Home /News /ahmedabad /108 બની સંજીવની: એક વર્ષમાં 108 એમ્બ્યુલન્સે 12.72 લાખ લોકોની જિંદગી બચાવી!

108 બની સંજીવની: એક વર્ષમાં 108 એમ્બ્યુલન્સે 12.72 લાખ લોકોની જિંદગી બચાવી!

સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 17 મિનિટ અને 10 સેકન્ડ

108 ambulances: રોજ 3485 અને પ્રતિ ક્લાક 145 જેટલા દર્દીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી

    અમદાવાદ: રાજ્ય સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા વર્ષ 2022માં લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઇ છે. ગત વર્ષે 365 દિવસમાં 12 લાખ 72 હજાર 343 લોકોએ 108 એમ્બ્યુન્લસ સેવા હેઠળ સ્વાસ્થ્ય સેવાનો લાભ મેળવ્યો છે. પ્રતિ દિન 3485 અને પ્રતિ ક્લાક 145 જેટલા કોલ્સ એટેન્ડ કરીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી છે. આ ૧૨ મહિનામાં રાજ્યના 1 લાખ 20 હજાર 723 પીડિત દર્દીઓને આકસ્મિક સેવા પહોંચાડીને 108 એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં સંજીવની સાબિત થઇને દર્દીઓને નવજીવન આપવામાં સફળ રહી છે.

    સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 17 મિનિટ અને 10 સેકન્ડ

    રાજ્યમાં હાલ 800 જેટલી 108 એમ્બુલન્સ દિવસ-રાત રાઉન્ડ ધ ક્લોક જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં કાર્યરત છે. ગત વર્ષે અટેન્ડ કરેલા કુલ કોલ્સમાં 108 એમ્બ્યુલન્સનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 17 મિનિટ અને 10 સેકન્ડ જેટલો રહ્યો છે.

    આ પણ વાંચો: બે સંતાનોના પિતાએ મળમાર્ગમાં ઠંડા પીણાની બોટલ ફસાવી દીધી!

    કયા પ્રકારની તકલીફ ધરાવતા કોલ્સ એટેન્ડ કરાયા?

    વર્ષ 2022માં 108 એબ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી કોલ્સની વિગતો જોઇએ તો, 4,42,140 કોલ્સ સગર્ભા બહેનોની પ્રસુતિ માટે હોસ્પિટલ પહોંચાડવા 1,38,520 કોલ્સ પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના 1,45,053 માર્ગ અકસ્માતની ઇમરજન્સી અને 1,19,012 અન્ય પ્રકારના અકસ્માતની ઇમરજન્સીના કૉલ, 73,807 જેટલા કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફ 55,606 કોલ્સ હ્રદયરોગ સંબંધિત ઇમરજન્સી માટે, 49,165 જેટલા કોલ્સ ભારે તાવની ફરિયાદ, 15,921 કોલ્સ ડાયાબેટીક પ્રોબ્લમ્સ, 11,068 કોલ્સ ગંભીર કુપોષણની સમસ્યા સંબધિત, 10,118 સ્ટ્રોક સંબંઘિત તકલીફ, 4,474 માથામાં દુખાવાની તકલીફ, 1,899 ગંભીર પ્રકારના અકસ્માત, 1728 એલર્જી રીએક્સનની ફરિયાદ, 1735 માનસિક રોગ સંબંધિત ફરિયાદ, 3450 કોરોના સંબંધિત અને 1,42,471 જેટલા કોલ્સ અન્ય પ્રકારની તકલીફ ધરાવતા કોલ્સ એટેન્ડ કરીને 108 એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી છે.

    રાજ્યની 10,065 જેટલી સગર્ભા બહેનોની પ્રસુતિ પણ 108 એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2007માં 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 108 ambulance, Ahmedabad news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन