મોદીના 'આસું' વિશે શું કહેશો વારું....?

Jay Shukla

First published: May 8, 2015, 10:26 AM IST | Updated: May 8, 2015, 6:06 PM IST
facebook Twitter google skype whatsapp
મોદીના 'આસું' વિશે શું કહેશો વારું....?

લાગે છે કે એક વરસમાં સત્તા મેળવ્યા બાદ પીએમ મોદીએ 'ટાઇમ' ગુમાવ્યો છે.....બની શકે કે પીએમ બન્યા બાદ એક વરસમાં કશું ન કરી શક્યાનો અફસોસ છલકતો હોય આ આંસુમાં....પણ આ તો મોદી છે...ગમે ત્યારે રડે છે....અને મોદીના આંસુ હંમેશા ન્યૂઝ બને છે...કારણકે 56ની છાતી જ્યારે ચોધાર આંસુએ રડતી હોય ત્યારે મીડિયા ભાવુક થાય સ્વાભાવીક છે....મોદીએ ટાઇમ પત્રીકામાં આપેલા ઇન્ટર્વ્યુ સબબ એટલું જ જોખવાનું કે આ 'મોદી'ના આસું છે...મોદીનો અને રડવાનો કિસ્સો નવો નથી...આ પહેલા પણ એકલા મોદી જ્યારે દિલ ભરાઇ આવે ત્યારે ડુસખા ખાઇ લે છે...તત્કાલીન પીએમ વાજપેયીએ જ્યારે તેમને રાજધર્મ નિભાવવાનું કહ્યું ત્યારે પણ મોદી રડ્યા નહોતા...પણ જ્યારે તેમની સામે ફરિયાદો વધી ગઇ ત્યારે કચ્છમાં સુપર સ્પેશ્યલિટી હોસ્પિટલના ઉદ્ધાટન સમારંભમાં મોદી વાજપેયીની હાજરીમાં રડ્યાં હતાં...મોદી જ્યારે પીએમ બન્યા ત્યારે સંસદના હોલમાં આપેલા તેમના ભાષણમાં પણ તેમનું હૈયું છલકાઇ ગયું હતું...આ સિવાય પણ મોદીના રડવાના કિસ્સા સામે આવ્યા છે....પણ મોદીના આ આંસુ પાછળની કહાની કંઇ અલગ જ છે...મોદીના આ આંસુ તેમની ભારે-ભર-ખમ-ભીડમાં એકલતાની અનુભૂતિ કરાવે છે...મોદીના ટાઇમને આપેલા ઇન્ટર્વ્યુમાં મોદીએ પોતાના વિશે દિલખોલીને વાત કરી છે...જોકે આ ઇન્ટર્વ્યુ બીજી મે ના રોજ અપાયેલો છે છતાં આજે રાહુલનું રુદન પણ સંભળાયું છે...રાહુલે પણ રડતા રડતા બદલાની રાજનીતિનો આરોપ મોદી પર લગાવ્યો...રાહુલે સંસદમાં આજ-કલ વધારે રડવાનું શરુ કર્યું છે.....જોકે રાહુલે પણ તેનો ટાઇમ ગુમાવ્યો છે અને હવે તે પોતે પણ ટાઇમ પાછો લાવવા મહેનત કરી રહ્યા છે....મોદીના આસું અને રાહુલના રડવાની ઘટનામાં કંઇક અંશે વિરોધાભાસ છે....એકની રડવાની ઘટના સાથે ચાયવાલા હોવાનો ગુરુર છે...તો બીજાના રડવાનો ઉદ્દેશ ગુમાવેલી જમીન મેળવવાનો છે....રડવાની કલામાં રાહુલ અને મોદી એમ બંન્ને માહીર છે...રડવાના ભલે બંન્નેના કારણો અને પ્રકારો જુદા છે... પણ ક્યાંક ને ક્યાંક આંસુની જાત અને નજાકત એક છે...બંન્ને જાણે છે કે રડવાના કેટ-કેટલા ફાયદા છે...બંન્ને જાણે છે કે રડવાથી મીડિયાની સાથે જનતા પણ ભાવુક થાય છે...આમ તો બે દિવસ પહેલા સલમાન પણ સજા વખતે રડ્યો જ હતો....બની શકે કે આ પશ્ચાતાપના આંસુ હશે...પરંતુ દબંગના રડવા પર ભરોસો કેટલો કરવો.....પણ પાપ પોકારે ત્યારે આંસુ સાચા નિકળે છે....આમ તો ફેક એન્કાઉન્ટરના આરોપી ડાહ્યાજી ગોબરજી વણઝારા પણ રડ્યા છે....તેમણે પણ ફરીવાર પત્ર લખીને પોતાના આંસુઓનો બળાપો વ્યક્ત કર્યો છે...વણઝારાએ બળાપો ઠાલવતા કહ્યું છે કે આનંદીબેન સરકાર તેમની સાથે પક્ષપાત રાખે છે....આમ તો સલમાનને બે દિવસની જમાનત મળી એટલે આસારામ પણ રડ્યા છે...હરિ ઓમ કહેતા કહેતા કહેવાતા આ ગુરુ ઘંટાલે કહ્યું છે કે સલમાનને બેલ મળ્યા તો મને કેમ જેલમાં રાખ્યો છે...આસારામનું રડવું સલમાનના પરિપ્રેક્ષ્યમાં કાયદા પર પણ પ્રહાર છે....આમ દરેકના રડવાની સાથે કંઇક ને કંઇક સ્વાર્થ છુપાએલો છે...કોઇક દિલને હળવું કરવા રડે છે તો કોઇક દેખાડો કરવા...તો કોઇક લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા...રાજનીતિ કે ધર્મની કે પછી ગ્લેમરની દુનિયાના આંસુની ફેશન કંઇક અલગ કહાની બયાન કરે છે...આ આંસુની પાછળ દર્દ પણ હોય છે અને ક્યાંક રાજનીતિ પણ...રડવાની આ રાજનીતિ કરતા પણ આવડવું જોઇએ...રડવાનો ફાયદો લેતા પણ આવડવું જોઇએ...તેને માટે ક્યારે રડવું..ક્યારે કેટલું રડવું...કોને માટે રડવું...કોની સાથે રડવું...રડવાનો ટાઇમિંગ મહત્વનો છે....કેટલાંકના આંસુ દેખાતા નથી...અને કેટલાંક આંસુ હોવાનો દેખાડો કરે છે...રડવાની આ રાજનીતિ નરી સ્વાર્થ પ્રેરીત છે....કેટલાંક સાચુકલાં પણ રડતાં હશે...પણ જ્યારે મગરના આંસુ છલકાય ત્યારે હસુ આવે છે...આ આંસુની રીતસરની મજાક છે...પણ રાજનીતિમાં બધું જ જાયઝ છે....રડવાનું પણ...ખોટું પણ રડી શકાય અને સાચુકલું પણ...કેટલાકને તો મગરના આંસુ પાડવા ગ્લિસરીનની પણ જરુર પડતી નથી...કારણકે રડવાની કલામાં તેઓ માહેર હોય છે...આમ તો આંસુ પી જવા બહાદુરીનું કામ છે...પણ જાહેરમાં રડવું તે પણ બહાદુરી છે....આમ આંસુ પાડીને મોદીએ શું સાબિત કર્યું છે તે સાયકોલોજીનો વિષય છે...મોદીના આંસુનું મનોવિજ્ઞાન સમજવા જેવું છે...મોદીના બહુ મિત્રો નથી....મોદીના દુશ્મનો ઝાઝા છે....આમ પણ મોદીને દુશ્મનો પાળવાની મજા આવે છે...એવા સંજોગોમાં મોદી આંસુ સારે તેની પાછળ તેના મર્મ અને દર્દ બંન્નેને સમજવા અઘરા છે...હાં તર્ક આપી શકાય કે મોદી પોતાની હાલત પર જ રડી રહ્યા છે...પછી તે હાલની હોય કે ભૂતકાળની....પણ તેમાં વર્તમાનની સમસ્યા અને પ્રશ્નો છલક્યા વિના રહેતા નથી. મોદી આમ તો બધાને રડાવે એવા છે...પણ આવા સંજોગોમાં પત્રકારો સામે રડવું અને તેમની પાછલી જીંદગી યાદ કરીને રડવું તેના કારણો સંશોધનનો વિષય છે...બાકી મોદીને ખબર છે કે રડી રડીને ઢાંકણીમાં જ પડવાનું છે....અને મોદીને તેના આંસુની કિંમત ખબર છે....મોદીએ આ તમામ આંસુની કિંમત ચૂકવી છે...અને મોદીએ આ ઇન્ટર્વ્યુ દરમિયાન તેમની આ ચૂકવણી યાદ કરી છે....

માઇન્ડ વેલ

બાકી રડવાની કલા જાણનાર રુદાલી કહેવાય છે...પણ કેટલાક લોકો રુદાલી કરતા ચાર ચાસણી ચડે એવા હોય છે....રુદાલી એટલે રડવાનો ધંધો....

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર