનની 25 જિલ્લાની 30 ટીમમાં 400થી વધુ પાટીદાર મહિલાઓએ ભાગ લીધો છે.

વધુ જુઓ ...
    Parth Patel, Ahmedabad: નવરાત્રિ દરમિયાન શક્તિ પર્વની ઉપાસનના ઉદ્દેશ સાથે અમદાવાદમાં જાસપુરમાં આવેલા વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદાર મહિલાઓ માટે ત્રિદિવસીય ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય ગરબા સ્પર્ધામાં વિશ્વ ઉમિયાધામ મહિલા સંગઠનની 25 જિલ્લાની 30 ટીમમાં 400થી વધુ પાટીદાર મહિલાઓએ ભાગ લીધો છે.

    ચોથ, પાંચમ અને છઠના દિવસે સંસ્થાના સભ્યો માટે રાસોત્સવ

    જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણ પ્રસંગે મહિલા સશક્તીકરણ અને શક્તિ આરાધનાના ઉદ્દેશ સાથે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ચોથ, પાંચમ અને છઠના દિવસે એટલે કે 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી વિશ્વ ઉમિયાધામના તમામ સંગઠનના સભ્યો માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

    બે દિવસમાં 18 જેટલી ટીમોએ કોમ્પિટિશનમાં ભાગ લીધો

    વિશ્વ ઉમિયાધામ ખાતે સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં ગુજરાતના જિલ્લા અને તાલુકામાંથી પ્રથમ અને બીજા નોરતે નવ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નોરતે જામજોધપુરની ટીમે ઉમદા પર્ફોર્મન્સ કરતા તેને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવી હતી. જ્યારે બીજા ક્રમે વડોદરાની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.જ્યારે બીજા નોરતે મોડાસાની ટીમને ઉત્તમ પર્ફોર્મન્સ બદલ તેને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવી હતી. અને બીજા ક્રમે મહેસાણાની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સાથે અન્ય ટીમોએ પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેને સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલે ભાગ લેનારી તમામ બહેનોને બિરદાવી અભિવાદન કર્યું હતું.

    આ પણ વાંચો: અમદાવાદીઓ થઈ જાવ તૈયાર; જુના વાદ્યો અને લોકગીતો પર યોજાશે ભવ્ય રાસ ગરબા; જવાનું ચૂકી ન જતા

    આજે 20 હજાર લિટર ગંગાજળ મંદિર લવાશે

    મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરના ગર્ભ ગૃહના નિર્માણ દરમિયાન સાદા પાણીના બદલે પવિત્ર ગંગાજળનો ઉપયોગ કરવામાં આવશે. આ પવિત્ર ગંગાજળ હરિદ્વારથી ટેન્કરો મારફતે અમદાવાદ લાવવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ જથ્થામાં અંદાજિત 20 હજાર લિટર ગંગાજળ મંદિરમાં પહોંચશે. જ્યારે ગર્ભગૃહના નિર્માણ દરમિયાન જરૂરિયાત મુજબ વધુ ગંગાજળ મગાવવામાં આવશે.
    First published:

    विज्ञापन
    विज्ञापन