Home /News /ahmedabad /ગુજરાતીઓ માટે 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ, જરૂર પડે કે પહેલા જાણો તેની વિશેષતાઓ

ગુજરાતીઓ માટે 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ, જરૂર પડે કે પહેલા જાણો તેની વિશેષતાઓ

108 એમ્બ્યુલન્સની એપ લોન્ચ કરાઈ

આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ બનશે. ગુજરાતની ૧૦૮ સેવાનો રિસ્પોન્સ ટાઇમ શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ અને ગ્રામીણમાં ૨૦ મિનિટ અને સમગ્ર રાજ્યમાં સરેરાશ ૧૬ મિનિટનો હોવાનું સામે આવ્યું છે. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ગાંધીનગર: ગાંધીનગર ખાતે  ૧૦૮ સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. જે અંગે મંત્રી  ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં મંત્રીએ 108 સિટીઝન મોબાઇલ એપનો રાજ્યની જનતાને મહત્તમ ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો. આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ બનશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ. ગુજરાતની ૧૦૮ સેવાનો રિસ્પોન્સ ટાઇમ શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ અને ગ્રામીણમાં ૨૦ મિનિટ અને સમગ્ર રાજ્યમાં સરેરાશ ૧૬ મિનિટનો હોવાનું સામે આવ્યું છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પથરાયેલા ૮૦૦ થી વધું ૧૦૮ એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ ૧૬ મીનિટનો કર્યો છે.આજે ૧૦૮ એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે.

આ પણ વાંચો: સૌથી વધુ બગસરામાં એક ઇંચ માવઠું

૧૦૮  સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની  વિશેષતાઓ :

• સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ હરોળનું રાજ્ય છે કે જ્યાં ૧૦૮ ઈમરજન્સી સેવા સંપૂર્ણ પેપરલેસ અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે.
*•૧૦૮ ઈમરજન્સી સેવાની સ્ટેટ ઓફ-ધિ-આર્ટ ટેકનોલોજીના વધુ સરળીકરણ માટે Android અને ios ૧૦૮ સીટીઝન મોબાઈલ એપ કાર્યાન્વિત કરવામાં આવેલ છે.
• ૧૦૮ સીટીઝન મોબાઈલ એપમાં ફોન કોલ કાર્ય સિવાય પણ લોકો દ્વારા નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી ધટના સ્થળે બોલાવી શકાય છે.
*•કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની લેટ-લોંગ સહીત સચોટ માહિતી માહિત ગુગલ-મેપમાં જીવંત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મળી જાય છે.
• કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની માહિતી મેળવવામાં વ્યતિત થતા સમયનો બચાવ થશે અને ત્વરિત સચોટ માહિતી મોબાઈલ એપ થકી મેળવી શકાશે

• ૧૦૮ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઘટના સ્થળની માહિતી જે તે લોકેશનની એમ્બ્યુલન્સને આપવામાં સમય વ્યતિત નહિ થવાથી દર્દી સુધી ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી તાત્કાલિક સેવા આપી લાઈફ સેવિગની કામગીરી કરી શકશે.
• ૧૦૮ સીટીઝન મોબાઈલ એપમાં ૭૦૦૦ કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશ્યાલીટીની  અદ્યતન માહિતી ઉપલબ્ધ છે જે લોકો દ્વારા જાતે સર્ચ કરી યોગ્ય નજીકની હોસ્પિટલ પસંદ કરી શકાશે.
• ખાસ કરીને પ્રસુતા માતા અને બાળક માટે ઉપલબ્ધ નિઃશુલ્ક સારવારની સેવા અને સુવિધા પૂરી પાડતી ૨૪ કલાક ડીલીવરી સેવા આપતી મહત્વની સરકારી , ખાનગી હોસ્પિટલો, SNCU હોસ્પિટલો, બાલ સખા હોસ્પિટલો અને બ્લડ બેંક અને ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી વગેરે સરળતાથી મેળવી શકાશે.
રાજ્યના કોઈ પણ ખૂણે નજીકની ઉપલબ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોની માહિતી અને ઘટના સ્થળથી હોસ્પિટલ સુધી જવાનો રસ્તો પણ ગુગલ-મેપમાં નેવિગેટ દ્વારા આપમેળે જ મળી શકશે.
• ધટના સ્થળે આવતી એમ્બ્યુલન્સનો રૂટ મેપ અને અંદાજીત સમય (ETA) પણ મોબાઈલ એપમાં જોઈ શકાશે. તેમજ આવનાર એમ્બ્યુલન્સના કર્મચારીનો સંપર્ક નંબર પણ મોબાઈલ એપમાં  મળી શકશે, જેથી કોલ કરનાર અને દર્દીને સેવા માટે વધુ વિશ્વસનીયતા પ્રતિપાદિત થઇ શકશે.
• ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના લાભાર્થીઓ સેવા વિશે પોતાના અનુભવ, સુચન કે અભિપ્રાય પણ આ એપનાં માધ્યમથી રેટિંગ થકી આપી શકશે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.
• ૧૦૮ સેવાના લાભાર્થી દ્વારા વિવિધ સમયે આ સેવાનો જેટલી વાર ઉપયોગ કર્યો હોય તે તમામ માહિતી મોબાઈલ એપ યુઝર પ્રોફાઈલમાં ઉપલબ્ધ રહેશે તે પ્રકારની વ્યવસ્થા મોબાઈલ એપમાં ઉપલબ્ધ છે.
• ૧૦૮ મોબાઈલ એપ ગુજરાત, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ રહેશે.

આક્સમિક પરિસ્થિતિઓમાં દર્દી , સગા તેમજ સામાન્ય વ્યક્તિ આરોગ્ય સેવા માટે સૌથી પહેલા ૧૦૮ ની એમબ્યુલન્સને જ યાદ કરે છે.

૧૦૮ એબ્યુલન્સ સેવાના સુદ્રઢ માળખામાં નીતનવા સમય આધારિત સુધારા તેમજ ટેકનોલોજીના સમન્વય સાથે ના ફેરફાર કરીને સેવાને શ્રેષ્ઠત્તમ બનાવવાની દિશામાં સમગ્ર તંત્ર કામ કરી રહ્યું હોવાનું મંત્રી એ જણાવ્યું હતુ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: 108 Emergency, Ahmedabad news, Gujarat News