અમદાવાદમાં પ્રેમ લગ્નનાં મહિનામાં જ દેખાયો રંગ: 'પટેલ સમાજમાં સુખેથી રહેવું હોય તો 70થી 80 તોલા દાગીના લાવવા પડે'

અમદાવાદમાં પ્રેમ લગ્નનાં મહિનામાં જ દેખાયો રંગ

Ahmedabad news: આજથી એક વર્ષ પહેલા ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં યુવતીને એક યુવક સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ થતાં બંને યુવક યુવતીનાં પ્રેમલગ્ન થયા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ વર્ષ 2021 માં એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ યુવતી સાથે રહેવા ગઈ ત્યારે તેની સાસુએ પટેલ સમાજમાં સુખેથી રહેવું હોય તો 70થી 80 તોલા દાગીના દહેજમાં લાવવા પડે તેમ કહી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં યુવતીનો પતિ પણ તેના માતા-પિતાનો પક્ષ લઈ યુવતી સાથે ઝઘડા કરતો હતો અને યુવતી પાસે છૂટાછેડા માંગતો હતો. યુવતીને છૂટાછેડા ન આપવા હોવાથી તેના સાસરિયાઓએ સમજૂતી કરાર કર્યો હતો પરંતુ તેમાં યુવતીની વિરુદ્ધની વાતો હોવાથી યુવતીએ સહી ન કરી અને આખરે સાસુ સસરા પતિ અને નણંદ સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતી હાલ એક કોલેજમાં અભ્યાસ કરે છે. આજથી એક વર્ષ પહેલા તેના ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં એક યુવક સાથે તેનો પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ થતાં બંને યુવક યુવતીએ પોતાના માતા પિતાને જાણ કરતા વર્ષ 2021 માં આ યુવતીના તે યુવક સાથે પરિવારજનોએ લગ્ન કરાવ્યા હતા. બાદમાં આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્નના એક મહિના સુધી તેના સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં તેની સાસુ આ યુવતીને તું અલગ સમાજમાંથી આવી છે તારે અમારા પટેલ સમાજના રિવાજ મુજબ સુખેથી રહેવું હોય તો 70 થી 80 તોલા સોનું આપવું પડશે તેમ કહી દહેજની માંગ કરી હતી.

આ પણ વાંચો : દિવ્યાંગો માટે જાહેર કરાયો હેલ્પલાઇન નંબર

યુવતીની સાસુ અવારનવાર ઘરકામ બાબતે બોલાચાલી કરી તારી માતાએ તને કંઈ શીખવાડ્યું નથી તેમ કહી મહેણા મારતી હતી. યુવતી પોતાના પતિને આ બાબતે વાત કરે તો તેનો પતિ પણ તેની માતાનો પક્ષ લેતો હતો અને અવારનવાર છૂટાછેડા લેવા કહેતો હતો. થોડા મહિના પહેલા યુવતીના પતિએ છૂટાછેડા આપવાની વાત કરતા યુવતીએ છૂટાછેડા આપવા જ હતા તો લગ્ન કેમ કર્યા કેમ કહેતા તેનો પતિ ગુસ્સે થઈ ગયો હતો અને ગાળો બોલી ઝઘડો કર્યો હતો. ત્યારે યુવતીના સસરા એ પણ આ યુવતીના પતિનો પક્ષ લઈ યુવતીને તું સામે કેમ બોલી તેમ કહેતા યુવતીએ મારો પતિ મને છૂટાછેડા આપવાનું કહે છે એટલે બોલી તેમ કહેતા તેના સસરા પણ ગુસ્સે થઈ ગયા હતા અને લાફો મારી દીધો હતો.

આ પણ વાંચો : અમદાવાદના ફૂડીઝે ભેગા થઈને કર્યું એવું કામ જેને જોઈને કોઈ પણ દંગ રહી જશે

નવરાત્રીમાં આ યુવતી તેના ભાઈ સાથે ગરબા રમવા ગઈ હતી તે બાબતે પણ તેના પતિએ બોલાચાલી કરી હતી. આમ યુવતીના પતિ, સાસુ, સસરા અને નણંદ એક સંપ થઈ યુવતીની સાથે ઝઘડો કરતા હતા. યુવતીની નણંદે ધમકી આપી હતી કે, તું આજકાલની આવેલી અમારા ઘરમાં તારું ચલાવવા માંગે છે. જો હવે આવું કરીશ તો તને છોડીશું નહીં કાલે સવાર પડવા દે પછી જો તારા હાલ કરું છું કેમ કહી બીજા દિવસે સવારે આ યુવતીને ઘરમાંથી કાઢી મૂકી તેના માતા પિતાના ઘરે મોકલી દીધી હતી.

યુવતીએ છૂટાછેડા ન લેવા હોવાથી તેને છૂટાછેડા આપવાની ના પાડતા સાસરીયાઓએ સમજૂતી કરાર તૈયાર કર્યો હતો અને તેમાં યુવતીને સહી કરવા કહ્યું હતું.જે સમજૂતી કરારમાં યુવતીની વિરુદ્ધની હકીકત હોવાથી તેણે સહી કરી નહોતી અને આખરે યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन