Home /News /ahmedabad /15 દિવસ પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલા યુવક સાથે થયું એવુ કે રોવાનો વારો આવ્યો

15 દિવસ પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલા યુવક સાથે થયું એવુ કે રોવાનો વારો આવ્યો

યુવકને રોવાનો વારો આવ્યો

Ahmedabad: શહેરમાં રહેતા એક યુવકે રાજસ્થાનની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 15 જ દિવસમાં યુવતીએ પતિને દૂધ લેવા મોકલી ઘર બંધ કરી દીધું હતું. પતિ દૂધ લઈને આવ્યો તો પત્નીએ દરવાજો ન ખોલ્યો અને તેના પિયરજનોને બોલાવતા તેઓ 3.30 લાખના દાગીના સાથે યુવતીને લઈને જતા રહેતા યુવકને રોવાનો વારો આવ્યો છે. 

વધુ જુઓ ...
અમદાવાદ: દરિયાપુર દરવાજા પાસે રહેતો 30 વર્ષીય યુવક તેના પરિવાર સાથે રહે છે અને ઘર પાસે જ પાનમસાલાનો ગલ્લો ચલાવી ગુજરાન ચલાવે છે. આ યુવકના લગ્ન વર્ષ 2022માં રાજસ્થાનની એક 24 વર્ષીય યુવતી સાથે થયા હતા. યુવકના લગ્ન વખતે પત્નીને તેમજ તેના માતા પિતાને લગ્ન બાબતેના 1.50 લાખ અને દાગીના આપવાનું નક્કી કરેલ હોવાથી તે વખતે યુવતીના માતા-પિતા તથા પત્નીના સગા બનેવીને લગ્નના દિવસે જ આપેલા હતા.  ત્યારબાદ યુવક તેની પત્ની તથા માતા પિતા સાથે જ રહેતાં હતાં.

પતિ દુધ લેવા ગયો પત્નીએ ઘર બંધ કર્યું


આ ઘર નાનું હોવાથી સુવા બેસવાની અગવડતા પડતી હોવાથી બીજું એક મકાન દુધેશ્વર રોડ પર હતું તેમાં બને પતિ પત્ની સુવા બેસવા સારુ જતા હતાં. લગ્ન બાદ એક દિવસ આ યુવક પાનના ગલ્લા ઉપર જતો હતો આ વખતે પત્નીએ કહેલ કે તમે દુધ લઇને આવો, જેથી તે દૂધ લેવા ગયો અને દુધ લઇને પરત ઘરે આવેલ ત્યારે આ તેની પત્નીએ અંદરથી કોઇ પણ કારણ વગર દરવાજો બંઘ કરી દીધો અને ઘણાં સમય સુધી દરવાજો ખખડાવતાં પત્નીએ દરવાજો નહિ ખોલતાં આજુબાજુના માણસો ભેગા થઇ જતાં યુવકે પત્નીના બનેવીને ફોન કરી બોલાવી લીધા હતા.

આ પણ વાંચો: CBI અને CGSTને મળી વધુ એક સફળતા, સુપરિન્ટેન્ડન્ટ એક લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

દર દાગીના લઈ પત્ની ફરાર


તેના બનેવી થોડીવારમાં આવી જતાં તેઓએ આ ફ્લેટના દરવાજો તોડીને યુવકની પત્નીને બહાર કાઢી અને આ યુવકે તેની પત્ની કેમ આમ કરે છે તેને સમજાવતો હતો. ત્યારે યુવતીના બનેવીએ તેને કહ્યું કે, એ તારી પત્ની નથી તેના તારી સાથે કોઇ લગ્ન થયેલ નથી અને તેને તારે ભૂલી જવાની છે. હવે અમે યુવતીને બીજે લગ્ન કરાવી ત્યાંથી પણ પૈસો લઇશું અને આ બાબતે કોઇ વાત કરી તો તને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવકની પત્નીને તેઓના ઘરે નરોડા ખાતે લઇ ગયા હતો.

આ પણ વાંચો: આ જેલના 140 કેદીઓને થયો એઇડ્સ, તપાસ બાદ હરકતમાં આવ્યું પ્રશાસન

પૈસા અને દાગીના લઈને દુલ્હન ફરાર


વિગતો પ્રમાણે આ યુવતીનો બનેવી બધા દાગીના પણ સાથે જ લઇ ગયેલ હતો. આ દરમ્યાનમાં યુવકના માતા પિતા યુવતીને મળવા માટે અને સમજાવવા માટે નરોડા ગયા હતા. પરંતુ યુવતીના બનેવીએ કોઈ વાતચીત પણ કરવા દીધી નહોતી. સાથે સાથે યુવક પણ તેની પત્નીને ઘરે આવવા માટે કહેતો ત્યારે આ તમામ લોકો અહીં આવવાનું નહી આવવાની ધમકી આપતા હતા. આમ આરોપીઓએ લગ્ન કરાવી 3.30 લાખના દાગીના પચાવી પાડી યુવતીને લઇ જઇ ગુનાહિત કાવતરું રચી યુવક સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે યુવકે ફરિયાદ આપતા હવે માધવપુરા પોલીસે યુવતી, તેના બનેવી, માતા પિતા સહિતના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, ગુજરાત

विज्ञापन
विज्ञापन