અમદાવાદમાં 12 હજાર સ્કૂલ વાન ચાલકો આજે હડતાળ પર, જાણો શું છે તેમની માંગ

આરટીઓ તંત્ર ખોટી રીતે સ્કૂલવાનના માલિક અને ચાલકોને હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે ગુરુવારે 12 હજાર સ્કૂલ વાન ચાલકો હડતાલ પર ઉતર્યા છે.

News18 Gujarati
Updated: June 20, 2019, 11:41 AM IST
અમદાવાદમાં 12 હજાર સ્કૂલ વાન ચાલકો આજે હડતાળ પર, જાણો શું છે તેમની માંગ
અમદાવાદનાં વાલીઓ બાળકોને મુકવા શાળાએ આવી રહ્યાં છે.
News18 Gujarati
Updated: June 20, 2019, 11:41 AM IST
સંજય ટાંક, અમદાવાદ : અમદાવાદનાં  નિકોલમાં ચાલુ સ્કૂલવાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના બાદ ટ્રાફિક પોલીસ અને આરટીઓએ એકાએક સ્કૂલવાનના ચાલકો સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.

આરટીઓ તંત્ર ખોટી રીતે સ્કૂલવાનના માલિક અને ચાલકોને હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે ગુરુવારે 12 હજાર સ્કૂલ વાન ચાલકો હડતાલ પર ઉતર્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક શહેરોમાં સ્કૂલવાન ચાલકો હડતાલ પર છે.

આ અંગે સ્કૂલવર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભ્રમ્ભટ્ટે જણાવ્યું કે, 'આરટીઓ તંત્ર દ્વારા હાલમાં કોઈપણ સ્કૂલ વાનું પાસિંગ કરવામાં આવતું નથી. RTOની હેરાનગતિ છે. તેઓ અમારી વાનનું પાસિંગ કરતા નથી અને અમને હેરાન કરે છે. જે તેઓ અમારા વાહનોની તપાસ કરીને સમયસર પેપર આપી દે તો અમે પણ દંડાઇએ નહીં અને બાળકોની સલામતી જણવાય.'


4 લાખ બાળકોને થશે અસર

હડતાલના પગલે આજે ગુરુવારે શહેરની 6,500 રિક્ષા અને 5,500 સ્કૂલવાન બંધ રહેતા 4 લાખ બાળકોને અસર થશે. બાળકો અને વાલીઓને હેરાનગતિને સામનો કરવો પડશે.

વાલીઓ બાળકોને મુકવા શાળાએ આવી રહ્યાં છે.

Loading...

વડોદરામાં પોલીસ વાન બાળકોને મુકવા ઘરે ગઇ હતી 

અમદાવાદમાં સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના બાદ આરટીઓના કડક વલણને કારણે વડોદરામાં સ્કૂલ વર્ધીના વાહન ચાલકોએ પણ હડતાલ પાડી દીધી હતી. હડતાલના બીજા દિવસે સ્કૂલે જતી વેળા અને છૂટયા બાદ અટવાતા બાળકોની વહારે પોલીસ આવી હતી. પોલીસ દ્વારા પોલીસની વિવિધ 52 ટીમ બનાવી 400થી વધુ બાળકોને પોલીસ વાહનોમાં ઘરેથી સ્કૂલે અને સ્કૂલેથી ઘરે પહોંચતા કરવામાં આવ્યા હતા.
First published: June 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...