રાહુલને મોદીના સૂટની સામે કેમ વાંધો છે.....?

Jay Shukla

First published: May 13, 2015, 10:12 PM IST | Updated: May 13, 2015, 10:12 PM IST
facebook Twitter google skype whatsapp
રાહુલને મોદીના સૂટની સામે કેમ વાંધો છે.....?

રાહુલને મોદીના સૂટની સામે કેમ વાંધો છે.....? આમ તો મોદી કોક જ વાર સૂટ પહેરે છે પણ 20 લાખનો મોદીનો સૂટ હવે રાહુલ માટે મુદ્દો બન્યો છે....આમ તો મોદી પોતાના મોદી કુર્તા

માટે વિખ્યાત છે....તેમના આ કુર્તાના તો બરાક ઓબામાએ પણ વખાણ કર્યા છે....બાંયો કપાવીને બચેલા કાપડનો ઉપયોગ કરતા કરતા મોદી જ્યારે સૂટ પહેરતા થયા કે તરત જ ધ્યાને

ચડી ગયા છે...સ્વાભાવિક છે કે રાહુલ જેવા સફેદ કુર્તાધારીઓ બાંયો ચડાવતા ચડાવતા તેને મુદ્દો બનાવે....પણ આ વખતે રાહુલે સૂટ બૂટની સરકારને ચોર સરકાર કહીને એ સાબિત કરી

દીધું છે કે રાહુલ મોદીના સૂટની પાછળ પડી ગયા છે. લાગે છે કે રાહુલ બદલાઇ રહ્યા છે....બદલે બદલે સે રાહુલ.....લાગે છે કે વિપશ્યનાની અસર છે....!...હવે રાહુલ લોકસભામાં ચર્ચામાં

સક્રિયતાથી ભાગ લે છે....આ પહેલા તેઓ સુઇ જતા હતાં.....સૂટ બૂટની સરકાર પર તેમની ચોંટેલી પીન કંઇક કહી જાય છે....રાહુલે કોઇક જ વાર સૂટ પહેરતા પીએમ મોદી પર જોરદાર

હુમલો કર્યો છે...કે ચોર રાતે નહીં દિવસે આવે છે અને ચોર હવે સૂટ પહેરીને આવે છે...ક્યાંક ને ક્યાંક ખોવાએલી જમીનને પરત મેળવવાનો રાહુલનો આ અંદાજ 57 દિવસના વેકેશનને

આભારી છે.....લાગે છે કે કોંગ્રેસની ચિંતા પાછળ તેમનું 57 દિવસનું ચિંતન કામ કરી ગયું છે.....બાકી બાંયો ચડાવીને બોલવાથી કશો સક્કરવાર વળવાનો નથી એવો તેમને ખ્યાલ આવી

ગયો છે. પરિણામે હવે રાહુલના તેવર અને અંદાજ બદલાયા છે....બદલાયેલા રાહુલ કદાચ હવે મોદી સરકારની ચિંતાનું કારણ બની શકે છે....રાહુલ હવે હોમવર્ક કરીને આવે છે....તેમના

શબ્દો વેધક હોય છે...કાતીલાના હુમલો કરતા હવે રાહુલને આવડી ગયું છે....પપ્પુના લેબલમાંથી બહાર નિકળવાનું રાહુલ માટે કઠીન છે પરંતુ રાહુલે જે રાહ પસંદ કર્યો છે તે રાહ યોગ્ય

છે.....રાહુલ હવે મોદી સરકારના જે રીતે ધજાગરા ઉડાવે છે તે જોતા લાગે છે કે કોંગ્રેસ પોતાને આવનારા દિવસમાં મજબૂત વિપક્ષ સ્થાપિત કરવામાં સફળ થશે.લોકશાહીમાં મજબૂત

વિપક્ષ જરૂરી હોય છે....રાહુલની નબળાઇ અને સોનિયાની લથડતી જતી તબિયત તથા કોંગ્રેસની બગડતી જતી હાલત મોદી સરકારને એકહથ્થુ શાસન વ્યવસ્થા તરફ લઇ જતા હતાં પરંતુ

રાહુલના આ બદલાયેલા અંદાજે લોકશાહીની વ્યવસ્થામાં મજબૂતી આણી છે. જોકે રાહુલના ભાષણો એટલા ધારદાર નથી કે મોદીને કોઇ નુકસાન પહોંચાડી શકે પરંતુ હાથીના કાનમાં કોઇ

મચ્છર ઘુસી જાય તો હાથીને ગાંડો કરી નાખે છે....એટલે રાહુલની આ બદલાએલી આક્રમકતા મોદી સરકારને પરેશાન કરવા પુરતી છે...બદલામાં રાહુલને ગુમાવવાનું કશું નથી.રાહુલ હવે

સૂટ બૂટ સરકારથી આગળ નિકળીને ચોર સરકાર તો બોલે જ છે પણ સાથે સાથે મોદી સરકાર પર શબ્દોના વ્યંગ પણ છોડી જાય છે....ક્રોની કેપિટલિઝમ,કુલ્હાડી થી વાર,ભૂમિ બિલની

હત્યા,ગળા પર વાર જેવા શબ્દો પ્રયોગ કરીને રાહુલે તેમના શબ્દભંડોળમાં વધારો કર્યો હોય તેવું લાગે છે....રાહુલ લોકસભામાં લોકોને હસાવે પણ છે....હાજર-જવાબ પણ દેખાય છે.રાહુલ

હવે તર્ક સાથે બોલે છે. પહેલા રાહુલ લોકસભામાં ઓછું બોલતા પરંતુ હવે સારો એવો સમય લે છે. પહેલા ભાષણમાં રાહુલ ક્લીન શેવ્ડ હતા...ત્યારબાદ દાઢીવાળા રાહુલ આવ્યા...આજે ફરી

રાહુલ ક્લીન શેવ્ડ હતાં....પણ મોદી બહુ ચાલાક છે....તેમણે રાહુલની સામે તેમના જુનિયરોને કામે લગાવ્યા છે...મોદી સાબિત કરવા માંગે છે કે રાહુલ મારી સામે કંઇ નથી...પહેલા તેમણે

તેમના મંત્રી સ્મૃતિ ઇરાનીને કામે લગાવ્યા હતા...હવે દિલીપસિંહ ભૂરિયાને લગાવ્યા....પરંતુ મીડિયાને જે મસાલો જોઇએ છે તે મળી રહે છે...રાહુલ હવે આ મસાલો આપવા તૈયાર થઇ

ગયા છે. રાહુલ જે આરોપ લગાવે છે તે જુના છે...પરંતુ રાહુલના તેવર નવા છે...અંદાજ નવો છે..આક્રમકતા નવી છે....વાર નવા છે....હુમલો નવો છે...જે મોદી સરકારને હંફાવી શકવા

પુરતો નથી પરંતુ નોંધ લેવા મજબૂર જરૂર કરશે....મોદી ચાલાક છે....બની શકે કે મોદી માનતા હોય કે રાહુલ તેમની સામે મગતરું છે....મોદી પરિસ્થિતિને બહુ પહેલા પામી લે છે...તેમને

અંદાજો હશે જ કે રાહુલ તેમનું શું બગાડી શકે છે....એથી જ તેમણે રાહુલનો જવાબ આપવા માટે તેમના મંત્રી અને એક સમયે રાહુલની સામે ઉભેલા ઉમેદવાર સ્મૃતિ ઇરાનીને અમેઠી

મોકલ્યા છે....રાહુલ મોદીને પરેશાન કરશે અને મોદી રાહુલને....આ સત્તાનો ખેલ ચાલ્યા જ કરશે....પણ ખેલ જોવાની ત્યારે મજા આવે જ્યારે બંન્ને ખેલાડી બરાબરના હોય.....અહીં રાહુલે

બરાબરી કરવી શરુ કરી છે...

માઇન્ડ વેલ

મીડિયા હવે રાહુલને ગંભીરતાથી લે છે....કારણકે હવે તેમને પણ મોદીની ગંભીરતા સમજાઇ ગઇ છે.

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર