વનરાવનના રાજાની ગર્જના સામે રાજકારણની બેં..બેં...

Jay Shukla

First published: May 12, 2015, 2:53 PM IST | Updated: May 12, 2015, 2:53 PM IST
facebook Twitter google skype whatsapp
વનરાવનના રાજાની ગર્જના સામે રાજકારણની બેં..બેં...
ગુજરાતમાં શેર સવા-શેર થઇ ગયા છે....એટલે કે સિંહોની સંખ્યા 27 ટકા વધીને 523 પર પહોંચી છે....પણ તેના પર રમાતા રાજકારણે હવે ઘ્યાન કેન્દ્રિત કર્યું છે....શિયાળ જેવા નેતાઓ સિંહ પર રાજકારણ રમે છે....બાકી સિંહોને રાજકારણ રમવાની જરૂર પડતી નથી...સિંહો જાણે છે કે તેઓ જંગલના રાજા જ છે....પણ શિયાળોની પણ પોતાની દુનિયા છે....

ગુજરાતમાં શેર સવા-શેર થઇ ગયા છે....એટલે કે સિંહોની સંખ્યા 27 ટકા વધીને 523 પર પહોંચી છે....પણ તેના પર રમાતા રાજકારણે હવે ઘ્યાન કેન્દ્રિત કર્યું છે....શિયાળ જેવા નેતાઓ સિંહ પર રાજકારણ રમે છે....બાકી સિંહોને રાજકારણ રમવાની જરૂર પડતી નથી...સિંહો જાણે છે કે તેઓ જંગલના રાજા જ છે....પણ શિયાળોની પણ પોતાની દુનિયા છે....

કહેવાય છે કે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી નામના સિંહ દિલ્લી ગયા પછી ગાંધીનગરમાં પણ સાવજોની ખોટ વર્તાતી હતી....આનંદીબેન ત્રાડ નાખે છે ખરા પણ મોદીની દહાડ જેવી નહીં.....આમ તો ગુજરાતમાં વિપક્ષમાં અનેક સિંહો છે...જેમ કે શંકરસિંહ,શક્તિસિંહ અને ભરતસિંહ....આમ તો સિંહોના ટોળા નથી હોતા પણ આ ત્રણેય એક સાથે ત્રાડ નાખે તો પણ તેમની દહાડ તો વળી આનંદીબેનની દહાડ સામે પાછળ પડે તેમ છે......

મોદી રાજમાં મોદીએ આ સિંહોને બકરી બનાવી દીધા હતા...તેઓ કોંગ્રેસના સુબા ખરા પરંતુ નરેન્દ્રસિંહ સામે આ કોંગ્રેસના સિંહોનું કંઇ ચાલતું નહોતું...કારણ આ સિંહો નખ અને નહોર વગરના હતા...એમ કહો તો શાકાહારી સિંહો હતા....અને હાલમાં પણ તેમની બેં..બેં...ની વચ્ચે આનંદીબેન સિંહણ તો બની જ ગયા છે....હવે વાત આવે છે કે સિંહોની સંખ્યા પર રાજકારણ....

523 સિંહો હોય કે તેનાથી ઓછા હોય તે પછી તેનાથી વધારે હોય....રાજકારણને તેનાથી શો ફેર પડે છે....પરંતુ કોંગ્રેસે આનંદીબેન સરકાર પર હુમલો કરવા સિંહોની વસ્તી ગણતરીને પણ છોડી નથી...હવે સિંહોના ટોળા નથી હોતા....એક તરફ કોંગ્રેસના દિલ્લી ગએલા સિંહ અહેમદ પટેલ સિંહોની સંખ્યા પર ટ્વીટ કરીને અભિનંદન પાઠવે છે અને લોકલ કોંગ્રેસના સિંહોને સાવજોની વધતી સંખ્યા પર આરોપ કરવા છે...

આમ તો એશિયાટીક લાયન એટલે કે સિંહ એ ગુજરાતનું ગૌરવ છે...તેનાથી નેતા-નેતીઓની છાતી 56ની છાતીની જેમ ફૂલવી જોઇએ...પરંતુ તેને બદલે તેઓ સિંહો પર રાજકારણ રમે છે....આનંદીબેને પણ ક્યાંક ને ક્યાંક સિંહોની ગર્જના મધ્યપ્રદેશ ન પહોંચે તે માટે ત્રાડ નાખી દીધી...આનંદીબેને શિવરાજસિંહને ચેતવણીના સૂરમાં કહી દીધું કે પહેલા તમે તમારા વાધનું ધ્યાન રાખો પછી સિંહોને લેવાની વાત કરો....

આનંદીબેનના સૂરમાં સહમતી એક ગુજરાતીની હોય જ એમાં ના નહીં પરંતુ અહીં એ પણ જોવાનું રહેશે કે સિંહોની સંખ્યા વધે તે પ્રમાણે તેમના આવાસો અને રહેઠાણો પણ બદલાય છે...તેમની પાણી અને ખોરાકની વ્યવસ્થા પણ કરવાની હોય છે...તે જો ન કરવામાં આવે તો આ સિંહો માનવ વસાહતમાં ઘુસી આવશે અને માનવીને હેરાન પરેશાન કરશે....એટલે વધતા સિંહોને આપવામાં કે સોંપવામાં રાજકારણ ન રમાવું જોઇએ...

આપણા જ દેશનો સિંહ આપણા જ હિંદુસ્તાનના દિલમાં એટલે કે એમપીમાં જાય તેમાં ગુજરાતે મોટાભા થવામાં આનંદ અનુભવવો જોઇએ...પરંતુ આનંદીબેને ગુજરાતનું રાજકારણ ખેલી જ નાખ્યું...અને શિવરાજને ટોણો માર્યો કે સિંહો નહીં મળે....પહેલા તમે વાઘની વસ્તી વધારો પછી સિંહોને લેવાની વાત કરો....પણ લાગે છે કે શિવરાજ અસલી સિંહ છે....તેમને આનંદીબેનની ગર્જના મોદી સુધી પહોંચે છે તેનું ધ્યાન છે....અને તેની પરખ પણ છે...એટલે દિગ્વિજયસિંહ જેવા સિંહ અને ઉભા ભારતી જેવી સિંહણને કાબૂમાં રાખનારો આ સિંહ આનંદીબેનની ગર્જના સામે મૌન થઇ ગયો છે...એમપીનો આ સિંહ વ્યાપમ કાંડમાં બકરી બની ગયો છે એ વાત પાછી ધ્યાનમાં રાખવા જેવી છે...અને આ સિંહની ચોટલી પાછી દિલ્લીના વડાસિંહ એટલે કે નરેન્દ્ર મોદીના હાથમાં છે....વડાસિંહ સામે ભલભલા પોતાને કથીત રીતે સિંહ માનતા હોય એવા સિંહો શિયાળ બની જાય છે....ત્યાં શિવરાજ તો અસલી સિંહ છે....તેમણે આનંદીબેનના કોઇ સ્ટેટમેન્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી નથી...કારણકે મો ફાડીને બેઠેલો માતેલો આ સિંહ ગરજે તેમાં ભલભલા શિયાળવાંની ધૂળ-ધાણી થઇ જાય તેમ છે....બાકી એ વનરાવનનો રાજા છે...ગરજે તો ખરો જ....પણ તેના ગરજવામાં ખુમારી હોય છે....સિંહોના ગરજવામાં વીરત્વના દર્શન થાય છે.....તેની દહાડ ધ્રુજારી પેદા કરનારી હોય છે...પણ બાંધેલા ઢોરોનું મારણ કરીને શિકારનો ડોળ કરતા આ કથિત સિંહો જ્યારે સિંહો પર રાજકારણ રમે ત્યારે હસું આવે છે...

માઇન્ડ વેલ

ભાજપમાં અસલી શેર મોદી જ છે...બાકીના બધા પા-શેર છે....તો કેટલાંક તો કોથળામાંથી પાંચશેરી કાઢનારા છે....

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર