Home /News /ahmedabad /MD ડ્રગ્સ મામલે વધુ એક ખુલાસો, આરોપી મહેશ વૈષ્ણવના ઘરેથી 50 લાખ રોકડા મળ્યા

MD ડ્રગ્સ મામલે વધુ એક ખુલાસો, આરોપી મહેશ વૈષ્ણવના ઘરેથી 50 લાખ રોકડા મળ્યા

MD Drugs supplied: રાજસ્થાનના ડ્રગ માફિયા જાવેદને પણ 100 કિલો જેટલુ ડ્રગ્સ આ ફેક્ટરીમાંથી બનાવીને મોકલી આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 1 કિલો ડ્રગ્સ 4.5 લાખ રૂપિયામાં વેચ્યું હોવાનું પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબુલ્યુ છે.

MD Drugs supplied: રાજસ્થાનના ડ્રગ માફિયા જાવેદને પણ 100 કિલો જેટલુ ડ્રગ્સ આ ફેક્ટરીમાંથી બનાવીને મોકલી આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 1 કિલો ડ્રગ્સ 4.5 લાખ રૂપિયામાં વેચ્યું હોવાનું પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબુલ્યુ છે.

વડોદરાના સાવલીમાંથી પકડાયેલ એમડી ડ્રગ્સની ફેક્ટરી બાદ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ લોકડાઉન બાદ મુંબઈ અને રાજસ્થાનના ડ્રગ્સ માફિયાઓને 150 થી 300 કિલો જેટલું તૈયાર MD ડ્રગ્સ વેચ્યાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે આરોપી મહેશ વૈષ્ણવના ઘરે તપાસ કરતા 50 લાખ રોકડ પણ કબ્જે કરવામાં આવ્યા છે. મુંબઈના ડ્રગ્સ માફિયા ઇબ્રાહિમ હુસેન ઓડિયા 150થી 200 કિલો જેટલું વેચ્યા હોવાનું સામે આવી છે ત્યારે રાજસ્થાનના ડ્રગ માફિયા જાવેદને પણ 100 કિલો જેટલુ ડ્રગ્સ આ ફેક્ટરીમાંથી બનાવીને મોકલી આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 1 કિલો ડ્રગ્સ 4.5 લાખ રૂપિયામાં વેચ્યું હોવાનું પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબુલ્યુ છે.

શું થયું છે અત્યાર સુધીમાં?

ગુજરાત ATS દ્વારા 1125 કરોડનું એમડી ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે. MD ડ્રગ્સ કેસમાં પકડવામાં આવેલા 6 આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી અન્ય કઈ જગ્યા પરથી ડ્રગનો કાળો કારોબાર ચલાવતા હતા? કાચો માલ ક્યાંથી આવતો હતો આમાં કોણ કોણ આવેલું છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ATS ની ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ATSને તપાસ દરમ્યાન આરોપીઓ પાસેથી અલગ-અલગ કડીઓ હાથ લાગી હતી અને ડ્રગ્સ કનેક્શન ક્યાં ક્યાં સુધી લંબાયું છે તે દિશામાં તપાસ કરતા ડ્રગ કનેક્શન મોરબી સુધી પણ લંબાયું હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો- સી પ્લેનના વોટર વે માટે નાખેલા બોયા તણાઇને વાસણા બેરેજ પહોંચી ગયા

સિન્થેટિક માદક પદાર્થ બનાવતા મહેશ ધોરાજીના કહેવાથી આરોપી દિલીપ વઘાસિયા સહઆરોપી પિયુષ પટેલ પહેલે જ પાર્ટનરશીપ કરી ડ્રગનો કાળો કાળો બહાર ચલાવતા હતા. અને મોરબી ખાતેની એક કેમિકલ ફેક્ટરીના માણસો સાથે સંપર્ક કરાવી પિયુષ પટેલ મહેશ ધોરાજી સદર કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવાનું શરૂ કરેલ હતું.

આ પણ વાંચો- લિફ્ટ લઈને 15 ઓગસ્ટથી આ ગુજરાતી યુવાન નીકળ્યો છે ફ્રી કોસ્ટ ભારત યાત્રાએ

અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવા માટેની પ્રક્રિયા કુલ 7 સ્ટેજથી હોય છે. જે પૈકી આરોપીઓએ શરૂઆતના બે સ્ટેજ પ્રક્રિયા પૂર્ણ કરી દીધેલ હતી. જેના પરિણામ સ્વરૂપે ઇન્ટરમિડીયેટ કેમિકલ પાઉડર બે અમોનિયા, પાંચ ક્લોરા બેન્જોફીનાલ બનાવવા આવ્યું. જે મોરબી ફેક્ટરીના ગોડાઉનમાં પડેલ હોવાની માહિતી મળતા જ ગુજરાત ATSના અધિકારી સહિતની ટીમ ગત તારીખ 19 ઓગસ્ટના રોજ મોરબી ખાતે આવેલ સદર કેમિકલ ફેક્ટરી ના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

રેડ દરમ્યાન ATSની ટીમે ઇન્ટરમિડીયેટ કેમિકલ પાઉડર બે અમોનિયા, પાંચ ક્લોરા બેન્જો ફીનાલનો 1700 કિલોગ્રામ જથ્થો અને 3400000 રિકવર કરી સિઝ કર્યા અને FSL ટીમને કેમિકલનું વૈજ્ઞાનિક પૃથકરણ માટે મોકલવામાં આવ્યું.
Published by:rakesh parmar
First published:

Tags: Drugs racket, અમદાવાદ, એમ.ડી ડ્રગ્સ, ગુજરાત, ડ્રગ્સ માફિયા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन