અમદાવાદ : ગુજરાતના કચ્છમાં આવેલ મુદ્રા પોર્ટ પરથી sep મહિનામાં driએ એક મોટી કાર્યવાહી કરી આશરે 3 હજાર કિલો હેરોઇન પકડી પાડેલ અને જેની કિંમત 21000 કરોડ થાય છે. આ મામલે અત્યાર સુધીમાં 8થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં અફઘાનિસ્તાનના લોકો પણ છે. જોકે નાર્કો ટેરરની શક્યતા વચ્ચે તપાસ niaને સોંપી દેવામાં આવી છે. ન્યુઝ18 ગુજરાતી પાસે કેટલીક માહિતી સામે આવી છે અને જેમાં સામે આવ્યું છે કે, આ ડ્રગ જે દંપત્તિની કંપનીના નામે મંગાવવામાં આવ્યું હતું તે લોકોને કમિશન મળવાનો હતો.
મળતી માહિતી પ્રમાણે આરોપી સુધાકરણ અને રાજકુમાર એક સાથે પેહલા કામ કરતા હતા અને રાજકુમારે અફઘાનિસ્તાનના જાવેદ સાથે સુધાકરણની મુલાકાત કરાવી હતી. જાવેદનું કામ ત્યારબાદથી શરૂ થાય છે અને જેમાં તેને અફઘાનિસ્તાનના હસન સાથે સુધાકરણ સાથે વાત કરાવીને ડ્રગ મોકલવાની ચર્ચા કરી હોવાનું સામે આવી રહ્યું છે. જોકે હાલ સુધાકરણ જે વાત અધિકરીઓને કહી રહ્યો છે તે પ્રમાણે તેની કંપનીનો માત્ર ઉપયોગ થયો છે અને જૂન મહિનામાં જે ડ્રગ આવ્યું હતું તેના માટે તેને માત્ર 80 હજાર રૂપિયા મળ્યાં હતાં અને આ વખતે તેને 1.5 લાખ મળવાની વાત હતી.
જોકે સુધાકરણનું કેહવું છે કે, આ ડ્રગ અમિત અને કુલદીપ આગળ સપ્લાય કરતા હતા. કોણે કરતા હતા તેની જાણ તેને નથી. nia હવે તપાસ શરૂ કરી છે અને જેમાં આ ડ્રગ ભારતમાં કોની પાસે જવાનું હતું અને તેની પાછળ ટેરર ફન્ડિંગને લઈ શું ભૂમિકા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
શુ હતો સમગ્ર કેસ?
ગુજરાતના મુદ્રા પોર્ટથી driને ખુબજ મોટી સફળતા હાથ લાગી હતી. ટેલ કોમ પાઉડરની આડમાં હેરોઇનની હેરાફેરીનો મામલો સામે આવ્યો અને જેમાં આંકડો 20 હજાર કરોડને પણ પાર કરી દીધું હતું. આ મામલે કુલ 8 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. કચ્છની driટિમએ માહિતીના આધારે દરોડા પાડી એક મોટા ડ્રગની હેરાફેરીનો રેકેટ પકડી પાડેલ અને જેમાં એક બાદ એક ખુલાસાઓ સામે આવ્યા. driએ ચેન્નઈમાંથી એક દંપતીની ધરપકડ કરી છે અને જે આયાત કારો છે.સાથો સાથ અન્ય 5 થી 6 લોકો ની પણ ધરપકડ કરવામાં આવી હતું અને જેમાં અફઘાનિસ્તાન ના લોકો પણ સામેલ હતા.
તપાસમાં સામે આવ્યું હતું કે, આ ડ્રગને અફઘાનિસ્તાનના હસન હુસૈન ltd કંપની દ્વારા વિજયવાડાની અશી ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવી રહ્યું હતું અને જે ટેલ કોમ પાઉડરની આડમાં હતું. driએ પેહલા fsl પાસેથી ખાતરી કર્યા બાદ આગળ તપાસ હાથ ધરી હતી. આ મામલે હાલ દિલ્હી, અમદાવાદ, વિજયવાડા, ચેન્નાઈ, મુદ્રા અને અન્ય જગ્યા દરોડા પાડવામાં આવ્યા હતા.15 sepથી શરુ કરવામાં આવેલ આ દરોડા હાલ પણ યથાવત છે અને હવે તો nia આની તપાસ કરશે.