ભારે વરસાદના કારણે ST બસની 1988 ટ્રીપ બંધ, લાખો રૂપિયાનું નુકસાન
News18 Gujarati Updated: August 11, 2019, 4:38 PM IST

ST બસની ફાઇલ તસવીર
છેલ્લા બે દિવસમા 294 રૂટ બંધ થતા 1988 ટ્રીપ રદ કરવી પડી હતી. જેના કારણે બે દિવસમા એસટી નિગમને લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું.
- News18 Gujarati
- Last Updated: August 11, 2019, 4:38 PM IST
વિભુ પટેલ, અમદાવાદઃ ભારેથી અતિભારે વરસાદ થયો અને ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. છેલ્લા બે દિવસમા 294 રૂટ બંધ થતા 1988 ટ્રીપ રદ કરવી પડી હતી. જેના કારણે બે દિવસમા એસટી નિગમને લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું. જો કે પ્રવાસીઓની સલામતી માટે એસટી નિગમ દ્વારા રૂટ બંધ કરવામાં આવ્યા હતા.
જ્યાં વધારે પાણી હોય તેવા રૂટમાં બસ ન લઈ જવા માટે પણ એસટી બસના ડાઈવરને સુચના આપવામાં આવી હતી. ભારે વરસાદના કારણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, વલસાડ, પાલનપુર સહિતના ડિવિઝનના રૂટ બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે 10 ઓગસ્ટના 97 રૂટની 1383 ટ્રીપ રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ-તસવીરોઃ અમદાવાદમાં વરસાદનો વિરામ છતાં કરોડો રુપિયાના બંગલાઓ પાણીમાં
તો 11 ઓગસ્ટના 191 રૂટની 605 ટ્રીપ રદ કરાઈ..આજે સૌથી વધુ અમદાવાદ ડિવિઝનના રૂટ બંધ રહ્યા હતા. અમદાવાદ ડિવિઝનના 93 રૂટ બંધ રહેતા એસટી બસની 93 ટ્રીપ રદ કરવામાં આવી છે. તો વડોદરા ડિવિઝનની 50 ટ્રીપ અને કચ્છની 56 ટ્રીપ બંધ રહી છે. વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક રૂટો પર પાણી ભરાયેલા છે.

Loading...