Aamir Khanએ Avengersના ડાયરેક્ટર રુસો બ્રધર્સને આપી ગુજરાતી ડિનરની પાર્ટી
The Grey Man: રુસો બ્રધર્સ (Russo Brothers) હાલમાં નેટફ્લિક્સની 'ધ ગ્રે મેન' (The Grey Man)ના પ્રમોશનલ ટૂર માટે ભારતમાં છે. આ ફિલ્મ Netflix પર 22 જુલાઈએ રિલીઝ થઈ રહી છે,
The Grey Man: રુસો બ્રધર્સ (Russo Brothers) હાલમાં નેટફ્લિક્સની 'ધ ગ્રે મેન' (The Grey Man)ના પ્રમોશનલ ટૂર માટે ભારતમાં છે. આ ફિલ્મ Netflix પર 22 જુલાઈએ રિલીઝ થઈ રહી છે,
The Grey Man: રુસો બ્રધર્સ (Russo Brothers) હાલમાં નેટફ્લિક્સની 'ધ ગ્રે મેન' (The Grey Man)ના પ્રમોશનલ ટૂર માટે ભારતમાં છે. આ ફિલ્મ Netflix પર 22 જુલાઈએ રિલીઝ થઈ રહી છે, જેમાં રયાન ગોસલિંગ, ધનુષ અને ક્રિસ ઈવાન્સ મુખ્ય ભૂમિકામાં છે. આ દરમિયાન ગત 20 જુલાઈના રોજ આ જોડીએ નેટફ્લિક્સ (Netflix) ના 'ધ ગ્રે મેન' ના પ્રીમિયરનું આયોજન કર્યું હતું, જેના માટે રુસો બ્રધર્સ દ્વારા આમિર ખાન (Amir Khan)ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, લાલ સિંહ ચઢ્ઢા (Lal Singh Chaddha) નજીકના સમયમાં રિલીઝ થવાની છે. જેના કારણે આમિરનું શેડ્યૂલ પણ ખૂબ જ ચુસ્ત છે. આવી સ્થિતિમાં તે ફિલ્મના પ્રીમિયરમાં પોતાની હાજરી આપી શક્યો નહોતો. જેથી તેણે ધી ગ્રે મેનની ટીમ માટે અલાયદું આયોજન કર્યું હતું.
આ દરમિયાન આમિરે રુસો બ્રધર્સ અને ધનુષને નેટફ્લિક્સના 'ધ ગ્રે મેન' ના સમગ્ર ક્રૂ સાથે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આ ડિનરમાં કિરણ રાવે પણ હાજરી આપી હતી. ગુજરાતી ફૂડના ખૂબ જ શોખીન આમિર ખાને પોતાના ઘરે શાનદાર ગુજરાતી ડિનરનું આયોજન કર્યું હતું, જેના માટે સ્ટારે સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ તૈયાર કરવા માટે બહારથી શ્રેષ્ઠ શેફને આમંત્રિત કર્યા હતા.
આમિર ખાન ઇચ્છતા હતા કે રુસો બ્રધર્સ પરંપરાગત ગુજરાતી વિશિષ્ટ વાનગીઓનો સ્વાદ માણે. મહેમાનોને અસલ ગુજરાતી ભોજન જમાડવા માટે આમિર ખાને ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી પરંપરાગત વાનગીઓ રાંધવામાં નિષ્ણાત રસોઇયાઓને આમંત્રિત કર્યા હતા. સુરતના રસોઇયા પાપડ લુવા પટોડી, તુવર લિફાફા અને કાંદ પુરી બનાવવામાં નિષ્ણાત હતો. જ્યારે ફાફડા અને જલેબી માટે સુરેન્દ્રનગરથી અને સુતરફેણી માટે ખંભાતનો રસોઇયા બોલાવાયા હતા.
અહીં ઉલ્લેખનિય છે કે, આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા તેની રિલીઝથી થોડા સપ્તાહ જ દૂર છે. લાગણીસભર ટ્રેલર લૉન્ચથી લઈને રોમાંચક સાઉન્ડટ્રેકના રિલીઝ સુધી, ફિલ્મના દરેક પાસાએ પ્રેક્ષકોમાં ઉત્તેજના પેદા કરી છે. મેકર્સે તાજેતરમાં ગીતનો પહેલો મ્યુઝિક વિડિયો રિલીઝ કર્યો હતો જેને દેશભરમાં પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે. બીજી તરફ 'The Grey Man' 22 જુલાઇએ નેટફ્લિક્સ પાર રિલીઝ થશે. જેમાં સાઉથના સુપરસ્ટાર ધનુષ પણ જોવા મળશે, જેના માટે તેના ફેન્સમાં ખુબ ઉત્સાહ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર