અમદાવાદઃ ગુજરાત ats (Gujarat ATS) અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના (Indian Coastguard) સંયુક્ત ઓપરેશને કચ્છના જખૌ (kutch jakhau) દરિયામાંથી ૨૮૦ કરોડની કિમતનું ૫૬ કિલો હેરોઈનના જથ્થા સાથે 09 આરોપીઓની ધરપકડ કરી હતી. અલ-હજ નામની પાકિસ્તાની બોટમાં (Pakistani boat) તમામ પાકિસ્તાનીઓ સવાર હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા મધદરિયે જઈને જયારે આ બોટને રોકવામાં પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે બોટ ચાલકે બોટ હંકારી મૂકતા ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટનો પીછો પણ કરવામાં આવ્યો હતો.
અને ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું જેમાં બે થી વધુ પાકિસ્તાનીઓને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી. આ મામલે atsની ટીમ દ્વારા ncbને સાથે રાખી ને દિલ્હી અને upમાં દરોડા પાડવામાં આવ્યા અને જેમાં વધુ સફળતા હાથ લાગી છે.
Ats દ્વારા દિલ્હી અને upમાંથી રાજી હૈદર, ઇમરાન આમિર, અવતારસિંહ અને અફગાની વ્યક્તિ અબ્દુલ કાકડની ધરપકડ કરવામાં આવી છે અને ત્યાર બાદ atsદ્વારા ncbને સાથે રાખીને દિલ્હી અને મુઝફરનગરમાં આરોપી રાજી હૈદરના ફેકટરીમાં દરોડા પાડીને અન્ય 35 કિલો ડ્રગ પણ કબ્જે કરવામાં આવ્યું છે અને જેનો અલગ થી ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને જેની તપાસ ncb દ્વારા કરવામાં આવી રહી છે..
શુ હતો સમગ્ર મામલો? ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ દ્વારા મધદરિયે ૧૪ નોટીકલ માઈલ જળસીમાં જઈને સમગ્ર ઓપરેશન પાર પાડવા માં આવ્યું હતું. જેમાં 09 જેટલા પાકિસ્તાની માછીમારોની ૫૬ કિલો હેરોઈનના જથ્થા સાથે ઝડપી લેવાયા હતા. પાકિસ્તાનના મુસ્તુફા નામના વ્યક્તિએ પાકિસ્તાની બંદરથી પાકિસ્તાની બોટમાં હેરોઈનનો જથ્થો મોકલ્યો હતો.
૧૬૦૦ કિલોમીટર દરિયાઈ વિસ્તારમાં કોસ્ટલ ગાર્ડનું સતત પેટ્રોલિંગ ચાલતું રહેતું હોય છે પરંતુ ગુજરત એટીએસને મળેલી ચોક્કસ બાતમી આધારે આજે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
જેમાં ડ્રગ્ઝનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે માછીમારી ની આડમાં પાકિસ્તાની બોટ ભારતના દરિયાઈ સીમમાં પ્રવેશી જતા હોય છે પરંતુ મોટા ભાગની પાકિસ્તાની બોટમાં ડ્રગ્ઝનો જથ્થો રાખવામાં આવતો હોવાનું પોલીસ અનુમાન સેવી રહી છે.