Home /News /ahmedabad /

અમદાવાદની આ છેતરપિંડીનો કેસ વાંચી માથું ખંજવાળશો, વેપારીને 1.24 કરોડનું પાણી પધરાવી દીધુ

અમદાવાદની આ છેતરપિંડીનો કેસ વાંચી માથું ખંજવાળશો, વેપારીને 1.24 કરોડનું પાણી પધરાવી દીધુ

ઝડપાયેલો આરોપી નાઇઝીરિયન ગેંગ સાથે સંકળાયેલ છે.

નાઇઝીરિયન ગેંગ (Nigerian gangs)નો આ સભ્ય કેવી રીતે ઠગાઈની જાળ બિછાવતો તે બાબતે પોલીસે પૂછપરછ કરતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. 

અમદાવાદ: ફેસબુક પર રેન્ડમલી વેપારીઓને શોધી રો મટીરીયલ આપવાની ડિલ કરી કેમિકલની જગ્યાએ પાણી આપી દઈ ઠગાઈ (Online Fraud) કરનાર આરોપીની સાયબર ક્રાઇમે (Ahmedabad Cyber Crime) ધરપકડ કરી છે. આરોપીએ અત્યારે એક વેપારી સાથે 1.24 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે પણ પોલીસ (Ahmedabad Police) ને શંકા છે કે આવા અનેક ભોગ બનનાર વેપારીઓ હોઈ શકે છે. નાઇઝીરિયન ગેંગ (Nigerian gangs)નો આ સભ્ય કેવી રીતે ઠગાઈની જાળ બિછાવતો તે બાબતે પોલીસે પૂછપરછ કરતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આરોપી ફઝલશરીફ સૈયદ હાલ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં છે. જેની 1.24 કરોડની ઠગાઈના ગુનામાં મુંબઈથી ધરપકડ કરાઈ છે. આરોપી મૂળ નાઇજિરિયન ગેંગનો સભ્ય છે. જે અનેક વેપારીઓ સાથે ઠગાઈ આચરી ચુક્યો છે. આરોપી જે ગેંગ સાથે સંકળાયેલો છે તે ગેંગ અલગ-અલગ વેપારીઓનો ફેસબુક થકી સંપર્ક કરતા હતા. બાદમાં કેમિકલ કંપની કે જે ફાર્મા કંપની સાથે કામ કરે છે તેના ઇન્સ્પેક્ટરની ઓળખ આપતા હતા. કંપનીને દવા બનાવવા કાચા મટીરીયલની જરૂર હોવાથી પ્લુકેન્ટીયા ઓઇલ તેમજ સિડ્સ અને બિયારણની જરૂરિયાત હોવાનું જણાવી મુંબઈની કંપની સાથે સંકળાયેલ હોવાનું કહી વેપારીને ભરોસો આપતા હતા. જો વેપારી સીધો તે કંપની સાથે કોન્ટેક્ટ કરે તો તેને નોકરીમાંથી બરતરફ કરી દેશે તેવી વાત કરી રો મટીરીયલ લઈ ઊંચા ભાવે મુંબઈની કંપનીને આપવાનું કહી આ ગેંગ ઠગાઈ આચરતી હતી.

આ પણ વાંચો- પઠાણ ફિલ્મનો વિરોધ કરનારા કચ્છના દેવનાથ બાપુને સર કલમ કરવાની ધમકી

ઝડપાયેલા આરોપી નાઇઝીરિયન ગેંગ સાથે સંકળાયેલ છે. અને આંગડિયા પેઢીમાંથી થતા વેપારીઓના વ્યવહાર પર નજર રાખી સાચવતો હતો. આરોપી વેપારી સાથે થયેલા સવા કરોડના ચિટિંગના ગુનામાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ જતો હતો. જે બાબત તપાસમાં સામે આવતા સાયબર ક્રાઇમે આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી 10 મોબાઈલ, 11 સીમકાર્ડ અને ઇન્ટરનેશનલ સીમકાર્ડ કબ્જે કર્યું છે. ઝડપાયેલ આરોપીની સાથે ઇલા વિલીયમ્સના નામનું બનાવતી આઈડી ધરાવનાર સીમા જૈન અને ખાનગી કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપનાર બે આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો - પ્રાથમિક શિક્ષણ દરમ્યાન અભ્યાસમાં કાચા વિદ્યાર્થીઓ માટે હવે વાલી સંમેલન બોલાવાશે

નાઇઝીરિયાથી ઓપરેટ થતી આ ગેંગ વેપારીઓ સાથે સંપર્ક બનાવવા સોશ્યલ મીડિયાનો સહારો લે છે. અને સોશિયલ મીડિયા થકી જ વેપારીને ભોગ બનાવતા હોવાનું સામે આવ્યું છે. જેથી સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર આવા અજાણ્યા લોકો સાથે વાત ન કરવા પોલીસ અપીલ કરી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad cyber crime, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन