Home /News /ahmedabad /

અમદાવાદ: 'તું મારી ગર્લફ્રેન્ડ નહીં બને તો હું તને હેરાન કરી નાખીશ,' ઇન્સ્ટાગ્રામે યુવતીનું જીવવું હરામ કરી નાખ્યું

અમદાવાદ: 'તું મારી ગર્લફ્રેન્ડ નહીં બને તો હું તને હેરાન કરી નાખીશ,' ઇન્સ્ટાગ્રામે યુવતીનું જીવવું હરામ કરી નાખ્યું

અજાણ્યા યુવકે યુવતીને પરેશાન કરી મૂકી.

Fake Instagram ID: શહેરના સરદારનગરમાં રહેતી 23 વર્ષીય યુવતી તેના પિતા અને ભાઈ સાથે રહે છે. યુવતીના પિતા કડિયા કામ કરે છે અને ભાઈ ચિલોડા પાસે નોકરી કરે છે.

અમદાવાદ: સોશિયલ મીડિયા (Social Media)નો ઉપયોગ ક્યારેક પરેશાનીનું કારણ પણ બને છે. આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. હવે વધુ એક ઘટના અમદાવાદ શહેરમાં પ્રકાશમાં આવી છે. સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (Cyber crime police station)માં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે તેને અલગ અલગ આઈડી ઉપરથી કોઇ શખ્સ મેસેજ કરી મિત્રતા કરવા અને ગર્લફ્રેન્ડ (Girlfriend) બનવા માટે દબાણ કરતો હતો. યુવતી આ શખ્સને ઓળખતી ન હોવાથી તેને જવાબ આપતી ન હતી. પરંતુ આ શખ્સે તમામ હદ વટાવી યુવતીના નામનું ફેક આઈડી (Fake Instagram ID) બનાવી તેના ફોટા અપલોડ કરી બીભત્સ લખાણ લખી તેની બદનામી કરતાં યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના સરદારનગરમાં રહેતી 23 વર્ષીય યુવતી તેના પિતા અને ભાઈ સાથે રહે છે. યુવતીના પિતા કડિયા કામ કરે છે અને ભાઈ ચિલોડા પાસે નોકરી કરે છે. યુવતી વટવા જીઆઈડીસી ખાતે એક કંપનીમાં નોકરી કરે છે અને ઇન્સ્ટાગ્રામ આઇડી ધરાવે છે. થોડા મહિના પહેલા આ યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અન્ય એક આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ 'તું મારી સાથે મિત્રતા કરી લે, મને તું પસંદ છે' તેવો મેસેજ કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં VIP ગ્રાહકોને બ્રાન્ડેડ બોટલોમાં અપાતો હતો સસ્તો દારૂ

ગર્લફ્રેન્ડ બનવા દબાણ


યુવતી તેને ઓળખતી ન હોવાથી તેણીએ કોઈ જવાબ આપ્યો ન હતો. તેમ છતાં આઈડી પરથી શખ્સ સતત મેસેજ કર્યા કરતો હતો. વારંવાર આ શખ્સ યુવતીને મેસેજ કરતો હતો. થોડા દિવસ બાદ એક અલગ આઈડી ઉપરથી આ યુવતીને મેસેજ આવ્યો હતો. જે યુવતીના ઓરિજિનલ આઇડી જેવું જ હતું એટલે કે ડુપ્લીકેટ હતું. આ ડુપ્લીકેટ આઇડીમાં યુવતીનો ફોટો હતો, જેના પરથી યુવતીને મેસેજ આવ્યો કે, 'જો તું મારી સાથે વાતચીત નહીં કરે અને મારી ગર્લફ્રેન્ડ નહીં બને તો હું તને હેરાન કરી નાખીશ'.


આ પણ વાંચો: હું કહું તેમ નહિ કરે તો તારા ફોટો વાયરલ કરી દઈશ

બીભત્સ લખાણ લખાયું


જે બાદમાં યુવતીને બીભસ્ત લખાણવાળા ત્રણ આઈડી પરથી મેસેજ આવવાના શરૂ થયા હતા. યુવતીએ તપાસ કરતા આ તમામ આઇડીમાં તેણીના ફોટો પણ અપલોડ થયા હતા. આ ઉપરાંત યુવતીને ખૂબ જ અશ્લીલ રીતે દર્શાવી તેના વિશે બીભત્સ લખાણ પણ લખાયું હતું. જેથી યુવતીએ જે તે આઈડીના નંબર પર ફોન કરતા સામેના શખ્સે મિત્રતા કરવા દબાણ કર્યું હતું. બાદમાં નંબર બંધ કરી દીધો હતો. યુવતીને બદનામ કરાતા તેણીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: CYBER CRIME, અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन