પાટીદાર આંદોલનમાં ખોડલ 'નરેશ'નું 'હાર્દિક' સ્વાગત ?

Jay Shukla

First published: December 1, 2017, 12:05 PM IST | Updated: December 1, 2017, 12:05 PM IST
facebook Twitter google skype whatsapp
પાટીદાર આંદોલનમાં ખોડલ 'નરેશ'નું 'હાર્દિક' સ્વાગત ?
પાટીદારનો આ પાવર ચૂંટણીમાં કંઇ પણ કરી શકે છે....જોકે નરેશ પટેલે સ્પષ્ટતા જરૂર કરી છે કે ઇમાનદારીથી હાર્દિક દ્વારા ચાલતા સમાજના કોઇ પણ કામને ખોલડધામનું સમર્થન છે....પણ ઇમાનદાર શબ્દ પર ભાર મુકવો જરૂરી છે...

આ 15 મિનીટ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી શકે છે....આ 15 મિનીટમાં શું રંધાયું તેના પર અનેક તર્ક હોઇ શકે...પણ આ સુચક મુલાકાતથી ભાજપની ભમ્મર ઉંચી થઇ ગઇ હશે.....પાટીદારનો આ પાવર ચૂંટણીમાં કંઇ પણ કરી શકે છે....જોકે નરેશ પટેલે સ્પષ્ટતા જરૂર કરી છે કે ઇમાનદારીથી હાર્દિક દ્વારા ચાલતા સમાજના કોઇ પણ કામને ખોલડધામનું સમર્થન છે....પણ ઇમાનદાર શબ્દ પર ભાર મુકવો જરૂરી છે....સાથે જ આ કોઇ રાજકીય મુલાકાત હતી કે નહીં તેના પર પણ પ્રશ્ન વિરામ મુકાઇ શકે છે...હવે હાર્દિક પટેલને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ મળ્યા...આ મુલાકાત બતાવે છે કે પાટીદાર સમાજમાં કોઇ હાર્દિકની અવગણના કરી શકે એમ નથી...આ મુલાકાત પણ હાર્દિકની રણનીતિનો એક ભાગ જ છે...જેમાં કહી શકાય કે પાટીદાર અનામત આંદોલનને ખોલડધામના આશીર્વાદ મળ્યા છે....

માત્ર 15 મિનીટ ચાલેલી આ મુલાકાતે ગુજરાતના રાજકારણમાં અનેક સંકેતો મોકલ્યા છે....પાટીદાર વરિષ્ઠોમાં હવે હાર્દિકની અવગણના કોઇ કરી શકે એમ નથી...પહેલા પાટીદાર સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાર્દિક તરફથી કોંગ્રેસ દ્વારા અપાએલી અનામતની કોઇ ફોર્મ્યુલા મળી નથી..પણ હવે ખોડલ નરેશની હાર્દિક સાથે મુલાકાતથી સ્પષ્ટ સંકેતો મળી રહ્યાં છે કે પટેલોની સૌથી મોટી સંસ્થાને પોતાની તરફ વળાવવામાં હાર્દિક સફળ રહ્યો છે...ધોરાજી,ઉપલેટા,જેતપુર,રાજકોટપૂર્વ,બાબરાલાઠી,અમરેલી,સાવરકુંડલા, વિસાવદર બેઠક પર લેઉવા પટેલનું વર્ચસ્વ છે એટલે નરેશ પટેલના સમર્થકો હાર્દિક તરફ ઢળે તો ચિત્ર બદલી શકે છે. જોકે ખોડલધામ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કોઇ રાજકીય હેતુ માટે કરાએલી મુલાકાત નહોતી...પણ હકિકત એ છે કે નરેશ પટેલનો એક ઇશારો સૌરાષ્ટ્રની લેઉઆ પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર ચમત્કાર સર્જી શકે છે.

વાત હવે હાર્દિકની રણનીતિની કહીએ તો બહુ સ્પષ્ટ છે કે હાર્દિક આ ચૂંટણીમાં ભાજપ વિરોધી લહેર ઉભી કરી રહ્યો છે...રાજકોટની રેલીની વાત કરીએ તો જે રીતે તેને સમર્થન મળ્યું છે તે જોતાં સ્પષ્ટ લાગે છે કે ભાજપના નેતાઓ હાર્દિકને રોકવામાં બહુ સફળ નથી થયા...હાર્દિક હવે આ જ પ્રકારની રેલી હવે સુરત પંથકમાં પણ થવાની છે...સુરત પાટીદારોનો ગઢ મનાય છે...અહીં સુરત ઉત્તર,વરાછા,કારંજ,કતારગામ અને કામરેજમાં હાર્દિકની જંગી રેલી અને રોડ શોનું આયોજન કર્યું છે જે સુરતમાં પાંચ વિધાનસભા બેઠકો પર મોટી અસર કરશે...હવે લેઉઆ અને કડવાના ભેદભાવ પણ રહ્યાં નથી...લેઉઆ અને કડવા નામે હાર્દિકને જુદા પાડવાની રણનીતિ પણ બહુ કારગર સાબીત થઇ નથી...નરેશ પટેલની હાર્દિક સાથે મુલાકાત એનું ઉત્તમ ઉદાહરણ છે...સેક્સ સીડીની અસર પણ જે રીતે રેલીમાં લોકો ભેગા થાય છે તે જોતા લાગતી નથી...આ મુલાકાત બતાવે છે કે પાટીદાર સંસ્થા કે તેના કોઇ મોભી હાર્દિકને અવગણી શકે તેમ નથી...

હાર્દિકની રેલીને મંજુરી આપવામાં આવતી નથી...છતાં તે તેની રણનીતિમાં આગળ વધી રહ્યો છે..રાજકોટમાં યોજાએલી રેલીમાં જે રીતે માણસો ભેગા થયા છે તે બતાવે છે કે ચૂંટણીમાં પાટીદાર આંદોલનની કોઇ અસર થશે નહીં તેવા બણગા ખોટા પુરવાર થશે...હવે હાર્દિકના આંદોલનથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે અને ભાજપને કેટલું નુકસાન થશે એ જોવાનું રહે છે...

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર