Home /News /ahmedabad /ગુજરાત યુનિવર્સિટીના 21 વિદ્યાર્થીઓ IAS અધિકારીઓ પાસે ટ્રેઇન થશે, જાણો કેવું છે આયોજન

ગુજરાત યુનિવર્સિટીના 21 વિદ્યાર્થીઓ IAS અધિકારીઓ પાસે ટ્રેઇન થશે, જાણો કેવું છે આયોજન

(ગુજરાત યુનિવર્સિટી)

વિદ્યાર્થીઓને વધુને વધુ એક્સપોઝર અને વધુને વધુ અનુભવ મળી શકે. એટલે જ નિતિઆયોગ, GIPL, નાફેડ, NCTC જેવી સંસ્થાઓ સાથે 19 MOU કરવામાં આવ્યા છે.

અમદાવાદ: રાજ્યના સરકારી અધિકારીઓ દ્વારા થતી કામગીરીને સમજવા ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ના વિદ્યાર્થીઓ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં જશે. જ્યાં સરકારી કચેરીમાં જઈ સનદી અધિકારીઓ પાસે ટ્રેનિંગ લેશે. ગુજરાત યુનિવર્સિટી ((Gujarat University))માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્ટનેબલિટી દ્વારા ચલાવવામાં આવતા એગ્રીકલચર એન્ટરપ્રિનિયોરશિપ કૉર્સના 21 વિદ્યાર્થીઓની આ માટે પસંદગી થઈ છે.

IAS અધિકારીઓ અને સરકારી અધિકારીઓ પાસેથી મળેલી ટ્રેનિંગ વિદ્યાર્થીઓને સફળ મેનેજમેન્ટ કર્તા બનાવશે. આખા દેશની યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર એન્ટરપ્રિનિયોરશિપનો કોર્સ (Agriculture Entrepreneurship Course) શરૂ કરનારી ગુજરાત યુનિવર્સિટી પહેલી યુનિવર્સિટી છે. આ કોર્સ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી કચેરીમાં જઈ કઈ રીતે કામ થાય છે તે સમજવું જરૂરી છે. જેના ભાગ રૂપે વિદ્યાર્થી અધિકારીઓ પાસે જઈ ટ્રેનિંગ લેશે.

આ પણ વાંચો- નરોડામાં બે મહિલાએ પુરૂષ સાથે મળી ચપ્પુની અણીએ લૂંટ ચલાવી

આ અંગે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્ટનેબલિટીના ડાયરેકટર સુધાન્શુ જહાંગીર જણાવે છે કે જ્યારે આપણે એગ્રીકલ્ચર એન્ટરપ્રિનિયોરશિપની વાત કરીએ છીએ ત્યારે એક પ્રોફેશનલ ઇકોસિસ્ટમ સાથે વિદ્યાર્થીઓને એ જાણકારી હોવી જરૂરી છે કે લોકો કેવીરીતે કામ કરે છે અને કેવીરીતે પોલીસી મેકર્સ કામ કરે છે. જેથી ગુજરાત યુનિવર્સિટીએ ગત વર્ષે GLPC સાથે MOU કર્યા હતા. GLPC એ મહિલા સશક્તિકરણ મુદ્દે ખૂબ સારું કામ કરે છે. અમારા કેટલાક વિદ્યાર્થીઓ જિલ્લામાં જશે તો કેટલાક તાલુકા કક્ષાએ જશે. અને સરકારી અધિકારીઓ સાથે કામ કરશે. ગ્રામીણ વિકાસ વિભાગમાં વિદ્યાર્થીઓ કામ કરશે તો તેઓને ખ્યાલ આવશે કે કેવી રીતે સરકાર કામ કરે છે કેવી રીતે ગ્રામીણ વિકાસ વિભાગ કામ કરે છે. આ અનુભવ વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થશે એક સિસ્ટમને સમજવામાં અને સાથે એક સફળ કર્મચારી કે સફળ એન્ટરપ્રિનિયોર બનવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો- વાપીમાં ધોધમાર વરસાદ વચ્ચે તસ્કરો 1 કરોડના દાગીના ચોરી ફરાર, જ્વેલર્સનો આખો શોરૂમ તળિયા ઝાટક

વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં જશે તેની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, કચ્છ બનાસકાંઠા, સુરત અરવલ્લી, ખેડા જૂનાગઢ, સાબરકાંઠા, દાહોદ, નર્મદા, તાપી, પાટણ, બરોડા, મહેસાણા, આનંદ, સુરેન્દ્રનગર જશે. IIS એ એક એકેડેમીક ઇન્સ્ટિટ્યૂશન છે .જેથી અમે તમામ પ્રકારના કોર્સ એ રીતે ડિઝાઇન કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓને વધુને વધુ એક્સપોઝર અને વધુને વધુ અનુભવ મળી શકે. એટલે જ નિતિઆયોગ, GIPL, નાફેડ, NCTC જેવી સંસ્થાઓ સાથે 19 MOU કરવામાં આવ્યા છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad news, Gujarat University's, Gujarati news, ગુજરાત યુનિવર્સિટી