સિદ્ધગંગા મઠમાં લિંગાયત સંત શિવકુમાર સ્વામીનું 111 વર્ષની વયે નિધન થયું છે. કર્ણાટકમાં ચૂંટણી હોય ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓ તેમના સિદ્ધગંગા મઠમાં પહોંચી જતા હતા. બેંગલુરૂથી લગભગ 70 કિલોમીટર દૂર ટુમકરમાં બનેલા આ મઠમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના નેતા બી.એસ યેદુરપ્પા,ભૂતપૂર્વ પીએમ એચડી દેવે ગૌડા પણ આવ્યા છે. એવું માનવામાં આવે છે કે કર્ણાટકમાં ચૂંટણી જીતના અને મત આપવા સાથે આ 111 વર્ષના સંતના આશીર્વાદ પણ મહત્વપૂર્ણ છે.
સિદ્ધગંગા મઠ તરફથી તાજેતરમાં જ લિંગાયત સંત શિવકુમાર સ્વામીની 111મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તેઓ ક્યારેય રાજકારણમાં આવ્યા ન હતા પરંતુ કર્ણાટકની રાજનીતિમાં હંમેશા ચર્ચામાં રહ્યા હતા. (ફાઇલ તસવીરઃ શિવકુમાર સ્વામીની મુલાકાતે પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી કુમાર સ્વામી)
ગત વર્ષે કર્ણાટકની ચૂંટણી પહેલા ભાજપના પ્રમુખ અમિત શાહ સિદ્ધગંગા મઠમાં સંતોને મળ્યા હતા. અમિત શાહ જ નહીં પીએમ નરેન્દ્ર મોદી પણ આ સિદ્ધગંગા મઠના સંત શિવકુમાર સ્વામીના આશીર્વાદ લઇ ચુક્યા છે. (તસવીરઃ કર્ણાટકની ચૂંટણી દરમિયાન બીજેપી પ્રમુખ અમિત શાહે શિવકુમાર સ્વામીની મુલાકાત લીધી હતી.)
સંત શિવકુમાર સ્વામીનો એટલો પ્રભાવ હતો કે કોઈ પણ રાજકારણી તેમના મઠની અવગણના કરી શકતો ન હતો. ચૂંટણી કે પછી કોઈ નેતા કર્ણાટકનો પ્રવાસ કરી રહ્યો હોય ત્યારે તે ચોક્કસ આ મઠમાં આવે છે અને દર્શન કરે છે. (ફાઇલ તસવીરઃ શિવકુમારની મુલાકાત લેતા પૂર્વ વડાપ્રધાન અબ્દુલ કલામ)
રાજ્યના લોકોના જીવનમાં, સંત શિવકુમાર સ્વામીનો એટલો પ્રભાવ હતો કે તેમના આશીર્વાદ વગર કોઈ સારું કાર્ય શરૂ થતું ન હતું. સિદ્ધગંગા મઠના કર્મીઓના જણાવ્યા પ્રમાણે સ્વીમી આટલી ઉંમરમાં પણ ચશ્મા વગર અખબાર વાંચી શકતા હતા. તેમની પ્રગતિશીલ અને બિનસાંપ્રદાયિક વિચારસરણીને કારણે તેઓ હંમેશા લોકોમાં લોકપ્રિય રહ્યા હતા. (ફાઇલ તસવીર)
દલાઇ લામા સાથે શિવકુમાર સ્વામી. (ફાઇલ તસવીર)
તસવીરઃ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા શિવકુમાર સ્વામીની મુલાકાતે. (ફાઇલ તસવીર)
શિવકુમાર સ્વામીના આશીર્વાદ મેળવી રહેલા કર્ણાટક બીજેપીના નેતા બી.એસ. યદુરપ્પા (ફાઇલ તસવીર)
શિવકુમાર સ્વામીના આશીર્વાદ લેતા વડાપ્રધાન મોદી (ફાઇલ તસવીર)
શિવકુમારના આશીર્વાદ લેતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી. (ફાઇલ તસવીર)
શિવકુમારની મુલાકાતે આવી પહોંચેલા પીએમ મોદી. (ફાઇલ તસવીર)