અમદાવાદમાં કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ બન્ને દર્દીઓની સારવાર ચાલી રહી છે. હાલમાં વૃદ્ધ મહિલાને આઈસોલેશન વોર્ડમાં ઓક્સિજન પર રાખવામાં આવી છે. જ્યારે 18 મહિનાના બાળકની સ્થિતિ સ્ટેબલ છે.
Parth Patel, Ahmedabad: લાંબા સમય બાદ ફરીથી સિવિલ હોસ્પિટલના 1200 બેડમાં કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં એક મહિલા અને 18 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સમાચાર મળતા જ લોકોમાં ફરીથી કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે.
આઈસોલેશન વોર્ડમાં મહિલાને ઓક્સિજન પર રાખવામાં આવી
સિવિલ હોસ્પિટલમાં થોડા સમય પહેલા જ એક વૃદ્ધાને ન્યૂમોનિયાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા અને મહિલાને રજા આપ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થતા ફરીથી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ લક્ષણો જણાતા કોરોનાનો રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જેમાં તે કોરોના સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું છે.
હાલમાં તેને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓક્સિજન પર રાખવામાં આવી છે. જ્યારે 18 મહિનાના બાળકની સ્થિતિ સ્ટેબલ છે. આ અગાઉ સિવિલ હોસ્પિટલ તરફથી એક પણ દર્દી દાખલ નથી તેવું જણાવવામાં આવ્યું હતું. બાદમાં દર્દીને કોરોના પોઝિટિવ આવતા સૌ કોઈમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
દાખલ દર્દીના પરિવારને પણ ઘરે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નાનાં-મોટાં લક્ષણવાળા દર્દી આવતા-જતા હોય છે.
હાલમાં એક મહિલા અને 18 મહિનાનું નાનું બાળક કોરોના પોઝિટિવ હોવાથી તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જેમાં મહિલાને ઓક્સિજન હેઠળ રાખવામાં આવી છે. સાથે બાળકની પણ સારવાર કરાઈ રહી છે. જ્યારે દાખલ દર્દીના પરિવારને પણ ઘરે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.