મમતાએ દેખાડી બાંગ્લા રાષ્ટ્રવાદની તાકત, બીજેપીને જીવતા માટે અહીંની સંસ્કૃતિ સમજવી પડશે

આ નિર્ણયમાં એક મોટું કારણ બાંગ્લા રાષ્ટ્રવાદનું સમાવેશી ચરિત્ર છે. જેમાં હિન્દુત્વના આક્રામક સ્વરૂપને હજી સુધી સ્વીકાર કરવામાં આવ્યો નથી.

આ નિર્ણયમાં એક મોટું કારણ બાંગ્લા રાષ્ટ્રવાદનું સમાવેશી ચરિત્ર છે. જેમાં હિન્દુત્વના આક્રામક સ્વરૂપને હજી સુધી સ્વીકાર કરવામાં આવ્યો નથી.

  અરુણ કુમાર ત્રિપાઠી, (વરિષ્ઠ પત્રકાર) કોલકાત્તાઃ આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો (5 State Assembly Elections Result 2021) આવી ગયા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના (west Bengal assembly election) પકડાર જનક ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે બે તૃત્યાંશ બહુમતી મળવી કોઈ ચમત્કારથી ઓછું નથી. આ ચૂંટણી એટલી અનિશ્ચિત થઈ ગઈ હતી કે મમતા બેનર્જી (Mamata Banerjee) કે રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સ્વયં ડગી ગયા હતા. તેમણે ભાજપની વ્યૂહ રચના લોખંડી માની લીધી હતી. દેશના મોટાભાગના લોકો કહી રહ્યા હતા કે ટક્કર બરાબરની રહેશે. અને ભાજપ, તૃણમૂળ કોંગ્રેસને તોડીને સરકાર બનાવી લશે. હવે પશ્વિમ બંગાળની જનતાએ (west bengal peoples) એવો નિર્ણય આપ્યો છે કે કોઈ જ પ્રકારની તિકડમ અને ખરીદી થવાની ગુંજાઈશ અત્યારે દેખાતી નથી. આ નિર્ણયમાં એક મોટું કારણ બાંગ્લા રાષ્ટ્રવાદનું સમાવેશી ચરિત્ર છે. જેમાં હિન્દુત્વના આક્રામક સ્વરૂપને હજી સુધી સ્વીકાર કરવામાં આવ્યો નથી.

  પશ્વિમ બંગાળની ચૂંટણીમાં ભાજપે 2016માં ત્રણથી 80-85 સીટ સુધી પહોંચવાનો અર્થ એ છે કે ભાજપ હવે એક મોટી તાકત થઈ ગઈ છે. તેમને આમ બનાવામાં કોંગ્રેસ અને વામપંથનો સફાયો થઈ ગયો છે. પરંતુ આનાથી એક વાત નક્કી છે કે લગભગ 39 ટકા વોટ મેળવીને ભાજપ મુખ્ય રૂપથી ઉત્તર પ્રદેશ અને બિહારમાં હિન્દી ભાષી લોકોની પાર્ટી છે.

  પશ્વિમ બંગાળમાં જે દોઢથી બે કરોડ હિન્દી ભાષી છે તેમનું વલણ તેજીથી ભાજપ તરફી થઈ ગયું હતું. અને તેના કારણે લાગી રહ્યું હતું કે, ભાજપ સત્તામાં આવશે. આવું લાગવના પાછળ પાછળ સંચા માધ્યમોને જોરશોરથી એક રાષ્ટ્રીય પાર્ટીના પક્ષમાં બનેલું વણલ પણ હતું. ભાજપ કોઈપણ ચૂંટણીને હલકામાં નથી લેતી. અને પશ્વિમ બંગાળતો તેના માટે મહત્વપૂર્ણ રાજ્ય હતું. આ રાજ્યને જીતવા માટે મતુઆ સમુદાયના વોટ જોઈતા હતા. અને તેને ખુશ કરવા માટે ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. પરંતુ લાગે છે કે બાહરના અને અંદરાનો જે મામલો ઉઠાવ્યો તે ત્યાંથી બાંગ્લાભાષી જનતાના દીલને અડી ગયો હતો. ત્યાર બાદ ભાજપના મુખ્ય નેતાઓ જે પ્રકારે મમતા બેનર્જીના શાસન કાળની સાથે તેમને અંગત રીતે નિશાન બનાવ્યા હતા એ પણ મમતા બેનર્જીના પક્ષમાં ગયો.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

  આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

  મમતા બેનર્જીએ પોતાના પગ ઉપર પ્લાસ્ટર ચડાવી અને વ્હીલચેર ઉપર બેશીને ભલે કેટલુંયે નાટક કહ્યું હોય અને વડાપ્રથાનની તુલના પૌરાણિક ખલનાયકોમાં કરી હોય પરંતુ એક મહિલાને દીદી ઓ દીદી કહીને સંબોધિત કરનાર શૈલી પશ્વિમ બંગાળના ભદ્ર લોકોને સેટ ના થઈ. શાસક વર્ગના આ બદલાવને સુર્કુલેશન આફ ઈલીટ કહે છે. સમાજ શાસ્ત્રની આ થિયરીને જર્મન સમાજ શાસ્ત્રીએ મેક્સ બેબરે સૌથી પહેલા આપી હતી. હવે આને આખી દુનિયામાં થતી દેખી શકાય છે. તેમનું માનવું હતું કે, સમાજના એક શાસક વર્ગ રહે છે. જ્યારે તે કેટલાક દિવસ શાસન કરી લે છે તો બીજા દળ ઉઠીને આવી છે. ભાજપ દેશના અનેક રાજ્યમાં આ રણનીતિ ઉપર કામ કરી રહી છે. જેમાં તે સફળ રહી છે.

  ઉત્ત પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં પણ ભાજપે અતિ પછાત વર્ગને પણ પોતાની સાથે જોડીને આવું કર્યું છે. આ રણનીતિ ઉપર ભાજપા પશ્ચિમ બંગાળમાં પણ કામ કરી રહી હતી. એક અને તે ત્યાંના હિન્દી ભાષીઓને સાધી રહી હતી. તો બીજા અને અતિ પછાત વર્ગને પણ પોતાની તરફ ખેચી રહી હતી. આ પતિ પછાત વર્ગમાં મતુઆ સમુદાયના પ્રમુખ હતા પરંતુ અન્ય અનેક સમુદાયોમાં પણ ચાલનારા સંઘ પરિવારના કામથી ઈન્કાર ન કરી શકાય. આ સાથે જ આ ઉમ્મીદ હતી કે તેની તરફ સત્તા જતી દેખાતા બંગાળના ભદ્રલોકો પણ તેની તરફ આવી જશે. જેવી રીતે 2011માં તેઓ વામ મોર્ચાને છોડીને તૃણમૂળ કોગ્રેસ તરફ આવી હતી.

  આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસની દાદાગીરીનો live video, તોડ કર્યા બાદ લોકો સાથે કર્યો દૂર વ્યવહાર, પછી ભેરવાયો

  આ પણ વાંચોઃ- હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

  ભાજપ હિન્દી ભાષી વિસ્તારોની આ રણનીતિ પશ્ચિમ બંગાળમાં સ્થાનિક અસ્મિતાની આગળ હારી ગઈ હતી. બાંગ્લા રાષ્ટ્રવાદના ચરિત્રમાં આધુનિક્તા અને લોકતંત્રનું મૂલ્યય વધારે છે. જો તેમાં સનાતન મૂલ્ય છે તો તે આ રૂપમાં છે. દરેકને પોતાના દેવી દેવતા પૂજે અને પોતાના ઢંગથી ખાવા અને પહેરવાનું કહે છે. કોઈને તેના માટે નાતો દંડિય કહી શકાય અને નાતો નિર્દેશિત કરી શકાય. બંગાળના ભદ્રલોકોને યોગી આદિત્યનાથની આ વાત પસંદ ન આવી કે જો તેમની પાર્ટી સરકારમાં આવશે તે લવ જેહાદનો કાયદો લાવશે. ઓપરેશન મજનૂ અને ગોરક્ષાનો કાર્યક્રમ ચલાવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એ ન સમજી શક્યા કે ઓપરેશન મજનૂ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તો ચાલી શકે છે પંરતુ બંગાલમાં તેને ચલાવવા માટે ખાસા વિરોધનો સામનો કરવો પડી શકે છે. બંગાળમાં આમ પણ જે યુવક પ્રેમ ન કરી શકે તેને ખુબ જ અસામાજિક અથવા અંતમુર્ખી માનવામાં આવે છે.

  આ એક વિડંબના જરૂર છે કે જે બંગાલમાં મહાન સાંસ્કૃતિક નાયક રવીન્દ્ર નાથ ટૈગોરને ઘરે બાયરે જેવા ઉપન્યાસ લખીને સ્વદેશી સંકીર્ણતાનો વિરોધ કર્યો હતો. એજ બંગાલમાં મમતા બેનર્જીને નરેન્દ્ર મોદી અને અમિત શાહને બહારના કહીને ચૂંટણી જીતી લીધી હતી. આ એક પ્રકારે બંગાલ નવજાગરણના વિચારોને સંકીર્ણ બનાવવા જેવા છે. પરંતુ બંગાળની જનતાને હિન્દુત્વની સંકીર્ણતા અને બાંગ્લા રાષ્ટ્રવાદની સંકીર્ણતામાં એકને પસંદ કરવાનું હતું. તેમણે બીજી સંકીર્ણતા પસંદ કરી કારણ કે પહેલી તેમને વધારે ખતરનાક લાગી હતી.

  ભાજપ એ ન્હોતી સમજી શકી કે ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ પશ્વિમ બંગાળમાં મહિલાઓને કમતર ન સમજી શકાય. ત્યાંના આંશિક માતૃસત્તાત્મક સમાજમાં મહિલાઓની ઈજ્જત કંઈક વધારે છે. ત્યાંના સાહિત્યકાર વ્યક્તિના અધિકારો અને સ્ત્રી અધિકારો ઉપર વધારે શિદ્દતની સાથે લખે છે. અને તે રાજનેતાઓની પાછળ ચાલનારા ચાકર નહીં પરંતુ રાજનીતિની આગળ ચાલનારી મિશાલ છે.
  " isDesktop="true" id="1092954" >  એક વિચાર એ પણ છે કે બાંગ્લા રાષ્ટ્રવાદ એક પ્રકારથી આહત રાષ્ટ્રવાદ છે. નેતાજી સુભાષ ચંદ્ર બોસ આઝાદ ભારતના નેતૃત્વ નહીં કરી શક્યા. ભારતની રાજધાની કોલકાત્તાથી હટાવીને દિલ્હી આવી ગઈ. કોઈ બંગાળી દેશનો પ્રધાનમંત્રી ન બની શકે. સ્વતંત્ર ભારતમાં કોલકાત્તાનો આર્થિક વિકાસ પણ ન થઈ શક્યો. આ બધા ઘા છતાં પણ એક બંગાળી પોતાની સાંસ્કૃતિક વિરાસતના સહારે જીવન ટકાવી લે છે. કારણ કે તેને ખબર છે કે વર્ષમાં એકવાર દુર્ગાપૂજા જોવા જઈશું તો નવા કપડા પહેરીશું. ખૂબ જ ફરીશું અને પ્રેમ અને રોમાંસ પણ કરીશું. તેને ડર લાગ્યો કે ભાજપના શાસનમાં તેમની આ વિરાસત પણ છીનવાઈ જશે. કંઈ મળવાનું છે એનો કોઈ ભરોશો નથી. (ડિસ્ક્લેમરઃ આ લેખનો અંગત વિચાર છે.)
  First published:

  विज्ञापन