રાજ્યમાં 11મી ઑગસ્ટે કોરોના વાયરસના 1118 નવા કેસ પોઝિટિવ (11 august Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1140 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 73238એ પહોંચી ગયો છે.
24 કલાક દરમિયાન રાજ્યમાં સુરતમાં 10, રાજકોટમાં 4, અમદાવાદમાં 3, પાટણમાં 2, વડોદરામાં 2, ભાવનગરમાં 1, વલસાડમાં 1 કુલ 23 મોત થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં મોતનો આંકડો 2697 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 14125 એક્ટિવ કેસ છે, આ પૈકીના 79 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે અત્યારસુધીમાં 56416 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.
શિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિને (Russian President Vladimir Putin)મંગળવારે જાહેરાત કરી કે દેશમાં તૈયાર કરેલી કોરોના વાયરસની (world’s first coronavirus vaccine)વેક્સીનને હેલ્થ મિનિસ્ટ્રીની મંજૂરી મળી ગઈ છે. પુતિને જણાવ્યું કે આ વેક્સીન (Covid-19 Vaccine)નો ડોઝ તેમની પુત્રીને પહેલા જ લગાવવામાં આવ્યો છે. જોકે તેમણે સ્પષ્ટ નથી કર્યું કે તેમણે પોતે વેક્સીન લીધી છે કે નહીં. આ સાથે જ રશિયાએ દાવો કર્યો છે કે દુનિયાના 20 દેશમાંથી રશિયાને આ વેક્સીનના એક અબજ ડોઝ બનાવવાનો ઑર્ડર પણ મળ્યો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર