એક 'નેતા'ને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ..!!!!

Jay Shukla

First published: November 12, 2017, 10:31 AM IST | Updated: November 12, 2017, 10:35 AM IST
facebook Twitter google skype whatsapp
એક 'નેતા'ને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ..!!!!
ગુજરાતમાં ભગવાન કનફ્યૂઝ છે...ગુજરાતમાં આજકલ તમામ મંદિરોના ભગવાન મુંઝવણમાં છે...કયા નેતાને જીતના આશીર્વાદ આપવા અને કયા નેતાને નહીં...???

અખા ભગત કહી ગયા છે....

ગુરુ કીધા મેં ગોકુળનાથ, નગુરા મનને ઘાલી નાથ

મન મનાવી સગુરો થયો, પણ વિચાર તો નગુરાનો જ રહ્યો

ધન લે ને ધોકો નવ હરે, એ ગુરૂ કલ્યાણ શું કરે..

ગુજરાતમાં ભગવાન કનફ્યૂઝ છે...ગુજરાતમાં આજકલ તમામ મંદિરોના ભગવાન મુંઝવણમાં છે...કયા નેતાને જીતના આશીર્વાદ આપવા અને કયા નેતાને નહીં...??? કારણ, પ્રસાદ બધા નેતાઓ ચડાવી રહ્યાં છે...ચઢાવો ચઢાવવામાં કોઇ કસર બાકી નથી રાખી આ નેતાઓએ...કોઇ નેતા માથુ નમાવી રહ્યાં છે..કોઇ નેતા ઉંચી મેડીએ પગથિયા ચડી રહ્યાં છે...ભજન ગાઇ રહ્યાં છે..અભિષેક કરી રહ્યાં છે...આરતી ઉતારી રહ્યાં છે...નાળિયેર વધેરવાની સાથે વિરોધીઓને વધેરવાના આશીર્વાદ માગી રહ્યાં છે આ નેતાઓ....મંદિરના શિખરના દર્શન કરીને સત્તાના શિખર પર બિરાજમાન થઇ જવાના અરમાન લઇને લગભગ તમામ નેતાઓ ભગવાનની ચોખટ પર જઇ રહ્યાં છે અને તેથી જ ભગવાન તેના આ "નેતા-ભક્તો"ને નારાજ કરવા માગતા નથી એટલે મુંઝવણમાં છે...

ગુજરાતના લગભગ એક પણ મંદિર બાકાત નથી જ્યાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી અને પીએમ નરેન્દ્ર મોદી તેનું શીશ નમાવવા નહીં ગયા હોય...સ્વાભાવિક છે કે ગુજરાતમાં ચૂંટણી છે...ભગવાન પણ જાણે છે કે આ નેતાઓનો આશય ભગવાનના આશીર્વાદ મેળવવાનો નથી પરંતુ મંદિરના કે મંદિરના મહંતના કે સંપ્રદાયના મુખિયાના ભક્તોના મતોના આશીર્વાદ મેળવવાનો છે. જેમ મંદિરના ભક્તોની સંખ્યા વધુ તેમ મોટા નેતાઓ તેમની મુલાકાત લેતા થઇ ગયા છે..જે મહંતનો સંપ્રદાય વધુ મોટો અને જે મહંતના ભક્તોનો પ્રવાહ વધારે તેને પ્રાથમિકતા મળે છે...આ મદિરનું પોલિટિક્સ છે...

 નેતાઓને ભગવાનના દર્શનની મનસા છે પણ ફળ સત્તા વગર ખપતું નથી...અહીં વાત હિંદુઓને રિઝવવાની છે...હિંદુઓના વોટ મેળવવાની છે...સવાયા હિંદુ થવાની છે...સોફ્ટ હિંદુત્વ કે હાર્ડ હિંદુત્વ જેવું કશું હોતું નથી...બધાય આ પ્રકારના ભક્તો મતદારોને જ પોતાના પડખે કરવા માગે છે...મંદિરોમાં જવાની સ્પર્ધા જામી છે...મહંતો આગળ હાથ જોડવાની એક હોડ છે. આ મંદિરમાં પેલા જતા રહ્યાં અને હું રહી ગયો એવી ભાવના પણ છે...પણ અંદરની વાત એક જ છે કે તમામ નેતાઓને મત જોઇએ છે...

 ભગવાન જો હોય તો બધુ સમજે છે...મતોની આ ભક્તિ છે...મતદારોની ભક્તિ છે...નેતાઓની આ નવી નવધા ભક્તિ છે...... બિહારમાં તો પગલા બાબાની ચૂંટણી ટાણે બહુ બોલબાલા હોય છે...ભૂવા-ડાકલા-તાંત્રીક-અઘોરી-તંત્ર-મંત્ર-કાળા જાદુની માગ વધી જાય છે....તોય ગુજરાતમાં ભૂવાઓનું સન્માન કરવાનો દાખલો પણ જુનો નથી...વિકાસના ડાકલા વગાડવા ભુવાઓની મદદ લેવામાં પણ કોઇ કસર રાખવામાં આવી નથી...

 હવે ભક્તો પર મદાર છે....કે કયા નેતાને આશીર્વાદ આપશે...? ભગવાન કહેવાય છે કે ભોળા છે...એમણે તો ભસ્માસુર જેવાને પણ વરદાન આપ્યું હતું...ભક્તો પણ ભોળા છે...નેતા જે ભગવાનની પૂજા કરે તે ભગવાનને પૂજતા ભક્તો નેતા તરફ આકર્ષાતા થઇ જાય એ સ્વાભાવિક છે...આ વખતે ભગવાનની સાથે ભક્તોને પણ કન્ફ્યૂઝન છે કારણકે બધા જ નેતાઓ તેમના ઇષ્ટદેવની ચોખટ પર આવી રહ્યાં છે...જોકે ભક્તો ભલે કન્ફ્યૂઝ હોય મતદારો અને આમ જનતા શાણી છે...સંતો-મહંતો પણ શાણા છે કારણકે નેતાઓના વિકાસની સાથે-સાથે તેમના યાત્રાધામનો વિકાસ પણ તો થવાનો છે...કારણકે તેઓ પણ માને છે કે જે યાત્રાધામમાં જેટલી મોટી હસ્તી આવશે એટલી જ એ યાત્રાધામમાં ભક્તોની સંખ્યા વધુ હશે...

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર