Home /News /ahmedabad /

Yoga Day 2022: યોગ દિવસની અમદાવાદમાં ઉજવણી, 2 કલાકમાં 200 મહિલાઓએ 20 આસનો કર્યા

Yoga Day 2022: યોગ દિવસની અમદાવાદમાં ઉજવણી, 2 કલાકમાં 200 મહિલાઓએ 20 આસનો કર્યા

નિકોલમાં 2 કલાકમાં 200 મહિલાઓએ 20 જેટલા આસનો કરીને દિવસની ઉજવણી કરી હતી.

નિકોલ વિસ્તારમાં પલક એરોબિક્સ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં 200 થી વધુ મહિલાઓ એ અલગ-અલગ આસનો કરી દિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે 2 કલાકમાં 200 મહિલાઓએ 20 જેટલા આસનો કરીને દિવસની ઉજવણી કરી હતી.

અમદાવાદ: પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગવિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવાતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં વર્ષ 2015 થી દર વર્ષે 21મી જુનના દિવસને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" (International Yoga Day 2022) તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણીના ભાગરુપે સમગ્ર ગુજરાતમાં "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "માનવતા માટે યોગા" (Yoga for Humanity) ની થીમ આધારીત જુદા જુદા 75 સ્થળો પર આયોજન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમ અમદાવાદ શહેરના સાબરમતી રીવરફ્રન્ટના ઈવેન્ટ સેન્ટર ખાતે માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાણાં મંત્રી ડો. ભાગવત કિશનરાવ કરાડ, ગૃહ રાજ્યમં હર્ષ સંઘવી,મેયર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બહોળા પ્રમાણમાં યોગ સહભાગીતાઓએ ભાગ લીધેલ હતો.આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "માનવતા માટે યોગા" (Yoga for Humanity) ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શહેરમાં એસ.વી.પી. હોસ્પિટલ, વિર સાવરકર સ્પોર્ટસ સંકુલ, વિક્ટોરીયા ગાર્ડન, પ્રહલાદનગર ગાર્ડન તેમજ વિવિધ બગીચાઓ સહિત સાતેય ઝોનમાં 55 થી પણ વધારે જગ્યાઓ પર યોગ શિક્ષકોની હાજરીમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- 'ભગવદ્દ ગીતા'ના પાઠનું શુ થયું? શિક્ષણ વિભાગની જાહેરાત પોકળ સાબિત થઇ

કાંકરીયા લેક ફ્રન્ટ ખાતે 150 થી વધુ રેપિડ એક્શન ફોર્સના જવાનો તથા એન.સી.સી.ની નેવલ વિંગ તથા એરફોર્સના 250 થી વધુ કેડેટ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખુબજ મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના તમામ વયજુથના લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તેમજ સ્થાનિક ધારાસભ્યો, કાઉન્સીલરો પણ જુદી-જુદી જગ્યાઓ પર ઉપસ્થિત રહીને લોકોને યોગને રોજીંદા જીવનમાં વણી લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો- મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું? હત્યાનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઇ

નિકોલમાં 200 મહિલાઓના યોગા

નિકોલ વિસ્તારમાં પલક એરોબિક્સ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં 200 થી વધુ મહિલાઓ એ અલગ-અલગ આસનો કરી દિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે 2 કલાકમાં 200 મહિલાઓએ 20 જેટલા આસનો કરીને દિવસની ઉજવણી કરી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: Benefits of Yogasan, International Yoga Day 2021, Yoga day programme, Yoga diwas

આગામી સમાચાર