શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રખર ધારાશાસ્ત્રીએ બે-ત્રણ ફોર્મ્યુલા આપ્યા છે ખરા, પરંતુ અનામતની કોઇ ગેરેન્ટી નથી...આવા સંજોગોમાં હાર્દિક કેવી રીતે અનામતની પરિક્ષામાં પાસ થશે....?
હાર્દિક પટેલે નોટબંધીનું એક વરસ પુરા થવા પર જે ટ્વીટ કર્યું તે અખિલેશ યાદવનું હતું. અખિલેશ યાદવે જે ટ્વીટ કર્યું તેમાં કાનો-માત્રા ફેરફાર કર્યા વગર હાર્દિકે કોપી કરીને ટ્વીટ કરી દીધું....ટ્વીટની કોપી કરતી વખતે તેને એમ હશે કે કોઇની નજર નહીં પડે પણ મીડિયા ચોક્કસ છે...હાર્દિકની ટ્વીટ ચોરી પકડી પાડી....અગર ગમ્યુ હોય તો રી-ટ્વીટ કરો,ક્રેડિટ આપો...પણ નહીં....અહીં તો હાર્દિકે અખિલેશની આખે-આખી ટ્વીટ કોપી કરી દીધી.....
વાત અહીં ટ્વીટ ચોરીની નથી...વાત અહીં પાટીદારો માટે ચાલતા અનામત સંધર્ષની છે...વાત આ સંઘર્ષમાં પાસ થવાની છે...જો હાર્દિક કોપી કરશે તો પાસ કઇ રીતે થશે સવાલ અઘરો છે....કોંગ્રેસે તો પાટીદારોને લોલીપોપ જ પકડાવી છે...ઓબીસી મળશે કે ઇબીસી તે હજુ નક્કી નથી...કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રખર ધારાશાસ્ત્રીએ બે-ત્રણ ફોર્મ્યુલા આપ્યા છે ખરા પરંતુ અનામતની કોઇ ગેરેન્ટી નથી...આવા સંજોગોમાં હાર્દિક કેવી રીતે અનામતની પરિક્ષામાં પાસ થશે....?
હાર્દિકનું આંદોલન હવે પાટીદારોને અનામત અપાવવા નહીં પરંતુ ભાજપ વિરોધી થઇ રહ્યું હોય એમ લાગે છે...કોંગ્રેસ પણ ઓછી નથી..તેને હાર્દિકને પાનો ચડાવે રાખવો છે...કોંગ્રેસને પાટીદાર વોટ દેખાય છે...એટલે હાર્દિકને પોંખ્યા કરે છે...ગુજરાતમાં જીતના સપના દેખાય છે કોંગ્રેસ ને...કોંગ્રેસ હાર્દિક ભરોસે છે પણ ભરોસો નથી...કોંગ્રેસને ભરોસો નથી કે પછી હાર્દિક સાથેની ડીલ પર ફોડ પાડવો નથી એ મામલે એક અલગ ચર્ચા હોય શકે પરંતુ હાલ તો દેખાય છે કે કોંગ્રેસને પાટીદારોના અનામતમાં કોઇ રસ નથી તેમને પાટીદારના નામે ગાંધીનગરનું સિંહાસન કબજે કરવું છે...
ભાજપ જાણે છે કે પાટીદારોને અનામત લગભગ અશક્ય છે...કોંગ્રેસને પણ અનુભવ છે કારણકે તેમણે પણ મુસ્લીમોને આરક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો હતો અને કોર્ટના ઝટકા લાગી ચુક્યા છે...હવે આ કોંગ્રેસ પાટીદારોને અનામત કેવી રીતે આપશે એ મોટો સવાલ છે...પણ માની લઇએ કે હાલ કોંગ્રેસે પટેલોને અનામત આપવાના ફોર્મ્યુલા આપ્યા છે પણ આ લાગે જ છે કે નાટક છે...કોંગ્રેસ અને હાર્દિક વચ્ચે મેચ ક્યારનીય ફિક્સ થઇ ચુકી છે...આ ભાંડો તો ત્યારે જ ફૂટી ગયો હતો જ્યારે હાર્દિક પટેલ એક બેગ લઇને તાજ ઉમેદ હોટલમાંથી જતો સીસીટીવીમાંથી ઝડપાયો હતો...લોકોની નજરમાંથી ભાગવુ એ પણ એક પ્રકારની ચોરી તો છે જ....પણ એ ચોરી પણ પકડાઇ ગઇ અને અખિલેશના ટ્વીટની ચોરી પણ પકડાઇ ગઇ...ફરી વાત ત્યાં જ આવીને અટકી કે શું હાર્દિક "કોપી" કરીને પાસ થશે કે...
હવે વાત હાર્દિક ખુલીને કોંગ્રેસના સમર્થનમાં કેમ નથી આવતો તેની કરીએ તો પહેલા તો કદાચ હાર્દિક એટલે ખુલીને સમર્થનમાં નહીં આવતો હોય કારણકે તેને ડર હોય કે તેના પર જે આરોપ લાગે છે કે તે કોંગ્રેસનો એજન્ટ છે તે ખુલીને સમર્થન આપવાથી પુરવાર થઇ જશે...બીજુ કે બહારથી ભાજપ સામે લડાઇ ચાલુ રાખે તો પાટીદારોનું સમર્થન મળતું રહે...જો તે કોંગ્રેસને ખુલીને સમર્થન જાહેર કરશે તો જેને રાજકારણમાં રસ નથી તેવા લોકો તેના ટેકામાંથી હટી શકે છે...ત્રીજું કે જો તે ખુલીને કોંગ્રેસને ટેકો જાહેર કરે તો ભાજપને મોટું નુકસાન નહીં કરી શકે...ચોથુ કે કોંગ્રેસ પણ નહોતી ચાહતી કે હાર્દિક ખુલીને તેને સમર્થન આપે કારણકે જેટલો હાર્દિક બહાર રહીને ભાજપનો વિરોધ કરશે એટલો જ કોંગ્રેસને તેનાથી ફાયદો છે. કારણકે જેટલો પાટીદારોનો રોષ મતદાન મથક સુધી પહોંચશે તેટલો કોંગ્રેસને ફાયદો છે...હાર્દિક ભાજપ સાથે બદલો લેવા માગતો હોય તો તે લગભગ તય છે...પરંતુ જો તે કોંગ્રેસમાં જોડાશે તો તેની બદલો લેવાની મુરાદ મનની મનમાં જ રહી જશે...23 વરસના આ પટેલે ગુજરાતના રાજકારણને બરાબરનું પચાવ્યું છે...પરંતુ ભાજપ કમ નથી...કોંગ્રેસને બહારથી સમર્થન આપી રહેલા હાર્દિકને બીજેપી પહેલેથી જ કોંગ્રેસની બી ટીમ તરીકે ઓળખાવે છે...જો હાર્દિક કોંગ્રેસમાં જોડાય અને પછી જો કદાચ કોંગ્રેસ સત્તા પર આવે અને કોંગ્રેસ પાટીદારોને અનામત ન આપે તો પાટીદારો તેની રેવડી-દાણ કરી શકે છે...કોંગ્રેસ બહાર રહીને તે કોંગ્રેસને પણ કાબૂમાં રાખી શકે છે...જો તે પક્ષમાં જોડાયો તો તેની દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઇ શકે છે....તેથી હાર્દિક ચાહે છે કે તે બહારથી જ રહીને રિમોટનું કામ કરે...પણ ફરી વાત ત્યાં જ અટકે છે ચોરી-ચોરી-ચૂપકે-ચૂપકે આ કામ થતું હોય ત્યાં અનેક શંકા કુશંકા ઉપજે છે...પણ સાંપ્રત રાજકારણમાં ચોરી એ ચોરી નથી...પકડાવું એ જ ચોરી છે...અને તકલીફ એ છે કે હાર્દિક પકડાઇ જાય છે...હાર્દિક પકડાઇ ગયો છે...