Home /News /ahmedabad /

145મી રથયાત્રા: જગન્નાથ મંદિર તરફથી રથયાત્રાનું સમય પત્રક જાહેર, અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે

145મી રથયાત્રા: જગન્નાથ મંદિર તરફથી રથયાત્રાનું સમય પત્રક જાહેર, અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે

રથયાત્રા ફાઇલ તસવીર (Shutterstock)

Ahmedabad Rathyatra 2022: 1/7/2022 ના રોજ મંગળા આરતી તથા રથ પ્રસ્થાન વિધિમાં દર્શનાર્થે આવતા દર્શાનાર્થીઓ માટે પાર્કિંગ વ્યવસ્થા એ.પી.એમ.સી. માર્કેટ-જમાલપુર ખાતે રાખવામાં આવી છે.

    અમદાવાદ: ત્રણ વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથ 145મી રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) રંગેચંગે નીકળશે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ પોલીસ (Ahmedabad Police) અને જગન્નાથ મંદિર (Jagannath Temple Jamalpur, Ahmedabad)તરફથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે પહેલી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથાયાત્રા (Rathyatra 2022) નીકળશે. લોકો શાંતિથી રથયાત્રાને જોઈ શકે તે માટે મંદિર તરફથી રથયાત્રાનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ વખતની મંગળા આરતીમાં દેશના ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ઉપસ્થિત રહેશે.

    જગન્નાથ મંદિર તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે રથયાત્રાના દિવસે એટલે કે તા. 1/7/2022 ના રોજ મંગળા આરતી તથા રથ પ્રસ્થાન વિધિમાં દર્શનાર્થે આવતા દર્શાનાર્થીઓ માટે પાર્કિંગ વ્યવસ્થા એ.પી.એમ.સી. માર્કેટ-જમાલપુર ખાતે રાખવામાં આવી છે. આ ઉપરાંત શ્રી જગન્નાથજી મંદિરની વેબસાઈટ www.jagannathjiahd.org ઉપર ઓનલાઇન દર્શનનો લાભ લઈ શકાશે. અમદાવાદ શહેર અને શહેરના બહાર વસતા શ્રદ્ધાલુઓ રથયાત્રા સારી રીતે જોઈ શકે તે માટે જગન્નાથ મંદિર તરફથી રથયાત્રાના અગત્યના સ્થળોનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે.

    તા. 1/7/2022, શુક્રવાર:


    ►સવારે 7:05 મંદિરથી રથયાત્રાનો શુભારંભ
    ►સવારે 9:00 મ્યુનિસિપલ કોર્પોરેશન
    ►સવારે 9:45 રાયપુર ચકલા
    ►સવારે 10:30 ખાડીયા ચાર રસ્તા
    ►સવારે 11:15 કાલુપુર સર્કલ
    ►બપોરે 12:00 સરસપુર
    ►બપોરે 1:30 સરસપુરથી પરત
    ►બપોરે 2:00 કાલુપુર સર્કલ
    ►બપોરે 2:30 પ્રેમ દરવાજા
    ►બપોરે 3:15 દિલ્હી ચકલા
    ►બપોરે 3:45 શાહપુર દરવાજા
    ►બપોરે 4:30 આર. સી. હાઇસ્કુલ
    ►સાંજે 5:00 ઘી કાંટા
    ►સાંજે 5:45 પાનકોર નાકા
    ►સાંજે 6:30 માણેકચોક
    ►સાંજે 8:30 નીજ મંદિરે પરત

    રથયાત્રા પૂર્વે મંદિરમાં ખાસ કાર્યક્રમો


    તા. 29/06/2022, બુધવાર: સવારે 8-00 વાગ્યે ભગવાન શ્રી જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભ ગૃહમાં પ્રવેશ તથા નેત્રોત્સવ પૂજા વિધિ: પછી વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવશે. સવારે 9-30 વાગ્યે ધ્વજારોહણવિધિ, જેમાં મુખ્ય અતિથિ સી. આર પાટીલ ઉપસ્થિત રહેશે. સવારે 11-00 વાગ્યે સંતોનું સન્માન જેમાં મુખ્ય અતિથિ નિતીનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

    તા. 30/-6/2022, ગુરૂવાર


    ►સવારે 10-30 વાગ્યે : સોનાવેષના દર્શન અને ગજરાજ પૂજન.

    ►બપોરે 3-00 વાગ્યે : મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પુજન વિધિ.

    ►સાંજે - 8:00 વાગ્યે : શહેર શાંતિ સમિતિની મુલાકાત.

    ►સાંજે - ૬:00 વાગ્યે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા વિશિષ્ટ પૂજા અને આરતી.

    ►સાંજે - 8: 00 વાગ્યે : મહાઆરતી

    તા.1/7/2-2022 શુકવાર:


    ►સવારે 4:00 વાગ્યે : મંગળા આરતી જેમાં મુખ્ય અતિથિ અમિતભાઇ શાહ રહેશે.

    ►સવારે 4:30 વાગ્યે : વિશિષ્ટ ભોગ (ખિચડી) ભગવાનને ધરાવાશે.

    ►સવાર 5:00 વાગ્યે : ભગવાન શ્રી જગન્નાથજીનો અતિપ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા, ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ.

    ►સવારે 5:45 વાગ્યે : રથમાં ભગવાનનો પ્રવેશ

    ►સવારે 7:05 વાગ્યે : રથયાત્રાનો શુભારંભ.




    પોલીસ આકાશમાંથી પણ રથયાત્રા પર નજર રાખશે


    આ વખતે રથયાત્રામાં હાઇટેક સાધનોથી સુરક્ષા પર નજર રાખવામાં આવશે. જેમાં આ વખતે પોલીસ સુરક્ષા માટે પેરા મોટરની મદદ લેશે. પેરા મોટરમાં હાઇટેક કેમેરા લાગ્યા હશે. જેની મદદથી આકાશમાંથી રથયાત્રા પર નજર રાખી શકાશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Amit shah, Rathyatra, Religion, Temple, અમદાવાદ, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन