ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
આ નવા અવતારમાં તમિલ ઉપરાંત પ્રાદેશિક ભાષા ગુજરાતી, રાષ્ટ્રભાષા હિન્દી પણ શીખવવામાં આવશે તથા બાંધકામ પૂર્ણ થયા બાદ અમે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ શરૂ કરવાની યોજના બનાવી છે...
સરકારની જાહેરાત બાદ દોડાદોડ, લાગી રહી છે લાઇનો. રોજના 100થી વધારે ઓનલાઈન બુકિંગ. સબ રજીસ્ટારની કચેરીમાં ભીડ...
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી લાગે અને પ્રોપર્ટી ટેક્ષમાં મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહી લે, જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે. તેમજ એડવાન્સ ટેક્સ ભરનારને 12% રીબેટ અપાશે....
G-20 Summit: જી-20ની ભારતની અધ્યક્ષતા હેઠળ આગામી સપ્ટેમ્બરમાં લીડર્સ બેઠક મળશે. જી-20ના એક મહત્ત્વના એન્ગેજમેન્ટ ગ્રુપ અર્બન-20ની સિટી શેરપા બેઠકનો ગુરુવારથી અમદાવાદમાં પ્રારંભ થયો હતો. 35થી વધુ વિવિધ દેશોના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે....
Yash Padsala Ahmedabad: સરકાર દ્વારા પણ ખેલ મહોત્સવ જેવા આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકોથી માંડી યુવાઓ અને મોટી ઉંમરના લોકો પણ પોતાની શારીરિક ક્ષમતાઓને જાળવવા અને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માટે મેહનત કરી રહ્યા છે. તેવા સમયમાં મૂળ અમરેલી સૌરાષ્ટ્રના અને અમદાવાદ ખાતે સ્થાયી થયેલા યશ પડસાલા કે જેઓએ થાઈબોક્સિંગ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે....
Urban 20 Summit: ન્યૂયોર્કના ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણ ગુજરાતી કલાકારો સાથે ગરબે પણ ઘૂમ્યાં હતા. ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળના સભ્યો એરપોર્ટ પર ગુજરાતી કલાકારોને નિહાળીને ખુશખુશાલ થઈ ગયા હતા. એટલું જ નહીં તેમણે ટ્રેડિશનલ ચણિયાચોળીમાં સજ્જ યુવતીઓને તેમના ડ્રેસ વિશે પૃચ્છા પણ કરી હતી. તથા આ પ્રકારના ડ્રેસ ક્યાં મળે એ વિશે જાણકારી મેળવી હતી....
GCS Hospital: સ્કોલિયોસિસ જે કરોડરજ્જુની બાજુમાં વળાંકને કારણે થતી તકલીફ છે જે બાળકને દુખાવા અને શરીરમાં ઘણી અગવડતા તરફ દોરી શકે છે. જેમ કે, શ્વાસ લેવામાં તકલીફ, પીઠનો દુખાવો, અને જો વળાંકની સારવાર ન કરવામાં આવે તો ચેતા અથવા કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે. કમનસીબે, સ્કોલિયોસિસમાં શરૂઆતની કરોડરજ્જુની વક્રતા સમય જતાં વધુ રોદ્ર રૂપ ધારણ કરી શકે છે....
Moraribapu: નેપાળમાં આવેલ લુમ્બિનીની આ ભૂમિ એટલે કરુણાની ભૂમિ, સંવેદનાની ભૂમિ છે. વિશ્વ જેમને કરુણામૂર્તિ તરીકે ઓળખે છે તેવા ભગવાન બુદ્ધના જન્મસ્થળ ખાતે ચાલી રહેલી આ રામકથા એટલે કરુણાનો ગંગ પ્રવાહ. વ્યાસપીઠની કરુણા રૂપે પૂજ્ય બાપુએ તેમની રામકથાના દેશ-વિદેશના તમામ શ્રોતાઓને સાથે રાખી તુર્કી અને સીરિયાના ભૂકંપગ્રસ્તોને રૂપિયા 25 લાખની સંવેદના રાશી પ્રેષિત કરવાનું જાહેર કર્યું છે....
ફિલ્મનાં ટ્રેલરની શરુઆતમાં જ હિતેન કુમારની એન્ટ્રી થાય છે જેમનો લુક કહી દે છે કે તેમનું કેરેક્ટર ફિલ્મમાં વિલનનું હશે. સુખી અને સંપન્ન પરિવારમાં માતા-પિતા અને દીકરીનું જીવન કેવી રીતે વશીકરણને કારણે બદતર બની જાય છે એ વિશે ફિલ્મ રજુ કરવામાં આવી છે....
Ahmedabad Pol: અમદાવાદનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જોતા અમદાવાદની પોળની સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. આ લુપ્ત થઈ રહેલી સંસ્કૃતિને અટકાવવા માટે આંબલીની પોળ દ્વારા એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેથી વધુ રૂપિયા માટે ગમે તેને પોતાનું મકાન વેચવા માંગતા રહિશોએ પહેલા આ વાતનું ધ્યાન રાખવું પડશે....
આ કાર્યક્રમના સહભાગીઓ અને દર્શકો 9, 10 અને 11 ફેબ્રુઆરીના રોજ અનુક્રમે માટી બાની, ગઝલર અને વિશાલ શેખરના જાદુઈ સંગીતને માણી શકશે તથા હર્ષ ગુજરાલની સ્ટેન્ડ-અપ કૉમેડી સૌને પેટ પકડીને હસાવશે....
Indian Culture marriage: અમદાવાદના રાણીપ વિસ્તારનાં કાઉન્સિલર દશરથભાઈ પટેલના દીકરાના લગ્ન 31 જાન્યુઆરીના રોજ નિર્ધાયા હતા ત્યારે પરિવારજનોએ ગાડી કે બગીમાં નહીં પરંતુ વરરાજાને લગ્નમંડપ સુધી લઈ જવા બળદગાડાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો એટલું જ નહીં બળદગાડાને તેમણે પોતાની રીતે ડિઝાઈન કરાવ્યું જેને ડેકોરેટ પણ કરાવ્યું હતું....
Cheetah Safari: ભારતમાં ચિત્તા સફારી વર્ષ 2024માં શરૂ થાય તેવી સંભાવના છે. તેને ધ્યાને રાખી મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ કૂનો પાલપુર નેશનલ પાર્ક આસપાસ ટૂરિસ્ટ માટે જરૂરી સગવડો પૂરી પાડવાના પ્રયાસ કરી રહ્યું છે....
Dr. Jivaraj Mehta Memorial Health Foundation: શિક્ષણ મારફતે વંચિત સમુદાયોનું ઉત્થાન કરવા માટે સમર્પિત દાયકા જૂની સંસ્થા ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશને પરોપકારી હેતુઓ માટે ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન (JMSHF) સાથે સહયોગ સાધ્યો છે. આ સહયોગના ભાગરૂપે કેઆરએસએફે હાલમાં જ અમદાવાદમાં આવેલી ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે ન્યૂમેટિક ટ્યુબિંગ સિસ્ટમ અને એન્ડોસ્કૉપી સિસ્ટમ નામના બે મોટા તબીબી ઉપકરણો ખરીદવા ભંડોળ પૂરું પાડ્યું હતું....
અમદાવાદઃ ભારતીય વાયુસેના (IAF) અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JASDF) વચ્ચે જાપાનમાં યોજાયેલી દ્વિપક્ષીય વાયુ સંરક્ષણ કવાયત 'વીર ગાર્ડિયન 2023'નું પ્રારંભિક સંસ્કરણ 26 જાન્યુઆરી 2023ના રોજ સંપન્ન થયું છે. IAFની ફાઇટર ટૂકડીમાં પૂરક તરીકે એક IL-78 ફ્લાઇટ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ અને બે C-17 ગ્લોબમાસ્ટર વ્યૂહાત્મક એરલિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને સમાવવામાં આવ્યા હતા....
અદાણી ગ્રુપ વિશે ફરી મોટા સમાચાર, શા માટે સ્ટોક એક્સચેન્જે આ સ્પષ્ટતા માગી?
એપ્રિલ 2023માં 5 ગ્રહોના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે ફાયદો
PHOTOS: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ