Home /News /ahmedabad /ધોરણ-10ના પરિણામનું પોસ્ટમોર્ટમઃ આ 157 શાળાઓમાં એવું તો શું થયું કે વધી રહી છે ચિંતા?
ધોરણ-10ના પરિણામનું પોસ્ટમોર્ટમઃ આ 157 શાળાઓમાં એવું તો શું થયું કે વધી રહી છે ચિંતા?
ધોરણ-10ના પરિણામનું પોસ્ટમોર્ટમ
GSEB 10th Result Postmortem: ધોરણ-10નું પરિણામ જાહેર થઈ ગયું છે, આ પરિણામના આંકડામાં કેટલીક બાબતો ચોંકાવનારી સાબિત થઈ રહી છે. 0 ટકા પરિણામ લાવનારી અને 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓએ ચિંતા ઉભી કરી છે.
અમદાવાદઃ દરેક બાળકની ભણવામાં ધગશ અને તેને સમજવાની શક્તિ અલગ-અલગ હોય છે. જોકે, આખી શાળાના બાળકો ભણવામાં પાછળ રહી જાય તો આશ્ચર્ય જરુર થાય. આવી શાળાઓની સંખ્યા પાછલા વર્ષ કરતા વધી છે. ગુરુવારે ધોરણ-10નું પરિણામ જાહેર થયું જે ગત વર્ષ કરતા ઓછુ છે. અને આશ્ચર્યની વાત એ પણ છે કે 30 ટકાથી ઓછુ પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા 1084 છે. આ સિવાય શાળામાંથી એક પર વિદ્યાર્થી પાસ ના થયો હોય તેવી શાળાઓનો આંકડો 150ને પાર થઈ ગયો છે.
ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને આ પરિણામ જાહેર થતાં કેટલીક આશ્ચર્યજનક બાબતો પણ સામે આવી છે. અને એ આશ્ચર્યની બાબત એ છે કે રાજ્યમાં 157 જેટલી શાળાઓનું પરિણામ 0% આવ્યું છે. જ્યારે 30 ટકાથી ઓછુ પરિણામ લાવનારી 1084 શાળાઓ સામે આવી છે.
ગત વર્ષે અમદાવાદ જિલ્લાની અંદાજે 150 જેટલી શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછુ આવ્યું હતું. જ્યારે અંદાજે 20 જેટલી શાળાઓ એવી સામે આવી હતી કે જે છેલ્લા 3 વર્ષથી પરિણામ ઓછું લાવી રહી છે. સતત નબળા પરિણામ ધરાવતી શાળાઓનું પરિણામ સુધારવા અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા શાળાઓને દત્તક લેવાની યોજના પણ બનાવી હતી પરંતુ છતાં આવી શાળાઓ પરિણામમાં સુધારો લાવી શકી નથી.
પરિણામના મહત્વના આંકડા પર નજર
અમદાવાદ શહેર 10 ટકાથી ઓછુ પરીણામ ધરાવતી 17 શાળાઓ 20 ટકા જેટલુ પરિણામ ધરાવતી 19 શાળાઓ 30 ટકા જેટલુ પરિણામ ધરાવતી 33 શાળાઓ 40 ટકા જેટલુ પરિણામ ધરાવતી 54 શાળાઓ 50 ટકા જેટલુ પરિણામ ધરાવતી 66 શાળાઓ
અમદાવાદ ગ્રામ્ય 10 ટકાથી ઓછુ પરીણામ ધરાવતી 7 શાળાઓ 20 ટકા જેટલુ પરિણામ ધરાવતી 26 શાળાઓ 30 ટકા જેટલુ પરિણામ ધરાવતી 33 શાળાઓ 40 ટકા જેટલુ પરિણામ ધરાવતી 47 શાળાઓ 50 ટકા જેટલુ પરિણામ ધરાવતી 78 શાળાઓ
મહત્વનું છે કે, અગાઉના બે વર્ષ પહેલા કોરોનાએ જે હાહાકાર મચાવ્યો હતો તેની અસર શિક્ષણ પર જબરદસ્ત થઈ હતી. અને હજુ પણ એ અસરમાંથી બહાર આવી શક્યું નથી. જો કે કોરોના બાદ શાળાઓનું પરિણામ સુધારવા પ્રયાસો કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને થયેલા લર્નિંગ લોશને લઈને શિક્ષકોને વધુ સમય ફાળવવા પણ તૈયાર કરવામાં આવ્યા છતાં પરિણામ શુન્ય જ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.