ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
જીતુભાઇએ પોતે શીખેલી મોતીકામની કલા ઉપર ફરી કામ કરવાનું શરૂ કર્યું હતું. જેલના સત્તાધીશો મારફત તેમણે તોલા ઉપર મોતી કામ અને દોરા મંગાવી બ્રેસલેટ બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે બનાવેલા બ્રેસલેટ એટલા કલાત્મક હતા કે, કરાંચીની જેલના અધિકારીઓને પણ ખૂબ જ પસંદ પડી ગયા અને તેમણે ખરીદવાનું શરૂ કર્યું હતું. ...
સ્તારમાં રહેતા 59 વર્ષીય સુરેખા પટેલ આમ તો હાઉસવાઈફ છે, પરંતુ બાળપણથી જ તેમને ગાર્ડનિંગનો શોખ હતો. જેમાં પણ ખાસ કરીને તુલસી પ્રત્યે તેમને અપાર પ્રેમ છે. હાલ તેઓ સહપરિવાર ઓસ્ટ્રેલિયામાં રહે છે, પરંતુ જ્યારે ચાર મહિના માટે સુરત આવે છે. તેઓ તુલસીના છોડનું વિતરણ અચૂક કરે છે. ...
વરાછા વિસ્તારના એક ટ્રસ્ટમાં છેલ્લા 16 વર્ષથી રહી રહેલ નિરાધાર રેખાબેનની સાથે કંઇક આવું જ બન્યુ છે. વરાછા વિસ્તારમાં રહેતા પરેશભાઈ પટેલ એક ટ્રસ્ટ ચલાવે છે, જેમાં તે મંદબુદ્ધિના નિરાધાર વ્યક્તિઓને રાખે છે. ડિસેમ્બર 2022માં પરેશભાઈ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં રેખાબેન ગુમ થયા હોવાની અરજી લખાવવામાં આવી છે. ...
Junagadh, Ashish Parmar : આજે વિશ્વ પર્યાવરણ દિવસ જુનાગઢ હંમેશા પોતાનો વારસો સાચવીને બેઠું છે રાજાશાહી વખતના અને સો થી પણ વધુ વર્ષ જુના પ્રાચીન વૃક્ષોની જાળવણી આજે પણ થઈ રહી છે ત્યારે અમુક એવા વૃક્ષો પણ છે કે જે આશરે સો વર્ષથી વધુ જૂના છે અને આજે પણ અડીખમ છે....
અમદાવાદના ગોતા વિસ્તારમાં એક કપલ સોયા ચાપ ટીક્કા વેચે છે. લોકો મોટી સંખ્યામાં આ ડીશનો ટેસ્ટ માણવા આવે છે. અહીં સોયા ચાપ ટીક્કા, પનીર ટીક્કા, મશરૂમ ટીક્કા, મંચુરિયન ટીક્કામાં બટર ચાપ, પેરી પેરી, આચારી, સ્પાઈસી, અંગારા, હરિયાલી, ચીલી ગાર્લિક, નવાબી વગેરે ડીશ પણ મળે છે....
માર્ચ -2023ના આંકડા અનુસાર, સૂર્ય યોજના હેઠળ વડોદરા શહેરમાં 51,832 અને જિલ્લામાં 60,783 ઘરોમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેમાં ક્રમશઃ 2,09,120.141 કિલોવોટ અને 2,44,936.457 કિલોવોટ ઊર્જાનું ઉત્પાદન થયું છે. ...
રાજ્યના પાણીની અછતવાળા દસ જિલ્લાઓમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી લાભ આપવાનું નક્કી કરાયું છે. આ યોજના અંતર્ગત હાલમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ સહિત કુલ 10 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે....
રાજકોટના રૂચા ગોસ્વામી મડ મિરર વર્ક સાથે સંકળાયેલા છે. સમયની સાથે તેઓ ટ્રેડિશનલ, ફ્યુઝન, કન્ટેમ્પરરી આર્ટને પોતાની કલા સાથે જોડાતા ગયા. આજે તેમણે પોતાની આ કલાને જ રોજગારીનું સાધન બનાવ્યું છે....
આધુનિક યુગમાં પણ ખાસ કરીને લગ્ન પ્રસંગ સાથે જોડાયેલી પ્રાચીન પરંપરાઓ આજે પણ યથાવત છે. ત્યારે સુરતના ચોક વિસ્તારમાં અંબાજી રોડ વિસ્તારમાં આવેલી 125 વર્ષ જૂની પેઢી ફેશનને અનુરૂપ અવનવી સ્ટાઈલના ચુડા અને ચુડી બનાવવા માટે જાણીતી છે. સામાન્ય દિવસોમાં પણ અહીં 2 હજાર જેટલી વેરાઈટીની વિવિધ ચુડી જોવા મળે છે....
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સ્થિત વર્ષો જૂનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં કેરી મનોરથ એટલે કે આમ્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી....
સુરત જ્વેલરી ઉદ્યોગે નવા સંસદ ભવનના આકારમાં હિપહોપ જ્વેલરી બનાવી છે. વિવિધ ડાયમંડ લગાવીને નવા સંસદ ભવનની ડિઝાઇનના રૂપમાં જ્વેલરી તૈયાર કરવામાં આવી રહી છે. 2 ગ્રામથી 200 ગ્રામ સુધીની આ જ્વેલરી ડિઝાઇન કરવામાં આવી છે....
ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન ધડામ થઈ ગયા હતા. આ વખતે પગમાં થેલી આવી જતા તેઓ એક કાર્યક્રમ દરમિયાન નીચે પડી ગયા હતા. જોકે, તેમના સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા....
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીના કુલ 26790 બોક્સની આવક નોંધાઇ છે, જેમાં સરેરાશ ભાવ એક બોક્સના 290 બોલાવ્યા હતા. ત્યારે 10 કિલોના એક બોક્સનો ઊંચો ભાવ 570 જ્યારે નીચો ભાવ 200 રૂપિયા રહ્યો હતો....
શંકરભાઈ કલર કામ કરતા હતા, તે દરમિયાન તેઓના હાથમાં એક દિવસ નારિયેળ આવ્યું અને તેઓએ તેના પર છીણીથી કામ કરીને પોલિશ કરીને બનાવ્યું હતું. આ બાદ તેને તેઓના પાન મસાલાના ગલ્લામાં લટકાવી દીધું હતું. તે અનેક લોકોને ખૂબ પસંદ આવતા શંકરભાઈ ધીરે ધીરે નારિયેળમાંથી અનેક વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી....
ભરૂચ શહેરમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મોરબી જિલ્લાના ઈશ્વરભાઈ ભરતભાઈ ધરોડીયા છેલ્લા 15 થી 17 વર્ષથી માટીની વસ્તુઓ બનાવી વેચાણ કરે છે. વર્ષ 2006માં ઈશ્વરભાઈના પિતાનું નિધન થયું હતું. તે બાદ તેઓએ અભ્યાસ સાથે સાથે માટીથી વાસણો બનાવવાની શરૂઆત કરી હતી. ...
‘ચાય પે ચર્ચા’ બાદ હવે ‘ટિફિન પે ચર્ચા’, લોકસભા ચૂંટણીને લઈને CM સાથે બેઠક
આ કલાકારે વેસ્ટમાંથી બેસ્ટ ‘ઘડિયાળ’ બનાવી, જુઓ તસવીરોમાં...
પુરીના જગન્નાથ મંદિરની આ ઘટનાને વિજ્ઞાન આજ સુધી નથી ઉકેલી શક્યું!