ના અનામત જોઇએ, ના આઝાદી...

આજે દેશના હાલ ગામની ગરીબ વિધવા જેવા છે. દેશમાં ચૂંટણીનો માહોલ નથી છતાં રાજકારણ ચરમસીમાએ છે. સીધી રીતે કોમી હિંસા નથી પરંતુ કોમી તોફાનોને પણ સારા કહેડાવે એવો આક્રોશ અંદરખાને ભભૂકી રહ્યો છે. ગૌમાંસનો મુદ્દો સંપૂર્ણ રીતે શાંત થયો નથી ત્યાં જેએનયૂ, અનામત આંદોલન જેવા મુદ્દાઓ દેશની શાંતિ ડહોળી રહ્યા છે.
આજે દેશના હાલ ગામની ગરીબ વિધવા જેવા છે. દેશમાં ચૂંટણીનો માહોલ નથી છતાં રાજકારણ ચરમસીમાએ છે. સીધી રીતે કોમી હિંસા નથી પરંતુ કોમી તોફાનોને પણ સારા કહેડાવે એવો આક્રોશ અંદરખાને ભભૂકી રહ્યો છે. ગૌમાંસનો મુદ્દો સંપૂર્ણ રીતે શાંત થયો નથી ત્યાં જેએનયૂ, અનામત આંદોલન જેવા મુદ્દાઓ દેશની શાંતિ ડહોળી રહ્યા છે.
જેએનયૂ વિવાદ શાંત થવાનું નામ લેતો નથી ત્યાં હરિયાણામાં જાટ અનામતની આગ નિર્દોષ લોકોને રંજાડી રહી છે. ગુજરાતમાં પાટીદાર અનામતની આગ ત્રીજા તબક્કામાં પ્રવેશ્યું છે. ત્યાં જાટ અનામત આંદોલન હવા આપવા લબકારા મારી રહ્યું છે.
દેશની સરહદે જાનના જોખમે દુશ્મનોના દાંત ખાટા કરનારા સૈનિકોને દેશની અંદર ફરજ બજાવવા મેદાને ઉતરવું પડી રહ્યું છે. પોતાના જ લોકો સામે બંદૂકો તાકવી પડી રહી છે. આ સંજોગોમાં રવિવારે એક હ્રદયદ્રાવક ઘટના ઘટી ગઇ. જમ્મુ કાશ્મીરના પાંપોરમાં આતંકીઓ સાથે લડતાં કેપ્ટન પવનકુમાર શહીદ થયા.
દેશની શાંતિ ભંગ કરવા માટે ઘૂષણખોરી કરવા આવેલા આતંકવાદીઓને ઠાર કરતાં કેપ્ટન પવન પણ શહીદ થયા. માત્ર 23 વર્ષની ઉંમરે પવનકુમારે કાયમ માટે આંખો બંધ કરી લીધી. પરંતુ સાચા સૈનિકની જેમ તેઓ જતા જતા પણ દેશવાસીઓની આંખો ખોલી નાંખે એવા શબ્દો કહેતા ગયા છે.
શહીદ કેપ્ટન પવનકુમારની વાતમાં દમ છે. શહીદીનું કફન છાતી સરીખે લગાવતાં પૂર્વે તેમણે ફેસબુક પર કરેલી પોસ્ટ દેશપ્રેમથી ભરપુર છે. દેશમાં ચાલી રહેલા બે મોટા વિવાદ જેએનયૂ અને જાટ અનામત આંદોલન અંગે તેમણે પોતાના વિચાર રજુ કર્યા હતા. તેમણે પોસ્ટ કરી લખ્યું હતું કે, કોઇને અનામત જોઇએ તો કોઇને આઝાદી, પરંતુ અમારે કંઇ નથી જોઇતું ભાઇ, બસ પોતાની રજાઇ.
અહીં નોંધનિય છે કે શહીદ કેપ્ટન પવનકુમાર મૂળ હરિયાણાના વતની છે અને જાટ સમુદાયના છે. વધુમાં તેઓ જેએનયૂના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. જેએનયૂ અને જાટ આંદોલન બંને સાથે કથિત રીતે સંકળાયેલા હોવા છતાં તેમણે ના અનામતની ફેવર કરી છે કે ના આઝાદીની. બસ એમના શ્વાસે શ્વાસમાં, નસે નસમાં એક જ વાત હતી 'દેશભક્તિ'.
માત્ર 23 વર્ષની ઉંમરે જ શહીદ થયેવા પવનકુમારે હજુ તો યુવાનીમાં પગરવ માંડ્યા હતા. જીવનનો પડાવ બાકી હતો ત્યાં દેશબહારના આતંકીઓ સામેની લડાઇમાં મોતને વ્હાલા થયા છે. જે દેશમાં સરહદો સળગતી હોય? દેશબહારના આતંકીઓનો ભય સતત સતાવતો હોય, એ સંજોગોમાં શું દેશની અંદર વિવાદોની હોળી કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવો એ યોગ્ય છે? શું આ આંદોલનો સાચા નાગરિકોને શોભે એવા છે?
દુશ્મનોને ઠાર કરવામાં શહીદી વહોરનાર શહિદ પવનકુમારના આત્માને દેશની અશાંતિ, હિંસા જોઇ શું થતું હશે? સ્વાર્થ અને લાલચમાં આપણે એટલા બધા ભરમાઇ ગયા છીએ કે મા ભોમની આબરૂની પણ આપણને દરકાર નથી. અમારે નથી અનામત જોઇતી કે નથી જોઇતી આઝાદી...શહીદ પવનકુમારના આ શબ્દોનો મર્મ અને મહત્વ આપણને ક્યારે સમજાશે...