Home /News /ahmedabad /EXCLUSIVE: આ ગુજરાતી ફિલ્મના ટ્રેલરમાં પોતાને જ ધડાધડ લાફા મારી રહી છે અભિનેત્રી, લોકોનો પરસેવો છૂટી ગયો

EXCLUSIVE: આ ગુજરાતી ફિલ્મના ટ્રેલરમાં પોતાને જ ધડાધડ લાફા મારી રહી છે અભિનેત્રી, લોકોનો પરસેવો છૂટી ગયો

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ઓછાં દિવસમાં શૂટ થયેલી ફિલ્મ.

ફિલ્મનાં ટ્રેલરની શરુઆતમાં જ હિતેન કુમારની એન્ટ્રી થાય છે જેમનો લુક કહી દે છે કે તેમનું કેરેક્ટર ફિલ્મમાં વિલનનું હશે. સુખી અને સંપન્ન પરિવારમાં માતા-પિતા અને દીકરીનું જીવન કેવી રીતે વશીકરણને કારણે બદતર બની જાય છે એ વિશે ફિલ્મ રજુ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: વર્ષ 2023ની ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ પ્રકારના કોન્સેપ્ટ સાથે પહેલી એવી ગુજરાતી ફિલ્મ જોવા મળશે. જે એક સાઈકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિક, જાનકી બોડીવાલા, હિતેન કુમાર, હિતુ કનોડિયા અને નિલમ પંચાલ જોવા મળશે. ફિલ્મને ટાઈટલ આપવામાં આવ્યું છે વશ, જેના પરથી સમજી શકાય તેમ છે કે આ ફિલ્મ વશીકરણ ઉપર લખવામાં આવી છે. ફિલ્મનું 2.02 મિનિટનું ટ્રેલર હચમચાવી દે તેવું છે.

ફિલ્મનાં ટ્રેલરની શરુઆતમાં જ હિતેન કુમારની એન્ટ્રી થાય છે જેમનો લુક કહી દે છે કે તેમનું કેરેક્ટર ફિલ્મમાં વિલનનું હશે. સુખી અને સંપન્ન પરિવારમાં માતા-પિતા અને દીકરીનું જીવન કેવી રીતે વશીકરણને કારણે બદતર બની જાય છે એ વિશે ફિલ્મ રજુ કરવામાં આવી છે. ફિલ્મમાં જાનકી  બોડીવાલા આર્યા નામની યુવતીનું પાત્ર ભજવે છે જ્યારે માતા-પિતાની ભુમિકામાં હિતુ કનોડિયા અને નિલમ પંચાલ નિભાવે છે. તમામ કેરકેટર આ ફિલ્મના પાત્રોમાં ઓતપ્રોત જોવા મળી રહ્યા છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી અનોખી અને નવા જ કોન્સેપ્ટ અંગે ન્યુઝ18 ગુજરાતીએ ફિલ્મના લેખક અને નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક અને હિતુ કનોડિયાનો સંપર્ક કર્યો હતો.

સવાલ- શું આ ફિલ્મ સત્ય જીવન પર આધારિત છે. શું વશીકરણનો કિસ્સો આવો કોઈ બન્યો છે. જેના વિશે આપને જાણ થઈ હોય?

કૃષ્ણદેવ યાજ્ઞિક જવાબ - ના એવું કઈ નથી આ ફિલ્મ વાસ્તવમાં મારા વિચારોથી લખી છે. ફિલ્મમાં તમામ પાત્રો પણ કાલ્પનિક છે. વશીકરણના વિષય પર ફિલ્મ બનાવવાનો વિચાર મારો પોતાનો હતો, હું સ્ક્રિપ્ટ લખવા બેઠો ત્યારે મારા મનમાં વિચારો આવતાં ગયા અને સ્ક્રિપટ પુરી થઈ ગઈ. જેની મને ખબર પણ ના રહી. ખરેખરમાં આ આખોય કોન્સેપ્ટ ઘણો જુનો હતો લગભગ માની લો કે સાડા ત્રણ વર્ષ જુનો છે. લોકડાઉન દરમિયાન મેં આખી ફિલ્મ લખી અને ત્યારબાદ ફાઈનલ ડ્રાફટ માટે મને 6 મહિના લાગી ગયા.

" isDesktop="true" id="1333229" >

સવાલ- ફિલ્મ કયાં અને ક્યારે શૂટ કરવામાં આવી હતી, શૂટ માટે કેટલાં દિવસ લાગ્યા? 

ક્રિશ્નદેવ યાજ્ઞિકનો જવાબ- આ ફિલ્મ અમદાવાદથી 56 કિલોમીટર દૂર નળસરોવરનાં એક ફાર્મ હાઉસમાં શુટ કરવામાં આવી છે. આ ફિલ્મ 3 મહિના પહેલાં શૂટ કરવામાં આવી છે. જેને પુરા થતાં 35 દિવસ થયા શૂટિંગ પત્યા બાદ ફિલ્મનું એડિટ પણ પુર્ણ થયું છે અને હવે ટ્રેલર લોન્ચ કર્યુ છે. અમે રિલિઝ ડેટન 17 ફેબ્રુઆરી નક્કી કરી છે.  હું તમને સૌથી રસપ્રદ વાત એ કહું કે ફિલ્મ લખતી વખતે જ ફિલ્મનાં તમામ પાત્રો મારા દિમાગમાં હતા એટલે મારે આર્યાનું કેરેક્ટર લખવું હતું તેની સિક્વન્સ લખવી હતી તો મારા દિમાગમાં જાનકી બોડીવાલાનું આ પાત્ર માટેનો રોલ ફિક્સ હતો. એ રીતે હિતુ કનોડિયા હિતેન કુમાર અને નિલમ પંચાલ ફિક્સ હતા. ખાલી મારી ટીમે એક ઓડિશન લેવું પડયું અને એ આર્યાના નાના ભાઈ એટલે કે જાનકી બોડીવાલાના ભાઈના કેરેક્ટર માટે હતું. આમ તો ઓડિશન નહોતું અમે ત્રણથી ચાર બાળકો જ  બસ મળ્યા હતા અને ત્યારબાદ એ કેરેક્ટરમાં ફીટ બેસે એવો બાળક મળી ગયો.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં વિસ્ફોટ: બાબર આઝમ-સરફરાઝ અહેમદની ટીમો વચ્ચે ચાલી રહેલી મેચ રોકાવતા પથ્થરમારો

સવાલ- આ ફિલ્મ બ્લોક બસ્ટર કહી શકાય ?

ક્રિશ્નદેવ યાજ્ઞિકનો જવાબ- વર્ષ 2023ની આ એવી પહેલી ફિલ્મ છે જે ગુજરાતી ભાષામાં સિવાય બોલિવડુમાં પણ બની નથી. વશીકરણ પર ફિલ્મ બનાવવી તે વિશે અત્યાર સુધી કોઈને વિચાર નહીં આવ્યો એટલે આ ફિલ્મને જોવા માટે લોકો ખરેખર આવશે કારણ કે વશીકરણ થયા બાદ શું થાય છે એ ટ્રેલરમાં છે. કેવી રીતે આર્યા એટલે કે જાનકી બોડીવાલા વશીકરણમાંથી છુટશે એ જોવા માટે ફિલ્મ જોવી પડશે.

ક્રિષ્નાદેવ યાજ્ઞિક સાથે વાત કર્યા બાદ ફિલ્મમાં પિતાનો રોલ નિભાવનાર હિતુ કનોડિયા સાથે ન્યુઝ18 ગુજરાતીએ વાતચીત કરી હતી. ન્યુઝ18 વેબસાઈટ માટે વાતચીત કરતાં હિતુ કનોડિયાએ જણાવ્યું કે મનોરંજનની દુનિયાનો એક નિયમ છે કે જ્યારે રોલ કેમેરા થાવ ત્યારે તમારે પાત્રમાં જીવ રેડીને કામ કરવું પડે મારી સાથે પણ એવું જ છે. જે દુનિયામાં હોઉં એ દુનિયા જીવી જાઉ છું.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati film industry, Gujarati movies, Hitu Kanodia

विज्ञापन