Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદમાં કોરોનાના 10 એક્ટિવ કેસ; AMC પાસે કો-વેક્સિનના ડોઝ ઉપલબ્ધ, કોવિશિલ્ડના નહીં!

Ahmedabad News: અમદાવાદમાં કોરોનાના 10 એક્ટિવ કેસ; AMC પાસે કો-વેક્સિનના ડોઝ ઉપલબ્ધ, કોવિશિલ્ડના નહીં!

અમદાવાદના આરોગ્ય વિભાગ પાસે કોવેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે.

Ahmedabad News: ચીન સહિત અન્ય દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યું છે. ત્યારે ભારતમાં પણ કોરોના વધતા કેસને પગલે અનેક નિયમો કડક બનાવાયાં છે. ફરી એકવાર કોરોના દહેશત વચ્ચે કોરોના વેક્સિનની માંગ વધી છે.

અમદાવાદઃ ચીન સહિત અન્ય દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યું છે. ત્યારે ભારતમાં પણ કોરોના વધતા કેસને પગલે અનેક નિયમો કડક બનાવાયાં છે. ફરી એકવાર કોરોના દહેશત વચ્ચે કોરોના વેક્સિનની માંગ વધી છે. પરંતુ હાલ ગુજરાત સરકાર પાસે વેક્સિન જથ્થો ઉપલ્બધ ન હોવાથી વેક્સિનેશનની કામગીરી ઠપ્પ પડી છે. પરંતુ જે અમદાવાદીઓએ કો-વેક્સિન લીધી હશે તેમના માટે રાહત સમાચાર છે. સરકાર દ્વારા અમદાવાદ મહાનગર પાલિકાને કો-વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે. પરંતુ કો-વિશિલ્ડ જથ્થો ઉપલબ્ધ નથી.

કોરોનાના 10 એક્ટિવ કેસ


એએસમી આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યુ હતુ કે, સરકારમાં ગાઇડલાઇન મુજબ વિદેશથી આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર 400 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં બે વિદેશી પ્રવાસીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓ હાલ ઘરે સારવાર લઇ રહ્યા છે. કોરોના વેકિસનના જથ્થાની માંગણી સરકાર તરફ કરવામાં આવી છે. હાલ સરકાર દ્વારા કો-વેકિસન જથ્થો અમદાવાદ મહાનગરપાલિકાને આપવામાં આવ્યો છે. તેમજ કોવિશિલ્ડનો જથ્થો સરકાર પાસે માંગવામાં આવ્યો છે. સરકાર દ્વારા આગામી એક સપ્તાહમાં કોવિશિલ્ડનો જથ્થો ઉપલબ્ધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ શહેરમાં કોરોના 10 એક્ટિવ કેસમાંથી એક વ્યક્તિ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરાયો છે. અન્ય દર્દીઓ હાલ ઘર બેઠા સારવાર લઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં જીવલેણ ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ

ડેન્ગ્યૂથી 3 લોકોનાં મોત


શિયાળાની સિઝનમાં શહેરમાં રોગચાળો વકર્યો છે. વર્ષ 2021 કરતાં વર્ષના 2022માં રોગચાળો વકર્યો છે. સાદા મેલેરિયાના વર્ષ 2022 દરમિયાન કુલ 1274 કેસ, ઝેરી મેલેરિયાના વર્ષ 2022માં કુલ 179 કેસ, ડેન્ગ્યુના વર્ષ 2022 દરમિયાન કુલ 2538 કુલ ( વર્ષ દરમિયાન ડેન્ગ્યુના પગલે 3 દર્દીનાં મોત) ,ચીકનગુનિયાના વર્ષ 2022 દરમિયાન કુલ 278 કેસ નોંધાયા છે.


પાણીજન્ય રોગચાળાની માહિતી


આ ઉપરાંત પાણીજન્ય રોગચાળામાં ઝાડા-ઉલટીના વર્ષ 2022માં કુલ 6604 કેસ, કમળાના વર્ષ 2022માં કુલ 2508 કેસ, ટાઇફોઇડના વર્ષ 2022માં કુલ 3138 કેસ, કોલેરાના વર્ષ 2022માં કુલ 34 કેસ નોંધાયા છે. શહેરમાં એક તરફ કોરોનાની દહેશત ચાલી રહી છે તો બીજી તરફ કોરોના વેકિસનના ડોઝ ઉપલબ્ધ નથી.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad coronavirus, Ahmedabad Municiple corporation, Corona vaccine, Coronavirus, COVAXIN, Covaxin Vaccine, Covaxine

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन