Home /News /ahmedabad /

Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદ બાદ ટુ વ્હીલર સ્લીપ થવાના કેસ વધ્યા, 110 લોકોએ સારવાર લીધી

Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદ બાદ ટુ વ્હીલર સ્લીપ થવાના કેસ વધ્યા, 110 લોકોએ સારવાર લીધી

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

Ahmedabad Heavy Rain: રવિવાર સાંજથી સોમવારે બપોર સુધીમાં 110 લોકો સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યા હતા. જેમાંથી વધુ ઇજાગ્રસ્ત થયેલા 15 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી.

અમદાવાદ: રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) તરફથી હજુ આગામી ત્રણ દિવસ પણ ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) વ્યક્ત કરવામાં આવે છે. રાજ્યના વિવિધ શહેરોમાં જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને રોડ-રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી ખાડા પડી ગયા છે. અમદાવાદ શહેરમાં પણ રવિવારે ભારે વરસાદ (Ahmedabad heavy rain) નોંધાયો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાયા હતા. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાથે જ રોડ ઉપરથી વાહન સ્લીપ (Bike slip) થવાની અનેક ઘટનાઓ બની છે. ટુ વ્હીલર સ્લીપ થવાથી લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.

શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. ટુ વ્હીલર ચાલકો સ્લીપ થતા ઇજાગ્રસ્ત થયા હતા. વરસાદમાં અકસ્માત થતાં હાથ પગ ઇજા થઇ હોવાના કેસ પણ સામે આવ્યા છે. સોલા હોસ્પિટલના આરએમઓ (RMO) ડોકટર પ્રદીપ પટેલ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેતમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે ટુ વહીલર સ્લીપ થઈ જવાની અનેક ઘટના બની હતી.

રવિવાર સાંજથી સોમવારે બપોર સુધીમાં 110 લોકો સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યા હતા. જેમાંથી વધુ ઇજાગ્રસ્ત થયેલા 15 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી. માથાને ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ચાર દર્દીઓને અસારવા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:  વલસાડમાં વરસાદ બાદ સામે આવ્યા તબાહીના દ્રશ્યો 

ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ તૂટી જવાનું મુખ્ય કારણ રોડ પર ભરાઈ રહેતું પાણી છે. ચોમાસા દરમિયાન વાહન ચાલકોને સલાહ આપવામાં આવે છે કે વાહનને ધ્યાન રાખીને ચલાવવું. આ ઉપરાંત પાણી ભરેલું હોય તો વાહન અંદર ઉતારવું જોઈએ નહીં. કારણે પાણી ભરાયેલું હોય ત્યારે એવો અંદાજ લગાવી શકાય નહીં કે રોડ સારો છે કે ખાડો છે. આ ઉપરાંત પાણી ભરાયેલું હોય ત્યારે તેમજ વરસાદ ચાલુ હોય ત્યારે વાહન ખૂબ ઓછી ઝડપે ચલાવવું જોઈએ.

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ


ગત રવિવાર સાંજ અને રાત્રે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એક અંદાજ પ્રમાણે વરસાદને કારણે 1000 કરોડથી વધારે રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરની અનેક સોસાયટીના ઘરો અને એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ચોમાસુ, વરસાદ, હોસ્પિટલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन