શું હાર્દિક માટે સેક્સ ફંડામેન્ટલ રાઇટ છે ?

Jay Shukla

First published: November 14, 2017, 4:49 PM IST | Updated: November 14, 2017, 4:49 PM IST
facebook Twitter google skype whatsapp
શું હાર્દિક માટે સેક્સ ફંડામેન્ટલ રાઇટ છે ?
બૂંદ સે ગઇ વહ હોજ સે નહીં આતી...હાર્દિકની બીજી વીડિયો વાઇરલ થઇ છે...હવે દલિત નેતા જિગ્નેશ મેવાણીએ હાર્દિકને મોરલ સપોર્ટ આપતા કહ્યું છે કે સેક્સ ફંડામેન્ટલ રાઇટ છે....ભાઇ જિગ્નેશ ફંડામેન્ટલ રાઇટને આગળ કરીને સેક્સ જેવી પવિત્ર લાગણીને નેકેડ નહીં કરો...

બૂંદ સે ગઇ વહ હોજ સે નહીં આતી...હાર્દિકની બીજી વીડિયો વાઇરલ થઇ છે...હવે દલિત નેતા જિગ્નેશ મેવાણીએ હાર્દિકને મોરલ સપોર્ટ આપતા કહ્યું છે કે સેક્સ ફંડામેન્ટલ રાઇટ છે....ભાઇ જિગ્નેશ ફંડામેન્ટલ રાઇટને આગળ કરીને સેક્સ જેવી પવિત્ર લાગણીને નેકેડ નહીં કરો....સમાજના ઉત્થાનના નામે ફંડ ઉઘરાવીને એ ફંડમાંથી સમાજનો ઉધ્ધાર કરવાને બદલે તાગડધિન્ના કરો તો એ ફંડામેન્ટલ રાઇટ નહીં વ્યભિચાર કહેવાય...સેક્સ એ મનૂષ્ય હોવાપણાની બાયોલોજીકલ જરૂરિયાત હોય શકે...કાયદાકિય ભાષામાં તમે ફંડામેન્ટલ રાઇટ પણ કહી શકો પરંતુ પોતાની અંગત મજા માટે સમાજના પૈસા જો વપરાવાના હોય તો એ મૌલિક અધિકાર નહીં પરંતુ દુરાચાર છે...દુષિત છે...ખોટુ છે...અનૈતિક છે...જ્યાં સુધી યુવતિ ફરિયાદ નહીં નોંધાવે ત્યાં સુધી ભલે તે કાયદાકિય રીતે અપરાધ નથી પરંતુ નૈતિકતા આને પાપ કહે છે...સેક્સ કરવાનો ફંડામેન્ટલ અધિકાર હોય શકે પરંતુ સેક્સની કોઇ ગાઇડલાઇન ખરી કે નહીં...? જોકે હાર્દિકે પહેલાજ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે પણ જે રીતે ગુજરાતના રાજકારણમાં હાર્દિકનું કદ અને કાઠી વધ્યા છે તે જોતા તેની રાજકિય અસર ઓછી કરવા આ કાંડનો ભરપૂર ઉપયોગ થશે એ નક્કી છે.

વાત બીજી પણ થઇ રહી છે....નારીના સન્માનની....સ્ત્રી દાક્ષિણ્યની....નારીના અપમાનની....વાતો નારીની થાય છે પરંતુ તમે એ જ નારીને ઉપભોગનું સાધન બનાવી તેના ઉપર ચર્ચા કેમ થતી નથી...તમે જે નારીને ઉપહાસ કરવાની સ્થિતિમાં મુકી તેના અપરાધમાંથી કેવી રીતે બચી શકો...નારીના અપમાનને આગળ કરીને તમે આચરેલા દુષ્કૃત્યને ઢાંકવાનો પ્રયાસ કરો એ યોગ્ય તર્ક નથી...હાર્દિકને ફસાવવા માટે નારીના દેહનો કે તેના આત્માનો કોઇએ સોદો કર્યો હશે તે પણ એટલો જ જવાબદાર છે પણ અહીં વીડિયોમાં દેખાતો શખ્સ કે જે હાર્દિક હોવાનો દાવો થાય છે એ પણ એટલો જ જવાબદાર છે કારણકે તેણે પણ નારીની સોદેબાજી કરી છે...અને એ પણ એટલો જ દુરાચારી છે જેણે મહિલાનો સોદો કરીને કથિત રીતે દેખાતા હાર્દિકને ફસાવવાની જાળ ફેલાવી છે.

ગઇકાલનો નાયક આજનો ખલનાયક બની ગયો...નૈતિકતા અને અનૈતિકતાના પાઠ ભણાવ્યા વગર વાત અંગતતાની થાય છે...નીજતાની વાત થાય છે..પરંતુ જાહેર જીવનમાં અંગત જેવું કશુ હોતું નથી....જાહેર જીવનમાં તમારી તમામ પળો પર જાહેર જનતાની નજર હોય છે અને તેના વિશે જાણવાની પ્રજાને ઉત્સુકતા હોય છે...આ ઉત્સુકતા તમારા અંગત જીવનને પ્રભાવી કરી શકે છે...ખાનગી રાખો અને જાહેર થાય તેમાં ફંડામેન્ટલ રાઇટનો ભંગ થાય છે એવો બચાવ નબળો છે.

કોણે વીડિયો રેકોર્ડ કર્યો...કોણે કથિત રીતે કમરામાં કેમેરો મુક્યો...અને વીડિયો વાઇરલ કરવા પાછળની મનસા શી હશે તે એક તપાસનો વિષય છે પરંતુ હાર્દિકની વિશ્વસનીયતા હવે દાવ પર લાગી છે..પહેલા જ હાર્દિક પર કોંગ્રેસના એજન્ટ હોવાની થિયરીને ગાઇ વગાડીને પેશ કરવામાં આવી હતી અને લોકોના દિમાગ પર તેની અસર પણ છે કારણકે ત્યારે પણ તાજ હોટલના સીસીટીવીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો...હવે જ્યારે હાર્દિકની કથિત વીડિયો વાઇરલ થઇ છે ત્યારે હાર્દિક પાટીદાર મહિલાઓ પાસે જઇને કેવી રીતે અનામત આંદોલનનો ટેકો માગશે તે એક યક્ષ પ્રશ્ન છે. પાટીદારની મહિલાઓ પણ હાર્દિકને હવે કઇ નજરથી જોશે તે એક સવાલ છે...પાટીદારો તેમની બહેન-દિકરીઓને હાર્દિક સાથે મોકલતા ડરશે કે નહીં તેના ઉપર પણ શંકા છે...હાર્દિકનો પ્રભાવ કમ કરવાની આ કોશીશ હોય તો તેના પર પણ નજર રહેશે કે શું આ વીડિયોકાંડની કોઇ અસર હાર્દિકને નાયક હોવાપણાને પ્રભાવિત કરશે કે નહીં...મહિલાઓ વચ્ચે જઇને હાર્દિક મહિલાઓના અધિકારની વાતો કઇ રીતે કરશે એ પણ જોવું રહ્યું....આ બધા મામલાને ધ્યાનમાં રાખીને હાર્દિકની પાટીદારો પર પકડ મજબૂત રહે છે કે પછી ઓછી થાય છે તેના પર પણ નજર રહેશે...

આનંદ-પ્રમોદ-ઉન્માદ એ જીવનનો હિસ્સો હોય શકે છે પરંતુ જાહેર જીવન સાથે સંકળાએલી વ્યક્તિઓ માટે આ બધી ભોગ-વિલાસની બાબતો ગૌણ હોય છે...સામાજીક ઉત્થાનના લક્ષ્યને પ્રાપ્ત કરવાના બદલે અવળે રસ્તે જનારાના બુરા હાલ થાય છે એ વાત બાજુ પર મુકીએ તો પણ અહીં એટલું ચોક્કસ છે કે જો નૈતિકતાની વાત થાય તો સમાજ માટે કશું કરવાના નામે વ્યક્તિગત મોજ ચલાવી શકાય નહીં પછી તે ફંડામેન્ટલ રાઇટ કેમ ન હોય. ​

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર