Home /News /ahmedabad /

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના 27 ડેમ હાઇ એલર્ટ પર, 12 ડેમ એલર્ટ પર

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના 27 ડેમ હાઇ એલર્ટ પર, 12 ડેમ એલર્ટ પર

સરદાર સરોવર ડેમ

Gujarat Dams level: બુધવારની સ્થિતિ પ્રમાણે રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં કુલ 46.91 ટકા જળસંગ્રહ છે, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 48 ટકા જળસંગ્રહ છે.

    ગાંધીનગર: રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્ત્વની 207 જળ પરિયોજનાઓમાં 46.91 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (Sardar Sarovar Dam) યોજનામાં 1,60,363 એમસીએફટી જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 48 ટકા થાય છે. પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલના જણાવ્યાનુસાર તા. 13 જુલાઈ, 2022ની સ્થિતિએ રાજ્યભરમાં 21 જળાશયો એવા છે કે જેમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

    કેટલા જળાશયોમાં કેટલો જળસંગ્રહ


    પાણી પુરવઠા વિભાગના જણાવ્યા પ્રમાણએ રાજ્યના 30 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ છે. 27 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ છે. 51 જળાશયોમાં (સરદાર સરોવર સહિત) 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ છે. 77 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો, સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

    21 જળાશય 100 ટકા ભરાયા


    અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 21 જળાશયો, 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 6 જળાશયો મળી કુલ ૨૭ જળાશયો હાઈ એલર્ટ ઉપર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 12 જળાશયો એલર્ટ ઉપર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 11 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

    આ પણ વાંચો:  અમદાવાદમાં વરસાદ બાદ ટુ વ્હીલર સ્લીપ થવાના કેસ વધ્યા

    કચ્છમાં સિઝનનો 97.54% વરસાદ


    ગુજરાત પર મેઘરાજા વિશેષ હેત (Gujarat rainfall) વરસાવી રહ્યા છે. બુધવારે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયન રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 101 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. 61 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. 25 તાલુકા એવા છે જ્યાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના બે તાલુકામાં આઠ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

    ઝોન પ્રમાણે વરસાદ


    ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 101.90 એમ.એમ. વરસાદ પડ્યો છે. આ સાથે જ અહીં સિઝનનો કુલ 97.54 ટકા વરસાદ પડી ગયો છે. ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 20.24 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 26.25 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16.55 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 37.92 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં સરેરાશ 24.94 એમ.એમ. વરસાદ પડ્યો છે, અહીં સિઝનનો કુલ 47.23 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 73.48 ટકા વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 57.36 ટકા વરસાદ પડ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Narmada dam, Sardar Sarovar, ગુજરાત, ચોમાસુ, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन