Home /News /ahmedabad /અમદાવાદ: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ગોતામાં 2 ઈંચ, જાણો - કયા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબક્યો
અમદાવાદ: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ગોતામાં 2 ઈંચ, જાણો - કયા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબક્યો
શહેરમાં વરસાદ પગલે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદો મળી હતી. રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહશે. હજુ આગામી દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે
શહેરમાં વરસાદ પગલે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદો મળી હતી. રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહશે. હજુ આગામી દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે
અમદાવાદ શહેરમાં ભાર ઉકરાટ અને બફારા બાદ મોડી સાંજેથી ભારે પવન અને ગાજવીજ સાથે એક કલાક વરસાદ અવીરત વરસ્યો હતો. એએમસી કંટ્રોલ રૂમે જાહેર કરાયેલા આંકડા મુજબ શહેરના સાંજના ૬થી ૮ કલાક સુધી સરેરાશ ૧૮ એમએમ વરસાદ નોધાયો હતો. જેમાં સૌથી વધુ ગોતા વિસ્તારમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.
પૂર્વ ઝોન-૧૪mm, પશ્ચિમ ઝોન -૧૧mm, ઉત્તર પશ્ચિમ ઝોન -૩૫mm, દક્ષિણ પશ્ચિમ ઝોન -૨૦mm, મધ્યઝોન -૧૫mm, ઉત્તર ઝોન ૧૧mm, દક્ષિણ ઝોન - ૨૪.
શહેરમાં વરસાદ પગલે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદો મળી હતી. આંબાવાડી સર્કલ, માણેકબાગ ચાર રસ્તા, સીએન વિદ્યાલય સર્કલ, હેલ્મેટ સર્કલ, એઇસી બ્રિજ અને શિવરંજની બ્રિજ નીચે તેમજ મેટ્રો પ્રોજેકટ કામગરી ચાલી રહી હતી તે વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહશે. હજુ આગામી દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હત, પરંતુ સાંજ બાદ એક કલાક સતત વરસાદ શહેરમાં વરસ્યો હતો.