અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આઇપીએસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ થઇ રહી હતી. આવામાં દિવાળીના દિવસે જ રાજ્યના 17 આઇપીએસ ઓફિસરની બદલી કરવામાં આવી છે. સુરત, જૂનાગઢ, રાજકોટ, વડોદરાના રેન્જ આઇજી બદલાયા છે.. જ્યારે સુરત શહેર ટ્રાફિકના જેસીપી અને અમદાવાદ સેક્ટર-2ના એસીપીની બદલી કરવામાં આવી છે.
રાજ્યના 17 IPSની બદલી
- સુરત રેન્જ IG રાજકુમાર પાંડિયનની બદલી - રેલવે ADGP તરીકે પાંડિયનની બદલી - પીયૂષ પટેલ બન્યા સુરત રેન્જ IG - મયુંક ચાવડાને જૂનાગઢ રેન્જ IG બનાવાયા - અશોક યાદવને રાજકોટના રેન્જ IG બનાવાયા - સંદીપસિંઘને વડોદરાના રેન્જ IG બનાવાયા - ગૌતમ પરમારને ભાવનગર રેન્જ IG બનાવાયા - ડી.એચ.પરમારને સુરત શહેર ટ્રાફિકના JCP બનાવાયા - એમ.એસ.ભરાડાને અમદાવાદ સેક્ટર-2ના JCP બનાવ્યા - ચિરાગ કોરડિયાને પંચમહાલ DIGP બનાવાયા - એ.જી.ચૌહાણની અમદાવાદ ટ્રાફિક JCP તરીકે બદલી - આર.વી.અસારી DIGP ઈન્ટેલિજન્સ-2 બન્યા - નિરજ બડગુજરને બઢતી સાથે બદલી - બડગુજરને અમદાવાદ સેક્ટર-1 JCP બનાવાયા - અજય ચૌધરી બન્યા અમદાવાદ સ્પેશિયલ બ્રાંચના JCP બન્યા - કે.એન.ડામોરને સુરત સેક્ટર-2 ACP બનાવાયા - સૌરભ તોલંબિયા રાજકોટ એડમિન, ટ્રાફિક, ક્રાઈમ ACP - ખુર્શીદ અહમદની ADGP પ્લાનિંગ અને આધુનિકરણમાં બદલી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓેમાં લાગેલ ચૂંટણી પંચ ગુજરાત સરકારથી નારાજ છે. ગુજરાત તરફથી ચૂંટણી પંચને હજૂ સુધી ચૂંટણી સાથે જોડાયેલ ટ્રાંસફર અને પોસ્ટીંગ રિપોર્ટ મળ્યો નથી. આ જ કારણ છે કે, રિપોર્ટ ન મળવાના કારણે ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી પાસેથી રિપોર્ટ માગ્યો છે.
કહેવાય છે કે, ચૂંટણી સાથે જોડાયેલ ટ્રાંસફર-પોસ્ટીંગ રિપોર્ટ ન મળતા આયોગે બંને અધિકારીઓ પાસે જવાબ માગ્યો છે અને રિપોર્ટમાં આપવામાં મોડુ થવાનું કારણ પુછ્યું છે. ચૂંટણી પહેલા નિયમ આધારિત ટ્રાંસફર અને પોસ્ટીંગ કરવાના વારંવાર નિર્દેશ છતાં ગુજરાત અત્યાર સુધીમાં રિપોર્ટ મોકલી શક્યું નથી.
હકીકતમાં 1 ઓગસ્ટના નિયમ અને શરતો આધારિત ટ્રાંસફર અને પોસ્ટીંગ માટે ચૂંટણી પંચે દિશા-નિર્દશો મોકલ્યા હતા અને 30 સપ્ટેમ્બર સુધી રિપોર્ટ આપવા માટે કહ્યું હતું પણ ગુજરાતમાંથી હજુ સુધી રિપોર્ટ મળ્યો નથી. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, 19 ઓક્ટોબરે ચૂંટણી પંચ તરફથી બંને અધિકારીઓને રિપોર્ટ આપવા માટે પત્ર પણ લખ્યો હતો, પણ રિપોર્ટ મોકલ્યો નથી.