અમદાવાદ રેલવે સ્ટેશન પર 109 CCTV અને લગેજ સ્કેનર મશીન લગાવાશે

અમદાવાદ રેલવે સ્ટેશન પર બે લગેજ સ્કેનર મશીન મુકવામાં આવશે. જેથી એરપોર્ટની જેમ પ્રવાસીઓના લગેજ ચેક કર્યા બાદ પ્રવાસીઓ પ્લેટફોર્મ પર એન્ટ્રી લઈ શકશે.

News18 Gujarati
Updated: August 23, 2019, 3:42 PM IST
અમદાવાદ રેલવે સ્ટેશન પર 109 CCTV અને લગેજ સ્કેનર મશીન લગાવાશે
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની તસવીર
News18 Gujarati
Updated: August 23, 2019, 3:42 PM IST
વિભુ પટેલ, અમદાવાદઃ આતંકીના નિશાના પર ગુજરાત છે. ને ગુજરાતના ભીડ ભાડ વિસ્તારને ટાર્ગેટ બનાવી શકે છે. જેને લઈ અમદાવાદના રેલવે સ્ટેશન પર સુરક્ષા જવાનો તૈનાત રહે છે. પરંતુ હવે ટ્રેન, પ્રવાસી અને રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો કરાશે. અને ટ્રેનથી લઈ રેલવે સ્ટેશનના પરિસરને સીસીટીવીથી સજ્જ કરાશે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર થાય છેજેને લઈ અમદાવાદ રેલવે સ્ટેશનના પરિસરને સીસીટીવીથી સજ્જ કરી દેવાશે. અમાદાવાદ રેલવે સ્ટેશન પર કુલ 109 સીસીટીવી કેમેરા લગાવાશેઅને આરપીએફના જવાનોની ટીમની સાથે સાથે પ્રવાસીઓની ગતિવિધીઓ પર સીસીટીવીથી નજર રાખશે. તેમજ ટ્રેનમાં પણ પ્રવાસીઓની સુરક્ષા માટે દરેક કોચના ગેટ પર સીસીટીવી લગાવાશે.અને ટ્રેન અને પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા વધારાશે.

જોકે અમદાવાદ રેલવે સ્ટેશન પર બે લગેજ સ્કેનર મશીન મુકવામાં આવશે. જેથી એરપોર્ટની જેમ પ્રવાસીઓના લગેજ ચેક કર્યા બાદ પ્રવાસીઓ પ્લેટફોર્મ પર એન્ટ્રી લઈ શકશે. જો કે અત્યારે માત્ર આરપીએફના જવાનો દ્વારા હાઈ એલર્ટ હોય છે ત્યારે ચેકિંગ કરવામાં આવશે. પરંતુ આરપીએફના જવાનોની સાથે સાથે સુરક્ષા માટે અતિ આધુનિક સિસ્ટમથી સ્ટેશનને સજ્જ કરાશેપશ્ચિમ રેલવેના આરપીએફના આઈજી એ કે સિંગ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નોન-વેજ ખાધા પછી પરિવારના સાત લોકોને ફૂડ પોઇઝનિંગ, એકનું મોત

ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશન 51 સીસીટીવીથી સજ્જ છે.અને હજુ 58 સીસીટીવી લગાવાશે.અમદાવાદ રેલવે સ્ટેશનના પરિસરથી લઈ તમામ ટ્રેનની સુરક્ષામાં વધારો કરી દેવાશે. જો કે અત્યારે પણ અમદાવાદ રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનોને બોડી ઓન કેમેરા આપવામાં આવ્યા છે. તેમજ ટ્રેનમા પેટ્રોલીંગ માટે હોકીટોકીનો આપવામાં આવી છે. જેના કારણે કોમ્યુનિકેશન સરળ બન્યુ છે. અને પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીમાં પણ વધારો થયો છે.
First published: August 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...