Home /News /ahmedabad /અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: વેપારીના 14 લાખ 70 હજાર ભરેલી બેગ લઇ ચોર ટોળકી ફરાર

અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: વેપારીના 14 લાખ 70 હજાર ભરેલી બેગ લઇ ચોર ટોળકી ફરાર

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

Ahmedabad Crime News: આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ: દિવાળીનો તહેવાર આવતા જ કારનો કાચ તોડી કિંમતી ચીજવસ્તુ અથવા તો રોકડ રકમની ચોરી કરતી ગેંગ જાણે કે સક્રિય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. રોડ પર પાર્ક કરેલી હોન્ડા સિટી કારનો કાચ તોડીને રૂ.14,70,000 ની ચોરીનો બનાવ સામે આવ્યો છે.

શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા અને ચાંગોદરમાં કારની બેટરી બનાવવાની ફેક્ટરી ધરાવતા માહિરભાઈ મજેઠીયાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ગઈકાલે સાંજના પાંચ વાગ્યાની આસપાસ તેમની હોન્ડા સિટી કાર લઈને ચાંગોદર ખાતેની ફેક્ટરીથી સરખેજમાં મિલન કોમ્પ્લેક્સમાં આવેલ આંગડિયા પેઢીમાંથી રૂપિયા દસ લાખ લઈ બ્રાઉન કલરની લેપટોપ બેગમાં મૂક્યા હતા.

આ પણ વાંચો- ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજે દીકરીઓની અછતને પગલે સમાજનું બંધારણ બદલ્યું

જોકે તેઓ રૂપિયા ભરેલી બેગ ડ્રાઇવર સીટની બાજુમાં મૂકી વસ્ત્રાપુર ખાતે આવેલ મેનેજમેન્ટ ગયા હતા. જ્યાં તેમણ તેમની ઓફિસની સામે જાહેર રોડ પર કાર પાર્ક કરી હતી. અને કામ અર્થે ઓફિસમાં ગયા હતા. જો કે સાંજે છ વાગ્યાની આસપાસ તેમની જ ઓફિસમાં કામ કરતો રાજુ નામનો યુવક દોડતો તેમની પાસે આવ્યો હતો. અને જણાવ્યું હતું કે હોન્ડા સિટી કારનો કાચ તોડી બાઈક પર આવેલા બે ઇસમો વસ્ત્રાપુર તળાવ તરફ ફરાર થઈ ગયા છે. જેથી ફરિયાદી તુરંત જ કાર પાસે પહોંચ્યા હતા અને જોયું તો તેમની કારનો ખાલી સાઇડનો આગળનો કાચ તૂટેલો હતો અને સીટ પર મુકેલ બેગ ગાયબ હતી. જેમાં રૂપિયા 14,70,000 રોકડા અને અન્ય માલની લે-વેચના બિલ તેમજ ઓફિસના ચલણ હતા.

આ પણ વાંચો- વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણાના મોઢેરાની મુલાકાતના પગલે વહીવટી તંત્ર ખડે પગે

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. જોકે અહીં દિવાળી પહેલા બનેલી આ ઘટનાથી લોકોએ પણ સાવચેત રહેવા જેવું છે અને રોકડ રકમ લઇને જતા તેનું ધ્યાન રાખવા સચેત રહેવું જોઇએ નહીં તો ચોર ટોળકી તમારી દિવાળી બગાડી શકે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad police, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन