Home /News /ahmedabad /ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા 182 વિજેતામાંથી સૌથી વધુ આ સમાજના, 1 મુસ્લિમ વિજેતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા 182 વિજેતામાંથી સૌથી વધુ આ સમાજના, 1 મુસ્લિમ વિજેતા
ભાજપે માત્ર સૌથી વધુ બેઠકો જ જીતી નહીં પરંતુ આ વખતે ભાજપે બમ્પર વોટ પણ મેળવ્યા.
Gujarat Assembly Election 2022 Result: ભાજપે માત્ર સૌથી વધુ બેઠકો જ જીતી નહીં પરંતુ આ વખતે ભાજપે બમ્પર વોટ પણ મેળવ્યા હતા. પહેલીવાર ભાજપને 50 ટકાથી વધુ મત મળ્યા છે. આ વખતે ભાજપને 53 ટકાથી વધુ મત મળતા જીત પણ દમદાર બની ગઈ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલાં જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્કંઠા જોવા મળી હતી. અંતે ચૂંટણીપંચે 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરતાં આતુરતાનો અંત આવ્યો હતો. જેવું પીએમ મોદીએ કહ્યું હતું તેવું જ થયું. ગુજરાતમાં ભાજપને છેલ્લા 37 વર્ષ સહિતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સત્તામાં તો ભાજપ 27 વર્ષથી છે પરંતુ 1985માં કોંગ્રેસે 149 બેઠક હાંસલ કરી હતી તે રેકોર્ડ ધ્વસ્ત કરવાનું સપનું બાકી હતું. અબ કી બાર તે પણ પૂર્ણ થઈ ગયું છે. 150થી વધુ બેઠક મેળવી ભાજપ તમામ વિપક્ષી પાર્ટીઓને ચિત્ત કરી નાંખી છે. ગુજરાત મોદી મય બની ગયું અને કેસરીયા કેસરિયા થઈ ગયું છે.
ભાજપે માત્ર સૌથી વધુ બેઠકો જ જીતી નહીં પરંતુ આ વખતે ભાજપે બમ્પર વોટ પણ મેળવ્યા હતા. પહેલીવાર ભાજપને 50 ટકાથી વધુ મત મળ્યા છે. આ વખતે ભાજપને 53 ટકાથી વધુ મત મળતા જીત પણ દમદાર બની ગઈ છે. ગુજરાત ભાજપની જોરદાર જીતની પાછળ મોદીનો આભાર માન્યો હતો. પીએમ મોદીની વિકાસની રાજનીતિ અને અને ગુજરાતીઓનો પ્રેમે ભાજપને બમ્પર જીત મળી. ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે, ગુજરાતના દિલમાં તો મોદી જ છે. મોદી તો તો બધું જ શક્ય છે એટલે જ આમ આદમી પાર્ટીની હાલત ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવી હાલત થઈ ગઈ. તો કોંગ્રેસના અસ્તિત્વ પર જ સવાલ ઉભા થઈ ગયા 1990 બાદ સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું. પરંતુ આપને 12 ટકા મત મળતા આપ રાષ્ટ્રીય પાર્ટી જરૂર બની ગઈ. ત્યારે 2022ની જીતમં કેટલા ઉમેદવાર કઈ જ્ઞાતિના જીત્યા તેની વાત કરીએ તો...
એટલું જ નહીં ભાજપના વાવાઝોડામાં અને મોદી લહેરમાં કોંગ્રેસ એવી ફંગોળાઈ ગઈ કે, કોંગ્રેસના 44 ઉમેદવારો તો પોતાની ડિપોઝીટ પણ ન બચાવી શક્યા. જ્યારે આપના 144 ઉમેદવારો ડિપોઝિટ ન બચાવી શક્યા. મધ્ય ગુજરાતની 61માંથી 55 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ઉત્તર ગુજરાતની 32માંથી 22 બેઠક પર ભાજપની ભવ્ય જીત છે. સૌરાષ્ટ્રની 54માંથી 46 બેઠકો પર ભગવો લહેરાયો અને દક્ષિણ ગુજરાતની 35માંથી 33 બઠેકો જીતી તમામ ઐતિહાસિક વિજય મેળવ્યો. ભાજપના નવા 68 ચહેરાઓમાંથી 7 હાર્યા, કોંગ્રેસના 30 નવા ચહેરામાંથી માત્ર એકને જ સીટ મળી છે.
સૌથી વધુ સંપત્તિ ધરાવતા 10 ઉમેદવારમાંથી 8ની જીત થઈ છે. જ્યારે સૌથી નાની ઉંમરના 10 ઉમેદવારોમાંથી માત્ર 5ની જીત થઈ છે અને 5ને તો રાજકારણમાં જ એન્ટ્રી મળી નથી. જ્યારે પીઢ અને સૌથી મોટી ઉંમરના 10 ઉમેદવારોમાંથી 8ની જીત થઈ છે અને 2ને હવે લોકોએ જાણે નિવૃત્ત કરી દીધા હોય તેવો માહોલ સર્જાયો છે. તો 20 બળવાખોરમાંથી માત્ર ત્રણને જ બળવાખોરી 'ફળી'! મધુ શ્રીવાસ્ત્વ સહિત 14 નેતાને તો કારમી હાર મળી, ત્રણે આપી જોરદાર ટક્કર. બીજી તરફ મોદીના પ્રચંડ વાવાઝોડામાં કેટલાય રેકોર્ડ તૂટ્યા. આઝાદી બાદ ક્યારેય ભાજપે ન જીતેલી બેઠકો જેવી કે માંડવી, તાપી-વ્યારા, બોરસદમાં ભગવો લહેરાયો.