Home /News /ahmedabad /રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 2 ટકા વધ્યું, 8 મહિનાનું એરિયર્સ રોકડું મળશે

રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 2 ટકા વધ્યું, 8 મહિનાનું એરિયર્સ રોકડું મળશે

  ચૂંટણી અને બજેટ પહેલા રાજ્ય સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ અંગે જાહેરાત કરતાં નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરાયો છે. આ વધારો 1 ફ્રેબ્રુઆરીથી અમલી બનશે.

  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સમગ્ર ગુજરાત રાજ્યના બધા જ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે અગાઉ 7 ટકા મળી રહ્યો હતો, હવે કુલ મળીને 9 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. રાજ્ય સરકારે કરેલી નવી જાહેરાતનો અમલ આગામી 1 ફ્રેબ્રુઆરીથી જ કરવામાં આવશે. તો નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના પેન્શનરોને પણ મળશે. સાથે જ સરકારી કર્મચારીઓને એરિયર્સ સાથેનો પગાર માર્ચમાં મળશે.

  રાજ્ય સરકારે કરેલી નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના 9.61 કરોડ કર્મચારીને મળશે, તો નવી જાહેરાતથી સરકાર ઉપર વાર્ષિક 771 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ આવશે.
  Published by:Sanjay Vaghela
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन