Home /News /ahmedabad /પીએમ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ કમિટીમાં ગુજરાતના ધોલેરા એરપોર્ટ માટે લેવાયો મહત્ત્વનો નિર્ણય

પીએમ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ કમિટીમાં ગુજરાતના ધોલેરા એરપોર્ટ માટે લેવાયો મહત્ત્વનો નિર્ણય

ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને રૂ. 1305 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવા મંજૂરી

આ એરપોર્ટ શરૂઆતના તબક્કે વાર્ષિક 3 લાખ પેસેન્જરનું વહન કરશે જે ભવિષ્યના બે દાયકામાં-20 વર્ષમાં વાર્ષિક 23 લાખ પેસેન્જર સુધી પહોચવાનો અંદાજ છે. એટલું જ નહિ 2025-26 માં વાર્ષિક 20 હજાર ટન કાર્ગો ટ્રાફિક વહન ક્ષમતા પણ 20 વર્ષમાં વાર્ષિક 2 લાખ 73 હજાર ટન પહોચે તેવી ધારણા છે.

વધુ જુઓ ...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi)ના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (Cabinet Committee)એ ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટ (Dholera New Greenfield Airport) વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને રૂ. 1305 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવા મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ આગામી 48 મહિનામાં પૂર્ણ કરવામા આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને નવી દિશા અને ગતિ આપનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારનો ગુજરાતની જનતા આભાર માન્યો છે. તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપતાં મલ્ટિમોડેલ કનેક્ટીવીટી અને પી.એમ ગતિશક્તિના ભવિષ્યલક્ષી આયોજન સફળતાપૂર્વક રીતે સાકાર થઇ શકશે.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પલીમેન્ટેશન ટ્રસ્ટ તથા ગુજરાત સરકારના સંયુકત સાહસ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ મારફતે સાકાર થવાનો છે.

આ પણ વાંચો- 'પુષ્પા' જેવો શર્ટ અને કામ પણ 'પુષ્પા' જેવું, ગુજરાતમાં 3 ચંદન ચોર ઝડપાયા

ધોલેરાનું આ સૂચિત ઇન્ટરનેશનલ એરપોર્ટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનના કાર્ગો ટ્રાફિક હેન્ડલીંગ દ્વારા આસપાસના ઔદ્યોગિક વિસ્તારોનું કાર્ગો પરિવહન કરશે તથા અમદાવાદ એરપોર્ટના અન્ય વિકલ્પ તરીકે પણ ઉપયોગી થશે. અમદાવાદથી અંદાજે 80 કિ.મીટરના અંતરે આવેલું સૂચિત ધોલેરા એરપોર્ટ આગામી 2025-26 સુધીમાં કાર્યરત થવાનું આયોજન છે.

આ પણ વાંચો- પોલીસ ચોકી બાદ હવે AMCની મુખ્ય ઓફિસમાંથી દારુની બોટલ મળી

આ એરપોર્ટ શરૂઆતના તબક્કે વાર્ષિક 3 લાખ પેસેન્જરનું વહન કરશે જે ભવિષ્યના બે દાયકામાં-20 વર્ષમાં વાર્ષિક 23 લાખ પેસેન્જર સુધી પહોચવાનો અંદાજ છે. એટલું જ નહિ 2025-26 માં વાર્ષિક 20 હજાર ટન કાર્ગો ટ્રાફિક વહન ક્ષમતા પણ 20 વર્ષમાં વાર્ષિક 2 લાખ 73 હજાર ટન પહોચે તેવી ધારણા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Dholera Gujarat, PM Modi પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો