LIVE NOW

Republic Day 2019: દેશે ધરતીથી લઇ આકાશ સુધી બતાવ્યું પરાક્રમ

આખા દેશમાં આજે 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવશે.

gujarati.news18.com | January 26, 2019, 1:04 PM IST
facebook Twitter Linkedin
Last Updated January 26, 2019
auto-refresh

Highlights

11:34 am (IST)
11:10 am (IST)

જુઓ કર્ણાટકનો ટેબ્લો


Load More
આખા દેશમાં આજે 70મો પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. આ વખતે આયોજીત ગણતંત્ર દિવસ સમારોહનાં મુખ્ય અતિથિ દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા છે. ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 70માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી સન્માનની પણ જાહેરાત કરી દીધી છે.

પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીમાં 25000થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે મહિલા કમાન્ડો અને શાર્પ શૂટર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. બે આતંકીઓની ધરપકડ કરવામાં આવ્યા પછી દિલ્હીને હાઇ સિક્યુરિટી ઝોનમાં ફેરવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ધરપકડ કરાયેલા જૈશે મોહંમદના આતંકવાદી અબ્દુલ લતીફ ગની ઉર્ફે ઉમેર ઉર્ફે દિલાવર અને હિલાલ અહેમદ ભાટ પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન આતંકી હુમલો કરવાના હતાં.