અમદાવાદઃ હોસ્પિટલમાં સગીરા પર અને પડોશીએ યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ

અમરાઈવાડી વિસ્તારમાં પણ એક 35 વર્ષના વ્યક્તિએ 20 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. યુવતીને 4 મહિનાનો ગર્ભ રહી જતા મામલો સામે આવ્યો છે.

News18 Gujarati
Updated: August 29, 2019, 1:15 PM IST
અમદાવાદઃ હોસ્પિટલમાં સગીરા પર અને પડોશીએ યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 29, 2019, 1:15 PM IST
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદમાં એક દિવસમાં 2 અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. શહેરના અમરાઈવાડી અને સેટેલાઈટ વિસ્તારમાં બનાવ બન્યો છે.

પહેલા બનાવની વાત કરીએ તો સેટેલાઈટમાં એક ખાનગી હોસ્પિટલમાં એક યુવકે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. યુવકે હોસ્પિટલમાં આવેલા સ્ટોર રૂમમાં સગીરા સાથે આ કૃત્ય કરતા મામલો સામે આવ્યો છે. પોલીસે પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કર્યું છે.

ત્યારે બીજી ઘટનામાં અમરાઈવાડી વિસ્તારમાં પણ એક 35 વર્ષના વ્યક્તિએ 20 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. યુવતીને 4 મહિનાનો ગર્ભ રહી જતા મામલો સામે આવ્યો છે. પડોશમાં રહેતા વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ યુવકે નકલી ફેસબુક ID ઉપર મેનેજર યુવતીના ફોટા ઉપલોડ કર્યા, ધરપકડ

મળતી માહિતી પ્રમાણે યુવતી માનસિક સ્થિર છે અને તલાક લઈ પોતાના પિયરમાં રેહતી હતી. પાડોશી વ્યક્તિએ વારંવાર તેની ઉપર દુષ્કર્મ આચર્યું છે. અને યુવતીને ગર્ભ રહી ગયો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
First published: August 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...