ગંદી બાતમાં 'હાર્દિક' સ્વાગત...?!?!?!

Jay Shukla

First published: November 13, 2017, 7:35 PM IST | Updated: November 13, 2017, 7:41 PM IST
facebook Twitter google skype whatsapp
ગંદી બાતમાં 'હાર્દિક' સ્વાગત...?!?!?!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ એક સેક્સ બોંબ ફૂટ્યો છે.....ગુજરાતના સીડીના રાજકારણમાં નવો અધ્યાય ઉમેરાયો છે...આ વખતે નવું પાનુ ઉમેરાયું છે હાર્દિક પટેલનું....હાર્દિકની કથિત અતરંગ પળોની વીડિયો ક્લીપ વાઇરલ થઇ ગઇ છે....

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ એક સેક્સ બોંબ ફૂટ્યો છે.....ગુજરાતના સીડીના રાજકારણમાં નવો અધ્યાય ઉમેરાયો છે...આ વખતે નવું પાનુ ઉમેરાયું છે હાર્દિક પટેલનું....હાર્દિકની કથિત અતરંગ પળોની વીડિયો ક્લીપ વાઇરલ થઇ ગઇ છે....જોકે લાગે છે કે આ પેપર પહેલાથી જ ફૂટી ગયું હતું કારણકે હાર્દિક પહેલાથી જ કહેતા હતા કે તેની સેક્સ સીડી બહાર પડશે..લાગે છે કે હાર્દિકની આશંકા સાચી પડી છે..સીડી તો નથી આવી પણ તેની કથિત અંગત પળોની વીડિયો વાઇરલ થઇ છે....વિરોધીઓ મસ્ત છે પણ હાર્દિક પસ્ત નથી....પણ વીડીયોની સત્યતા અને તથ્યતા પર સવાલ ઉભા થાય છે...આ લખાય છે ત્યાં સુધી આ કથિત વીડિયો યૂ-ટ્યૂબ પરથી હટી ગયો છે...જોકે યૂ-ટ્યૂબ પરથી હટી જવા પહેલા આ કથિત વીડિયોએ જે હાર્દિકને રાજકીય નુકસાન પહોંચાડવાનું હતું એ નુકસાન પહોંચાડી દીધું છે...હવે સોશિયલ મીડિયાના આભમાં થિંગડા મારવા હાર્દિક માટે અશક્ય છે.

સ્વાભાવિક પણે હાર્દિકે આ વીડિયો વાઇરલ કરનારા પર કાયદાકિય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હોય પરંતુ તેના ટાઇમિંગને લઇને અનેક સવાલ ઉભા થાય છે....હાર્દિકને બદનામ કરવાથી કોને ફાયદો મળી શકે એ વિશે ચર્ચા કરવાની એટલે જરૂર નથી કારણકે ખબર છે...પરંતુ જો વાતમાં સચ્ચાઇ હોય તો નૈતિક અધ:પતન કહી શકાય બાકી આ એક અંગત બાબત છે...યુવતી કે મહિલા જ્યાં સુધી કોઇ ફરિયાદ નહીં કરે કે આરોપ નહીં મુકે ત્યાં સુધી આ અપરાધ બનતો નથી...પણ એ ભુલવું ન જોઇએ કે હાર્દિક હવે રાજકારણી છે અને નેતાઓએ આવા કાંડો-આરોપો-ફરિયાદો માટે તૈયાર રહેવું પડે....અને હાર્દિક પહેલાથી જ તૈયાર હતા અને એટલે જ કહેતા હતા કે મારી સીડી આવશે અને ખરેખર હાર્દિકની ભવિષ્યવાણી સાચી પડી છે...જોકે વાઇરલ થએલા દ્રશ્યો સત્ય છે કે ષડયંત્ર એ તપાસ કરવી જ રહી...જોકે રાજકારણીઓને શરમાવે એવો બચાવ કરતા હાર્દિકે એ પણ કહ્યું કે આ વીડિયો બેંગકોકમાં બન્યો છે...આ બચાવ પરથી લાગે કે હવે રાજકારણમાં રમવા માટે હાર્દિક હવે પુખ્ત છે....નેતા થવાના તમામ ગુણો લાગે છે કે હાર્દિકમાં આવી ગયા છે...નેતાઓ સાથે રહી-રહીને હાર્દિક પાક્કો નેતા થઇ ગયો છે...તેણે કહ્યું છે કે આ વીડિયો વિદેશથી અપલોડ થયો છે અને મોર્ફ કરેલો છે...ભવિષ્યમાં આ પ્રકારે વધુ વીડિયો બહાર આવે તેવો ભય પણ વ્યક્ત કર્યો છે.

ગુજરાતમાં સીડીકાંડ નવો નથી...સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુથી માંડીને ભાજપના એક અને કોંગ્રેસના એક નેતા પણ સંડોવાઇ ચુક્યા છે. નામ લખવાની જરૂર લાગતી નથી પણ ઇશારો કાફી હોય છે...હાર્દિકની આ કથિત ગંદી વાતમાં કોને રસ છે એ પણ તપાસનો વિષય છે....કારણકે પાટીદાર આંદોલને ભાજપ સરકારની નાકમાં દમ લાવી દીધો છે....બની શકે કે ભાજપ આ વિવાદના વટાવની કોશીશ કરે....અને એ પણ હકિકત છે કે કોંગ્રેસ હાર્દિકનો બચાવ કરે...કોંગ્રેસે બચાવ પણ કરી દીધો છે...એક પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે કહ્યું છે કે હલકટાઇભર્યું રાજકારણ છે...હાર્દિકે પણ આવી જ પ્રતિક્રિયા આપી છે..હાર્દિકે કહ્યું છે કે આ ગંદુ રાજકારણ છે...હવે આ ગંદા રાજકારણ અને હલકટાઇ વચ્ચે જે મહિલા આ કથિત વીડિયોમાં દેખાય છે એની જીંદગી પર કાળા વાદળ છવાઇ ગયા છે.

બની શકે કે હાર્દિકને માધ્યમ બનાવીને કોઇ ત્રાહીત વ્યક્તિ પોતાનું હિત સાધવાનો પ્રયાસ કરતો હોય...પરંતુ હાર્દિકના દુશ્મનો પણ ઓછા નથી...પાસની વાત હોય કે પછી પાટીદારોની વાત હોય...કે પછી રાજકીય પક્ષોની વાત હોય...એટલું જ નહીં કોંગ્રેસમાં પણ દુશ્મનો છે...કોણે હાર્દિકને સાધવાનો પ્રયાસ કર્યો હોય અને કોણ કોના ખભે બંદૂક મુકીને ફોડવાની વાત કરે છે તે તર્ક કવેળાનો છે. જે રીતે હાર્દિકનો જ અંગત દુશ્મન મુકેશ પટેલ આરોપો કરી રહ્યો છે તે જોતા લાગે છે કે આ દુશ્મની રાજકિય પણ છે અને અંગત પણ...મુકેશ પહેલા પણ વાત કરી ચુક્યો છે કે હાર્દિક જ્યારે જેલમાં હતો ત્યારે તેણે તેને સમાધાન માટે ઓફર મુકી હતી....હાર્દિકે ભાજપના અનુરાગ ઠાકોર ના પદ જેવું કોઇ ઉચ્ચ પદ જોઇતું હતું એટલું જ નહીં જો મુકેશના આરોપો પ્રમાણે હાર્દિકે સમાધાન માટે ઉપમુખ્યમંત્રી પદની ઓફર પણ મુકી હતી...પૈસાનો પણ ખેલ હતો...મુકેશના આરોપ પ્રમાણે કથિત રીતે 25 લાખ રૂપિયા ગણતો હાર્દિકનો કોઇ ભાઇ પણ પકડાયો હતો...જ્યારે કહેવાય છે તે પ્રમાણે હાર્દિક જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તાજમાં રોકાયા હતા તે દિવસે તાજમાં કોંગ્રેસના નેતાને ચોરી-ચોરી-ચૂપકે-ચૂપકે મળ્યો હતો ત્યારે પણ જતી વખતે તેના હાથમાં બેગ હતી....હવે આ લીક થએલા સીસીટીવી ફૂટેજ પણ હાર્દિકના મત પ્રમાણે ષડયંત્ર હતાં...જે હોય તે પણ આ વીડિયો સાથે ગુજરાતની ચૂંટણીના છેડા ક્યાંક તો અડે જ છે એ વાતમાં ઇન્કાર નહીં કરી શકાય.

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર