ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
બિપોજોય વાવાઝોડાની અસરથી પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે બીપોરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે.ચોપાટી ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર નજીક 30 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે જેને પગલે તકેદારીના ભાગરૂપે ચોપાટી ખાતે લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે....
છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર લો પ્રેસર સર્જાયું છે. ત્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદથી લઈને દ્વારકા સુધીના દરિયા કિનારામાં વાવાઝોડુની અસર જોવા મળે તેવી શક્યતાઓ છે. અધિકારીઓ - કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે....
ઉનાવા માર્કેટ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ અર્થે લઇને ઉમટી પડ્યા હતા. ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 335 બોરીની આવક નોંધાઇ હતી, જેનો નીચો ભાવ રૂપિયા 1100 અને ઊંચો ભાવ 1157 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો....
ડીસા માર્કેટયાડમાં ઉનાળું મગફળી પાકની બમ્પર આવક નોંધાઈ રહી છે. પ્રતિ 20 કિલ્લોનો 1500 થી 1625 સુધીનો ભાવ નોંધાતા ખેડૂતોમાં ખુશી. મગફળીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી....
ડીસામાં હિન્દુ યુવા સંગઠન 2017 થી અલગ અલગ સેવાકીય કાર્યક્રમ કરી રહ્યું છે. ઘર વિહોણાને ઘર, દર્દીઓની સારવાર, ભૂખ્યાને ભોજન સહિતની વસ્તુઓ આપી લોકોની મદદ કરે છે....
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાની અસર વર્તવાનું જામનગરમાં શરૂ થઇ ચૂક્યું છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં જામનગરનો પણ સમાવેશ થાય છે. તોફાની પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે તો વૃક્ષની નીચે પાર્ક કરેલા વાહનો અડફેટે આવ્યા છે. ...
મૂળ ડુંગરપુરના વતની સરોજબેન પંડ્યાએ મુનાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા 15 વર્ષમાં 1500થી વધુ સફળ ડિલિવરી કરાવી છે.અને ગામ તથા આસપાસના વિસ્તારના અહીં આવતા દર્દીઓને તેમના પર એટલો વિશ્વાસ છે કે કોઈપણ દર્દી આવતા જ પહેલા સરોજબેન ને શોધે છે....
બિપરજોય વાવાઝોડાને લઈને જૂનાગઢનું જિલ્લા વહિવટીતંત્ર સજ્જ થયું છે. તાજેતરમાં કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવનાને કારણે અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના સાથે બિપોરજોય વાવાઝોડાના અનુસંધાને ૯ કંટ્રોલરૂમ કાર્યરત કરાયા છે....
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું, સફેદ તલ અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. ભાવનગર જિલ્લામાં ઉનાળુ મગફળીનું વાવેતર આશરે 4,212 હેક્ટર કરતા પણ વધારે થયું છે. ...
પ્લાસ્ટિક માત્ર પર્યાવરણને જ નુકસાન નથી પહોંચાડતું. પરંતુ સાથે તે લોકોમાં જાતીય અણગમો પણ વધારે છે. આ વાત વિશ્વના અનેક સંશોધકોએ પુરવાર કરી ચૂક્યા છે. ત્યારે કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા આ જાતીય અણગમાને રોકવા સંશોધન હાથ ધરવામાં આવ્યું છે....
ખેડૂતોને નુકશાન ન થાય તે માટે કૃષિ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, આવતીકાલ રવિવાર તારીખ 11-6-2023 બપોરના 5 વાગ્યાથી તમામ જણસીઓની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ રાખવામાં આવશે.વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં જામનગરનો પણ સમાવેશ થાય છે. જામનગરમાં પવન સાથે ભારે વરસાદની આગાહીને પગલે માર્કેટિંગ યાર્ડ તરફથી ખેડૂતો માટે ખાસ સૂચના આપવામાં આવી છે....
કમાટી બાગ ખાતે ચિલ્ડ્રન પાર્કને ટ્રાફિકના નિયમોની થીમ પર બનાવવામાં આવ્યો છે.બગીચામાં આવનારા બાળકો સરળતાથી ટ્રાફિકના નિયમો જાણી શકે અનેં એ નિયમોનું પાલન ક્યાં કેવી રીતે કરવું એ તમામ વસ્તુઓને ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કર્યું છે....
બિપરજોય વાવાઝોડુ અરબ સાગરમાં મંડરાઈ રહ્યું છે. ત્યારે દરિયાકિનારાના જિલ્લાઓએ સાવચેતીના પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. જેના ભાગરૂપે રાજકોટ PGVCLની ટીમે વાવાઝોડાના સામે પહોંચી વળવાની તૈયારીઓની સમિક્ષા કરી હતી. ...
ગરીબ પરિવારને ન પોષાય એવી મોંઘીદાટ સારવાર પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરાઈ જાણો.ડીસામાં મજૂરી કરનાર બિહારના વતની રિસીદેવ કુંદન ગણેશભાઈ ને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આંતરડામાં આંટી નું નિઃશુલ્ક સફળ ઓપરેશન કરાયુંલાખો રૂપિયાની સારવાર નિઃશુલ્ક થતા પરિવારમાં ખુશી....
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ 2,500 રૂપિયાથી 2,740 નોંધાયો હતો. જ્યારે કાળા તલની હરાજી કરવામાં આવી હતી જેનો ભાવ 2,400 રૂપિયાથી 2,886 રૂપિયા બોલાયો હતો આજે પીળા તલની આવક નોંધાઇ હતી 2,600થી 2,962 ભાવ બોલાયો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1,200 મણ તલની આવક નોંધાઈ હતી....
કાર્તિકની ભવિષ્યવાણી ફેન્સ માટે ખૂબ જ દુ:ખદ, માત્ર મજબૂત હૃદયવાળાઓએ જ વાંચો...
તીવ્ર ગતિથી વાવાઝોડું આગળ વધે છે... જાણો તેની અસર અને સરકારની તૈયારી
સવાર-સવારમાં કોફીની ચુસ્કી મોંઘી પડી શકે છે!!!