પાકિસ્તાન : હમ નહીં સુધરેગે, સુધારવું પડશે

Haresh Suthar

First published: May 14, 2015, 12:58 AM IST | Updated: May 14, 2015, 12:58 AM IST
facebook Twitter google skype whatsapp
પાકિસ્તાન : હમ નહીં સુધરેગે, સુધારવું પડશે
એક કડવું પણ સત્ય છે. પાકિસ્તાનનું અસ્તિત્વ જ ભારત વિરોધી નીતિઓને લીધે છે, બાકી ક્યારનુંય બેહાલ થઇ ગયું હોય, જાણે કે ભારત વિરોધી નીતિ અને આતંકવાદ પાકની બે બાજુ સમાન છે. આંતર રાષ્ટ્રીય ફલક પર આતંકવાદને ડામવાની ડંફાશ મારતા પાકનું વાસ્તવિક ચિત્ર અલગ છે. આતંકવાદ મામલે પાકિસ્તાન લુચ્ચાઇ કરી રહ્યું છે. ચાવવાના અને દેખાડવાના બંને અલગ છે

એક કડવું પણ સત્ય છે. પાકિસ્તાનનું અસ્તિત્વ જ ભારત વિરોધી નીતિઓને લીધે છે, બાકી ક્યારનુંય બેહાલ થઇ ગયું હોય, જાણે કે ભારત વિરોધી નીતિ અને આતંકવાદ પાકની બે બાજુ સમાન છે.

આંતર રાષ્ટ્રીય ફલક પર આતંકવાદને ડામવાની ડંફાશ મારતા પાકનું વાસ્તવિક ચિત્ર અલગ છે. આતંકવાદ મામલે પાકિસ્તાન લુચ્ચાઇ કરી રહ્યું છે. ચાવવાના અને દેખાડવાના બંને અલગ છે.

ભારત સાથે પાક બેધારી નીતિ અપનાવી રહ્યું છે. સમગ્ર વિશ્વ માટે ભલે આતંકવાદ દોઝખ હોય પરંતુ પાકિસ્તાન માટે તો આતંકવાદ સારો અને ખરાબ બંને છે. ભારતમાં અશાંતિ અને અસ્થિરતા ફેલાવે એવો આતંકવાદ પાકિસ્તાન માટે સારો ગણાય છે.

નિર્દોષ ભારતીયોને કોઇ કારણ વગર મોતને ઘાટ ઉતારનાર આતંકવાદને પાકિસ્તાન સ્વતંત્રતા સેનાનીઓ તરીકે ખપાવે છે અને એમને આશરો પણ આપે છે.

આજે એક ગુજરાતી નરબંકો એમને કઠી રહ્યો છે એમ એક ગુજરાતી કહેવત " વાવો તેવું લણો" પણ ઘણું કહી રહી છે. આતંકવાદ મામલે આજે પાકિસ્તાનની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઇ છે. ભારત વિરોધ માટે ઉછરેલા સાપોલિયા આજે પાકિસ્તાનને જ દંશ મારી રહ્યા છે.

સ્કૂલ હોય કે મસ્જિદ, બસ હોય કે બજાર બધે જ કહેવાતા આકાઓ મોતનો નગ્ન ખેલ ખેલી રહ્યા છે. પાકિસ્તાન માત્ર તમાશો જોતું રહી ગયું છે. પેશાવરની સૈનિક સ્કૂલમાં કરાયેલા ઘાતકી હુમલા બાદ મસ્જિદ સહિત અનેક હુમલાની ઘટનાઓ ઘટી છે. છતાં પાક હજુ સુધરવાનું નામ લેતું નથી. પરંતુ અવચંડાઇ આજે પાકને જ ભારી પડી રહી છે.

બુધવારે સવારે કરાંચીના સપૂરા ચોક નજીક તો આતંકીઓએ હદ વટાવી, ચાલતી મુસાફર બસને અટકાવી અંધાધૂંધ ફાયરીંગ કરી દેતાં 45ના મોત નીપજ્યા તો 23 ઘાયલ થયા, આવા હુમલાઓ અવિરત ચાલી રહ્યા છે. છતાં પાકિસ્તાન હજુ આતંકવાદના ભેદમાંથી બહાર આવવા નથી ઇચ્છતું, હજુ પણ સમય છે સુધરવાનો, પરંતુ લાગતું નથી કે પાકિસ્તાન સુધરવા ઇચ્છતું હોય. હવે સમય પાકી ગયો છે, સુધારવાનો.

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર